SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/*/૧૩૩૦ થી ૧૩૩૩ ૧૪૫ જેમ જેમ પ્રહર, દિવસ, માસ વર્ષે સ્વરૂપ સમય પસાર થાય છે, તેમ તેમ મહાદુઃખમય મરણ નજીક આવી રહેલ છે, તેમ સમજ, જેની કાળ-વેળાદિનું કોઈને જ્ઞાન થતું નથી, દાય થાય તો પણ કોઈ અજરાઅમર થયો નથી અને થશે નહીં, [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્યમાં પ્રમત્ત બની ઉધમ કરે છે. તેને દુ:ખો થવાં છતાં તે ટાળતો નથી અને ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩૫ થી ૧૩૩૮] આ જીવે સેંક્ડો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરોનો ત્યાગ ર્યો છે, પણ તેમાં થોડાં શરીરોથી પણ ત્રણે સમગ્ર ભુવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ, દાંત, મસ્તક, ભ્રમર, આંખ, કાન વગેરે અવયવોનો ત્યાગ ર્યો છે તે દરેક્ના જુદાં જુદાં ઢગલાં કરીએ તો તેના પણ મેરુપર્વત જેટલાં ઉંચા ઢગલાં થાય. સર્વે જે ગ્રહણ કરેલો આહાર છે તે સમગ્ર અનંતગુણ એઠો ક્ટાય તો હિમવંત મલય, મેરુ પર્વત કે દ્વિપ સમુદ્રો અને પૃથ્વીના ઢગલાં કરતાં પણ આહારના ઢગલાં અધિક થાય. ભારે દુઃખથી આ જીવે પાડેલ આંસુનું સર્વ જળ એકઠું કરીએ તો કુવા, તળાવ કે સમુદ્રમાં પણ ન સમાઈ શકે. [૧૩૩૯ થી ૧૩૪૧] માતાના સ્તનપાન કરી પીધેલા દુધો પણ સમુદ્ર જળ તાં અતિ વધી જાય. અનંત સંસારમાં સ્ત્રીની યોનિ અનેક છે. તેમાં માત્ર એક તરી સાત દિન પહેલાં મૃત્યુ પામી હોય, તેની યોનિ સડી ગઈ હોય, તેના મધ્ય ભાગે માત્ર કૃમિપણે ઉત્પન્ન થયેલાં જીવોના ક્લેવરોને એઠાં કરીને સાતમી નરફ્થી સિદ્ધિક્ષેત્ર સુદી ચૌદ રાજપ્રમાણ લોક જેવડો ઢગલો ો તો યોનિમાં ઉત્પન્ન તે કૃમિ ફ્લેવરના અનંત ઢગ થાય. [૧૩૪૨ થી ૧૩૪૬] આ જીવે અનંતકાળ સુધી કામભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશાં વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસ ખણજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે, તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુઃખને સુખરૂપ માને છે. જન્મ-જરા-મરણથી થનારા દુ:ખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચંદ્રાદિ સર્વે ગ્રહોથી ચડિયાતો, સર્વે દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ કરનારા માધીન બનેલાને પરેશાન કરનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામગ્રહ છે. આજ્ઞાની જડાત્મા જાણે છે કે ભોગ ઋદ્ધિથી સંપત્તિ એ જ સર્વ ધર્મનું ફળ છે, તો પણ અતિશય મૂઢહૃદયથી પાપો કરીને દુર્ગતિમાં જાય છે. [૧૩૪૭ થી ૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત, ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે, તો ધર્મમાં ઉધમ કરો અને ખેદ ન પામો. આવો ધર્મનો સુંદર યોગ મેળવો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યત્વ, ઉત્તમકુળમાં જન્મ, સાધુ સમાગમ, શાસ્ત્ર શ્રવણ, તીર્થંકર વચનમાં શ્રદ્ધા, આરોગ્ય, પ્રવજ્યાદિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે સર્વે પ્રાપ્ત થવા છતાં શુળ, સર્પ, ઝેર, વિશુયિકા, જળ, શસ્ત્ર, અગ્નિ, ચકરી આદિના કારણે મુહૂર્ત માત્રમાં જીવ મૃત્યુ પામી 30 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy