SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામનારા છે. આગળ બીજે ભવ નથી જ થવાનો તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષાર પરાક્રમ છુપાવ્યા વિના ઉગ્ર ષ્ટમય ધોર દુક્ર તપનું સેવન કરે છે. તો પછી ચારગતિ સ્વરૂપ સંસારના જન્મ મરણાદિ દુઃખતી ભયભીત બીજાં જીવોએ તો તીર્થક્ર ક્રેલ આજ્ઞા પ્રમાણે યથાવસ્થિત અનુષ્ઠાનો કરવા જ જોઈએ. ૩િ૧૮ થી ૧૩ર૩] ગૌતમ ! પૂર્વે તેં જ હેલું કે પરિપાટી ક્રમાનુસાર ધેલા અનુષ્ઠાનો વા જોઈએ. ગૌતમ ! ટ્રાંત સાંભળ-મોટા સમુદ્રમાં બીજા અનેક મગરમચ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબડ તો, ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુખાવો, ઉંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળતો, પડતો, પછાડતો, કુટાતો ત્યાં અનેક પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલકારા જેટલો કાળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન પામતો, દુઃખથી સંતાપ પામતો, ઘણાં લાંબા ળે, જળને અવગાહતો ઉપરના ભાગે પહોંચ્યો, ઉપરના ભાગે પદ્મિનીનું ગાડું વન હતું, તેમાં લીલ ફગના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગે દેખાતું ન હતું. પરંતુ આમતેમ ફરતાં મહામુક્લીથી જામેલ નીલફુગમાં છિદ્ર મેળવીને જોયું તો તે સમયે શરદપૂર્ણિમા હોવાથી નિર્મળ આક્રશમાં ગ્રહ-નક્ષત્રોથી પરિવરેલ પૂનમનો ચંદ્ર જોવામાં આવ્યો. [૧૩૨૪ થી ૧૩ર૮] વળી વિક્સીત, શોભાયમાન, નીલ ક્મળ-શ્વેતકમળ આદિ તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતા હંસો, કારંડ પક્ષીઓ, ચક્રવાકો આદિને સાંભળતો હતો. સાતમી વંશ પરંપરામાં પણ કદી ન જોયેલ એવા અબૂત તેજસ્વી ચંદ્ર મંગલને જોઈને ક્ષણવારમાં ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે ? તો પે આનંદ આપનારા આ દેશ્યને માસ બંધુને બતાવું. એમ વિચારી પાછો ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણાં લાંબા કાળે તેમને શોધીને સાથે લાવીને પાછો આવ્યો. ગાઢ ઘોર અંધકારવાળી ભાદરવી કૃષ્ણ ચૌદશની રાત્રે પાછો આવ્યો. તેથી પૂર્વે જોયેલી સમૃદ્ધિ જ્યારે જોવા ન પામ્યો ત્યારે આમ તેમ ઘણાં કાળ સુધી ફર્યો. તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા જોવાને સમર્થ થઈ શક્તો નથી. [૧૩ર૮, ૧૩ર૯] તે જ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવ સમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે, તે મળી ગયા પછી અહિંસા લક્ષ્મણવાળાં ધર્મને પામીને જે પ્રમાદ ક્રે છે, તે અનેક લાખો ભવે પણ દુઃખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યપણું મેળવીને પણ જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ જોવાં ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શક્તો નથી. [૧૩૩૦ થી ૧૩૩૩] બે-ત્રણ દિવસની બહારગામની મુસાફરી ક્રવાની હોય તો સર્વાદથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાતું આદિ લઈને પછી પ્રયાણ ક્રે છે, તો પછી ૮૪-લાખ યોનિ વાળા સંસારની ચાર ગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપ, શીલ સ્વરૂપ ધર્મનું ભાથું ફેમ વિચારતા નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy