SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવા પોતે કરેલ કર્મો કોણ હરી શકે છે કે કોનું કર્મ હરી શકાય છે ? સ્વકૃત કર્મ અને ઉપાર્જિત સુખ-દુઃખ પોતે જ ભોગવવા પડે છે. [૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. તે સમયે દેવોરું કેવળજ્ઞાન મહોત્સવ કર્યો, તે કેવલી સાધ્વીએ મનુષ્ય, દેવ, અસુરોના તથ સાધ્વીઓના સંશયરૂપ અંધકાર પડલને દૂર કર્યો. ત્યારપછી ભક્તિથી ભરપૂ હૃદયવાળી રજ્જા ચાર્યએ પ્રણામ કરીને પૂછ્યું ખે ભગવન્ ! ક્યા કારણે મને આટલે મોટો મહાવેદનાવાલો વ્યાધિ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! ત્યારે જળયુક્ત મેઘ અને દુભી સમાન મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે – હે દુરારિકે ! સાંભ કે તારા શરીરનું વિઘટન કેમ થયું ? - તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત હતું જ તેમાં સ્નિગ્ધ આહા સાથે ોળીયાના જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો. બીજું – આ ગચ્છમાં સેંક્ડો સાધુ-સાધ્વી હોવા છતાં જેટલાં સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલાં અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે પણ સાધુ કદાપિ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેં તો ગૌમૂત્ર ગ્રહણ કરવાને જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગે લાગેલા હતા. તે કારણે બણબણતી માખી ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન કર્યું, તેવા સચિત્ત જળના સંઘટ્ટો કરવાની વિરાધનાના કારણે દેવો અને અસુરોને પણ વંદનીય એવી ગચ્છ મર્યાદા તોડી તે પ્રવચન દેવતા સહન કરી શકી નહીં. સાધુ સાધ્વીએ પ્રાણના સંશયમાં પણ વા, તળાવ, વાવ, નદી આદિના જળને હાથથી સ્પર્શવું ન Ò. વિતરાગભગવંતે સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જળ હોય તે પણ સમગ્ર દોષ રહિત હોય, ઉંાળેલું હોય, તેનો જ પરિભોગ કરવો પે છે. તેથી દેવતાએ વિચાર્યું કે આ દૂરાયારીને એવી શિક્ષા કરું કે જેથી તેની જેમ બીજા કોઈ આવું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક અમુક ચૂર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી, ત્યારે દેવતાએ તારા ભોજનમાં નાંખ્યો, તે દૈવપ્રયોગ આપણે જાણવા સમર્થ નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. તે સમયે રજ્જાઆર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. વળી વચનમાં ફેરફાર ન હોય એમ વિચારી કેવળીને વિનંતી કરી કે ભગવાન ! જો હું યથોક્ત પ્રાયશ્ચિત્ત હુ સેવું તો મારું આ શરીર સાજુ થાય. ત્યારે કેવળીએ ઉત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય. ત્યારે રાઆર્યાએ કહ્યું કે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. તમારી સમાન બીજી કોણ મહાન આત્મા છે. કેવલીએ ક્યું - હે દુકારિકે ! હું તને પ્રાયશ્ચિત્તતો આપી શકું પણ તારા માટે એવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. ાએ પૂછયું ભગવાન ! ક્યા કારણે મારી શુદ્ધિ નથી ? કેવલીએ કહ્યું – તેં સાધ્વી સમુદાય પાસે એવો બડબડાટ કર્યો કે અચિત્ત પાણીના ઉપયોગથી મારું શરીર સડીને નાશ પામ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy