SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/- ૧૦૨૦ થી ૧૦૨૪ ૧૨૩ ગૌતમ ! અનેક ક્રોડો વર્ષથી એક્ઠાં રેલા પાપોં સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્વિરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધાર ચાલ્યો જાય, તે પ્રાયશ્ચિતરૂપી સૂર્યથી પાપરૂપી અંધકાર ચાલ્યા જાય છે પરંતુ પ્રાયશ્ચિત કરનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં વ્હેલ હોય એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર પરાક્રમને છૂપાવ્યા વિના અશઠભાવથી પાપ શલ્યનો ઉદ્ઘાર કરવો, બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી. તેણે શલ્યનો થોડો પણ ક્દાચ ઉદ્ધાર ર્યો હોય તો પણ તે લાંબો કાળ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. [૧૦૨૫ થી ૧૦૨૭] ભગવન્ ! આલોચના કોના પાસે કરવી ? પ્રાયશ્ચિત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત કોને આપી શકાય ? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ કેવળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળ જ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવિધજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ-શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડીયાતા હોય તેમની પાસે આલોચના દેવાય. [૧૦૨૮ થી ૧૦૩૦] જે ગુરુ ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા રતા હોય, ઉત્સર્ગમાર્ગે પ્રયાણ કરતા હોય, ઉત્સર્ગમાર્ગની રુચિ તા હોય, ઉપશાંતા સ્વભાવી હોય, ઈન્દ્રિયોનું દમન કરનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સંમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા હોય, દૃઢ ચાત્રિના પાલક હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થે ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન કરવા,પ્રગટ કરવા અને પ્રાયશ્ચિત સ્વીકારવું. પોતે આલોચના કરવી કે બીજા પાસે કરાવવી. તેમજ હંમેશા ગુરુ મહારાજે કહેલ પ્રાયશ્ચિતનુસાર પ્રાયશ્ચિત આયરે. [૧૦૩૧ થી ૧૦૩૫] ભગવન્ ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત કેટલું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનો કેટલાં અને ક્યાં ક્યાં? તે હો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્ખલના થવાથી આવેલા પ્રાયશ્ચિત કરતાં સંયતી સાધ્વીને તેના કરતાં નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના કરે તો સો ગણું પ્રાયશ્ચિત આવે કેમ કે સામાન્યથી તેની યોનિના મધ્યભાગે નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ કરીને રહેલાં હોય છે. તે સર્વને કેવલી ભગવંતો જુએ છે.તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે, અવધિજ્ઞાની દેખે પણ મનઃપર્યવજ્ઞાની દેખી ન શકે. [૧૦૩૬] તે સાધ્વી કે કોઈ પણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવે તો ધાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રીડામાં મદોન્મત થાય ત્યારે યોનિમાં રહેલાં પંચેન્દ્રિય જીવોનું મથન થાય છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭ થી ૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ કરે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy