SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોવાથી અનિદા વેદના વેદે છે ગર્ભજ નિદા વેદના વેદે છે. વ્યંતરો સંજ્ઞી-સંજ્ઞી બંનેથી આવે છે તેથી નિદા અને અનિદા બંને વેદના વેદે. જ્યોતિકો સંજ્ઞીથી જ આવે, - X - X - તેઓ બે ભેદે છે - માયી મિથ્યાર્દષ્ટિ ઉપપત્તક - માયા વડે બાંધેલ મિથ્યાવાદિ કર્મ પણ ઉપચારથી માયા કહેવાય, તેવા માયી. મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદેષ્ટિ. તેનાથી યુકત તે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપક. તેનાથી વિપરીત તે અમાયી સમ્યગદષ્ટિ ઉપપpક, તેમાં પહેલા પ્રકારના દેવો - X • x• યથાવસ્થિત જ્ઞાનાભાવે અનિદા વેદના વેદે. બીજા પ્રકારના દેવો સમ્યગુર્દષ્ટિપણાથી યથાવસ્થિત જાણી નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિક પણ જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૩૫/-l-/૫૯૭ મનનો અભાવ હોવાથી તવાવિધ આબ્યુગમિકી વેદના પ્રાપ્ત ન થાય. નારક, ભવનપત્યાદિ ચારે દેવોને તથાવિધ ભવસ્વભાવથી આવ્યુગમિકી વેદના નથી. ઈત્યાદિ સુગમ છે. ફરી બીજી રીતે વેદના • સૂત્ર-પ૯૮ : ભગવન્! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને નિદા. ૌરસિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના ? બંને વેદના વેદે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. સંજ્ઞીભૂત નિદા વેદના વેદ, અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી તેમ કહ્યું છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. પૃથ્વીકાલિકો વિશે પૃચ્છા. તેઓ નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. ભગવન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પૃથ્વીકાયિકો બધાં અસંજ્ઞી છે. તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી એમ કહું છું કે પૃવીકાયિકો નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. પાંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતરો નૈરપિકવતુ જાણવા. જ્યોતિક દેવો વિશે પૃચ્છા - તેઓ નિદા વેદના વેદ, અનિદા વેદના પણ વેદે. એમ કેમ કહો છો ? જ્યોતિષ દેવો ને ભેદે – માયી મિશ્રાદેષ્ટિ, અમારી સમ્યગૃષ્ટિ. માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલા અનિદા વેદના વેદ. અમારી સમ્યગૃષ્ટિ ઉત્પન્ન થયેલા નિદા વેદના વેદે છે. તે હેતુથી ગૌતમ ! એમ કહ્યું છે કે – જ્યોતિકો બંને વેદના દે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. • વિવેચન-૫૮ : ભગવન ! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને અનિદા. જેમાં અત્યંત કે નિશ્ચિત ચિત અપાય તે નિદા. સામાન્ય રીતે મનના વ્યાપારવાળી કે સમ્યક વિવેકવાળી વેદના. તે સિવાય મનના વ્યાપાર રહિત કે સમ્યવિવેક હિત તે અનિદા વેદના. ચોવીશ દંડકના ક્રમે કહે છે – નૈરયિકો બે ભેદે છે – સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞીભત, અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત નૈરયિક કહેવાય. અસંજ્ઞી નૈરયિકો પૂર્વે અન્ય જન્મમાં કરેલ કંઈપણ શુભ, અશુભ કે વૈરાદિનું સ્મરણ કરતા નથી. કેમકે મરણ તેનું જ થાય, જે તીવ સંકલ્પ વડે કરેલ હોય. પરંતુ પૂર્વના અસંજ્ઞી ભવમાં મનરહિત હોવાથી તેમને તીવ્ર સંકલ્પ ન હોય, તેથી તેઓ અનિદા વેદના વેદે છે - x • સંજ્ઞીભૂત નૈરયિકો પૂર્વનું બધું મરણ કરે છે. માટે નિદા વેદના વેદે. એ પ્રમાણે ભવનપતિ બધાં કહેવા. કેમકે તેઓને સંજ્ઞી-અસંજ્ઞી બંનેથી ઉત્પત્તિ છે. ચઉરિન્દ્રિય સુધી સંમૂર્ણિમ હોવાથી મનરહિત છે માટે અનિદા વેદના વેદે છે. પંચે તિર્યચ, મનુષ્યો, વ્યંતરો નૈયિક મુજબ જાણવા. કેમકે પંચે તિર્યંચ અને મનુષ્ય બે ભેદ – સંમૂર્હિમ અને ગર્ભજ. સંમૂર્ણિમ મન રહિત E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (82)
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy