SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫/-I-/૫૯૪ થી ૫૯૬ ૧૬૧ કરેલો અથવા બીજી રીતે તેવા ઉણ પુદ્ગલોના સંબંધથી ઉણ વેદનાને અનુભવતા જાણવા. જ્યારે જુદા જુદા અવયવમાં શીત અને ઉષ્ણ પુદ્ગલોનો સંબંધ થાય ત્યારે શીતોષ્ણ વેદના અનુભવે છે. (પ્રન) જીવોને ઉપયોગ અનુક્રમે હોય છે, તો અહીં શીત અને ઉણ વેદનાનો અનુભવ એક સાથે કેમ કહો છો ? તથાવિધ જીવ સ્વભાવથી વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. કેવળ શીત અને ઉષ્ણ વેદનાના કારણભૂત પુગલોનો સંબંધ એક કાળે થાય છે. માટે સૂમ અને જલ્દી થવાના સ્વભાવવાળા ઉપયોગના કમની અપેક્ષા કર્યા વિના જે પ્રમાણે તેઓ એક કાળે વેદતા હોય એમ માને છે તે પ્રતિપાદન કરેલ છે. તેમાં કોઈ દોષ નથી. અસુરકુમાર વ વૈમાનિકો સુધી સૂત્ર કહેવું. જેમકે - ભગવદ્ ! પૃથ્વીકાયિકો શું શીત વેદના વેદે કે ઉષ્ણ કે શીતોષ્ણ વેદના વેદે ? ત્રણે વેદના વેદે. તેમાં મનુષ્ય પર્યન્ત હિમાદિ પડવાથી શીત વેદના, અગ્નિના સંબંધથી ઉણ વેદના ઈત્યાદિ અનુભવે છે - ૪ - ધે તે વેદના અન્ય પ્રકારે કહે છે - x • x • અહીં વેદના દ્રવ્ય, ક્રોગ, કાળ, ભાવની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. કેમકે સર્વ વસ્તુ દ્રવ્યાદિ સામગ્રીના વેશથી ઉપજે છે. તેમાં જ્યારે જીવોની વેદના પુદ્ગલ દ્રવ્યના સંબંધને આશ્રીને વિચારીએ ત્યારે દ્રવ્યની વેદના થાય છે. નારકાદિના ઉત્પત્તિ ક્ષેત્રને આશ્રીને વિચારાય ત્યારે ક્ષેગવેદની, નાકાદિ ભવના કાળના સંબંધથી વિવક્ષા કરાય ત્યારે કાળ વેદના, વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વડે વિચારાય ત્યારે ભાવ વેદના. એ ચારે વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે – નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? ઈત્યાદિ બધું સુગમ છે. હવે અન્ય પ્રકારે વેદનાનું પ્રતિપાદન કરતા કહે છે - વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. શરીરમાં થયેલી શારીરિક વેદના, મનમાં ઉત્પન્ન થયેલી માનસિક વેદના. બંનેમાં થયેલી તે શારીરિક-માનસી વેદના. એ વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે - નૈરયિકો શું શારીરી વેદના વેદે છે ? ઈત્યાદિ. તેમાં પરસ્પર ઉદીરણાથી, પરમાધામીએ ઉત્પન્ન કરેલી કે ફોત્રના પ્રભાવથી શારીરી વેદના વેદે છે. કેવળ પછીના ભવને અનુસરીને મનમાં દુ:ખનો વિચાર કરે ત્યારે તથા દુષ્કર્મ કરનાર અતિશય પશ્ચાતાપ કરે ત્યારે માનસી વેદના વેદે. વિવક્ષિત કાળમાં શરીર અને મનમાં પીડાનો અનુભવ કરે ત્યારે, તેટલો કાળની સહ વિપક્ષાથી શારી-માનસી વેદના વેદે છે. અહીં પણ વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. પણ - X - X - તેની વિવક્ષા એકપણે કરેલી છે, માટે શરીર અને મનની પીડાનો અનુભવ સાથે કહ્યો, તેમાં દોષ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને મન નથી, માટે મનો વેદના ન કહેવી. હવે અન્ય પ્રકારે વેદના કહે છે - તેમાં સાતા અર્થાત્ સુખરૂપ વેદના, અસાતા [22/11] Adhayan-40\Book-40B (PROOF-1) ૧૬૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અર્થાત્ દુ:ખરૂપ વેદના, સાતામાતા - સુખ દુઃખરૂપ વેદના. તેનો જ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે વિચાર કરે છે - તૈરયિકો શું સાતા વેદના વેદે છે? ઈત્યાદિ. તીર્થકરના જન્માદિ સમયે સાતા વેદના વેદે છે. બાકીના સમયે અસાતા વેદના વેદે છે. જ્યારે પૂર્વભવનો મિત્ર દેવ વચનામૃતો વડે શાંત કરે ત્યારે મનમાં માતા અને શરીરે ક્ષોત્ર પ્રભાવથી અસાતા અનુભવે અથવા તેના દર્શનથી સાતા અને પશ્ચાતાપથી અસાતા અનુભવે ત્યારે સાતારાતા વેદના વેદે. અહીં પણ વિવક્ષિત કાળને એક ગણી સાડાસાતા વેદના કહી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. તેમાં પૃથિવ્યાદિ જીવો જ્યાં સુધી તેને ઉપદ્રવ ન થાય, ત્યાં સુધી સાતા વેદના વેદે. ઉપદ્રવ પ્રાપ્ત થતાં અસાતા વેદના વેદે. બંને હોય ત્યારે સાતારાતા વેદના વેદે. બંતરાદિ દેવો સુખ અનુભવતા સાતા વેદના, ચ્યવનાદિ સમયે અસાતા વેદના, બીજાની સંપત્તિને જોવાથી માત્સર્ય અને પ્રિય દેવીના આલિંગનાદિ અનુભવ એક સાથે થતાં સાતામાતા વેદના અનુભવે છે. ફરી અન્ય પ્રકારે વેદના પ્રતિપાદિત કરતાં કહે છે - જે વેદના એકાંતે દુ:ખરૂપે ન કહી શકાય, કેમકે સુખ પણ હોય અને એકાંતે સુખરૂપ પણ ન કહેવાય, કેમકે સુખ પણ હોય તે અદુ:ખસુખા વેદના કહેવાય છે. પ્રિ સાત-સાતા અને સુખ-દુ:ખામાં ભેદ શો છે ? જે અનુક્રમે ઉદય પ્રાપ્ત વેદનીય કર્મના પુદ્ગલના અનુભવથી સુખ-દુ:ખ થાય તે માતા-અસાતા અને જે અન્ય વડે ઉદીસતી વેદનારૂપ સાતા-અસાતા તે સુખ-દુ:ખા. - X - X - હવે બીજા પ્રકારે વેદનાની વિચારણા કરે છે – • સૂઝ-૫૯૭ : ભગવન વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે - આમ્યુપગમિકી અને પકમિડી. ભગવાન ! મૈરયિકો અભ્યાણમિકી વેદના વેદ કે ઔપકનિકી વેદના વેદે ? ગૌતમ! અભ્યપગમિકી વેદના ન વદે, પણ મિકી વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો બંને પ્રકારે વેદના વેદ. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવ4 જાણવા. • વિવેચન-૫૯૭ : આમ્યુપગમિકી એટલે જે વેદના સ્વયં અંગીકાર કરાય. જેમ સાધુ વડે કેશ લંચન, આતાપનાદિ વડે શરીરને કષ્ટ અપાય છે. કેમકે સ્વયં અંગીકાર કરવા વડે ઉત્પન્ન થયેલી તે આખ્યપગતિકી. ઉપક્રમ-સ્વયં જ પાસે જવું. અથવા ઉદીરણાકરણ વડે પાસે લાવવું. તે વડે ઉત્પન્ન, તે ઔપકમિડી. સ્વયં ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણથી ઉદયમાં આવેલા વેદનીય કર્મના વિપાકના અનુભવથી ઉત્પન્ન થયેલી વેદા તે ઔપકમિડી. તેમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને બંને પ્રકારની વેદના વેદે છે. કેમકે સમ્યગુદૃષ્ટિ પંચે તિર્યો અને મનુષ્યો કર્મક્ષય કરવા આગ્રુપગમિકી વેદના વેદે છે. બાકીના જીવો ઔપકમિકી જ વેદના વેદે છે. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયોને E:\Maharaj
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy