SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-I-૫૯૯ ૧૬૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ook-40B (PROOF-1) (83) છે પદ-૩૬-“સમુદ્ધાત” @ - X - X –Y - x - o એ પ્રમાણે ૩૫-માં પદની વ્યાખ્યા કરી. હવે -માં પદનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - પૂર્વ પદમાં ગતિપરિણામ વિશેષ વેદના કહી. અહીં ગતિપરિણામ વિશેષ સમુઘાત વિચારે છે. સમુદ્યાત વક્તવ્યતા સંદર્ભે આ સંગ્રહણી ગાથા છે– • સૂત્ર-૫૯૯ : વેદના, કષાય, મરણ, વૈક્રિય, વૈજસ, આહારક અને કેવલી સમુઘાત એ સાત, સમુદ્યાત જીવ અને મનુષ્યોને હોય છે. • વિવેચન-પ૯ - એવા • આદિ સાત સમુધ્ધાતો છે. જેમકે વેદના સમુદ્યાત, કપાય સમુદ્યાત વગેરે. સામાન્યથી જીવના વિચારમાં અને મનુષ્યદ્વારમાં સાત સમુઠ્ઠાતો કહેવાના છે, પણ ન્યૂન નહીં. કેમકે જીવ અને મનુષ્ય વિશે સાતે સમુદ્ગાતોનો સંભવ છે. અહીં ‘ઇવ' શબ્દ પરિમાણના અર્થમાં છે. - x • બાકીના દ્વારોના વિચારમાં જ્યાં જેટલા સમુદ્ધાતોનો સંભવ હોય ત્યાં તેટલા કહેવા. આ સંગ્રહણી ગાથાનો સંક્ષેપાર્થ છે. સમુદ્ધાત એટલે શું ? સમ - એકીભાવ, સત્ - પ્રાબલ્ય, એકીભાવ વડે પ્રબળતાથી ઘાત કરવો તે સમુદ્ધાત. કોની સાથે એકી ભાવ ? વેદનાદિ સાથે. તે આ રીતે - આત્મા જ્યારે વેદનાદિ સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ હોય ત્યારે વેદનાદિ અનુભવજ્ઞાન વડે પરિણત જ હોય છે અન્ય જ્ઞાન વડે પરિણત ન હોય. અધિકપણે કર્મનો ઘાત શી રીતે થાય ? વેદનાદિ સમુઠ્ઠાત સાથે પરિણત થયેલ આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય વેદનાદિના કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષ ઉદયાવલિકામાં નાંખી અનુભવી નિર્ભર છે. અર્થાત્ આત્મપદેશ સાથે રહેલા સંક્ષિપ્ત કર્મોનો નાશ કરે છે. કેમકે નિર્જરા એટલે પૂર્વકૃત કર્મોનો નાશ કરવો તે. તે આ રીતે- વેદના સમુઠ્ઠાત સાતા વેદનીય કર્મને આશ્રિત છે, કષાયસમુo કપાય ચારિત્ર મોહનીયને આશ્રિત છે. મારણાંતિક સમુ અંતર્મુહd આશ્રિત છે. વૈકિયાદિ ત્રણ તે-તે નામ કર્મને આશ્રિત છે. કેવલી સમુદ્ધાત વેદનીય, નામ, ગોત્ર કમને આશ્રિત છે. તેમાં વેદના સમુદ્ધાત પ્રાપ્ત આત્મા અસાતવેદનીય કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે. તે આ રીતે- વેદના વડે પીડિત જીવ અનંતાનંત કર્મ સ્કંધો વડે વીંટાયેલા આત્મપદેશો શરીરથી બહાર કાઢે છે. તે પ્રદેશો વડે મુખ અને જઠરના ખાલી ભાગને તથા કાન અને રૂંધાદિના વચ્ચેના ભાગને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરપ્રમાણ ફોગને વ્યાપી અંતમુહૂર્ત રહે છે અને તે સમયમાં ઘણાં અસાતવેદનીય કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે. કપાય સમઘાતના પરિણામવાળો આત્મા કપાય ચારિત્ર મોહનીય કમપદગલોનો નાશ કરે છે. તે આ - કપાયોદયથી વ્યાકુળ જીવ આત્મપ્રદેશોને બહાર કાઢી, તેના વડે મુખ અને ઉદરાદિના ખાલી ભાગને તથા કાન, કંપાદિની વચ્ચેના ભાગોને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરોગને વ્યાપીને રહે છે. ઘણાં પુદ્ગલોનો નાશ કરે. મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો આયુકર્મના પુદ્ગલોનો નાશ કરે છે. પણ મરણસમુઠ્ઠાત પ્રાપ્ત જીવ પોતના આત્મપદેશોથી મુખ-ઉદાદિ ખાલી ભાગોને પૂરી વિસ્તાર અને જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને લંબાઈમાં સ્વ શરીર કરતાં અધિક જઘન્યથી અંગલનો અસંખ્યાત ભાગ અને ઉકર્ષથી અસંખ્યાતા યોજનો સુધી રોક દિશામાં રહેલા ક્ષેત્રને વ્યાપીને રહે છે, એમ કહેવું. વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત જીવ સ્વ આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી શરીર વિસ્તાર અને જાડાઈ પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરી સ્થળ પુગલોના ક્રમથી વૈકયિશરીર નામકર્મના પગલોનો પૂર્વવત્ ક્ષય કરે છે. - X - એ પ્રમાણે તૈજસ અને આહાક સમુદ્ધાતનો વિચાર કરવો. પરંતુ તૈજસ સમુદ્ઘાત તેજોલેશ્યા મૂકવાના સમયે તૈજસ નામકર્મના ક્ષયનું કારણ છે. આહારક સમુહ પ્રાપ્ત જીવ આહારક શરીર નામકર્મોના પુદ્ગલોનો ક્ષય કરે છે. કેવલી સમઘાત પ્રાપ્ત જીવ સાતા અસાતા વેદનીયાદિ કર્મના પગલોનો નાશ કરે છે. તે આ રીતે- કેવલજ્ઞાની પહેલા સમયે જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને ઉંચો-નીચો લોકાંત પર્યન્ત આત્મપદેશોનો દંડ કરે છે. બીજે સમયે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર કપાટ કરે છે. ત્રીજે સમયે મંથાન કરે, ચોથા સમયે વચ્ચેના આંતરા પૂરે છે. પાંચમાં સમયે આંતરાને સંહરે છે, છઠા સમયે મંચાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમાં સમયે શરીરમાં આવીને રહે છે. • x - તેમાં દંડ કસ્વાના સમયે પહેલાં જે પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ વેદનીય, નામ, ગોત્ર, કર્મની સ્થિતિના બુદ્ધિથી અસંખ્યાતા ભાગો કરવા, પછી દંડ સમયે દંડ કરતો તે અસંખ્યાત ભાગોનો ક્ષય કરે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે. પૂર્વે જે ત્રણ કર્મોનો રસ હતો. તેના અનંત ભાગો કરવા. પછી દંડ સમયે ૧ અસતાવેદનીય, ૨ થી ૬ પ્રથમ સમયમાં પાંચ સંસ્થાન, ૭ થી ૧૧ - પાંચ સંઘયણ, ૧૨ થી ૧૫ પ્રશસ્ત વર્ણાદિ ચતુક, ૧૬-ઉપઘાત, ૧૭-અપશસ્ત વિહાયોગતિ, ૧૮દસ્વર, ૧૯-દર્ભગ, ૨૦-અસ્થિર, ર૧-અપર્યાપ્ત, ૨૨-અશુભ, ૨૩-અનાદેય, ૨૪અયશકીર્તિ, ૫-નીચગોત્ર એ પચીશ પ્રકૃતિઓના રસના અનંત ભાગોનો નાશ કરે છે, અને એક અનંતમોભાગ બાકી રહે છે. તે સમયે સાતવેદનયી, દેવદ્વિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, પ્રશસ્ત વદિ ચતુક, અગુરુ લઘુ, પરાઘાત, ઉચ્છશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, બસ, બાદર, પતિ, પ્રત્યેક, તપ, ઉધોત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશોકીર્તિ, નિમણિ, તીર્થકર અને ઉચ્ચગોગરૂ૫ ૩૯-પ્રકૃતિનો અનુભાગ અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રદેશ કરવા વડે નાશ કરે છે. એ સમુદ્ઘાતનો પ્રભાવ છે. Sahe Mal
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy