SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૫/૫૦૫ ધૂમપ્રભા નૈરયિક અંતક્રિયા પણ ન કરે, માત્ર સર્વવિરતિ પામે. તમઃ પ્રભા નૈરયિક માત્ર દેશવિરતિ પામે, અધઃસપ્તમી નૈરયિક માત્ર સમ્યકત્વ પામે. અસુરકુમારથી વનસ્પતિકાય સુધીના જીવો ત્યાંથી નીકળી પછીના ભવે તીર્થંકરત્વ ન પામે, પણ અંતક્રિયા કરે. વસુદેવચત્રિમાં નાગકુમારથી પણ નીકળી પછીના ભવે ઐવત ક્ષેત્રને વિશે આ અવસર્પિણીમાં ચોવીશમાં તીર્થંકર થયા બતાવે છે, તેથી અહીં તત્ત્વ કેવલી જાણે. ૨૧૭ તેઉકાય, વાયુકાયથી નીકળી અનંતર ભવે અંતક્રિયા પણ કરતાં નથી, કેમકે તેઓ અનંતર ભવે મનુષ્યત્વ ન પામે. પણ તિર્યંચમાં ઉપજે અને કેવલબોધિ-ધર્મ સાંભલે પણ જાણે નહીં. વનસ્પતિકાયિકો નીકળી અનંતર ભવે તીર્થંકરત્વ પામે, પણ અંતક્રિયા ન કરે, વિકલેન્દ્રિયો અનંતર ભવમાં અંતઃક્રિયા ન કરે, પણ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિકો નીકળી અનંતર ભવમાં તીર્થંકરત્વ ન પામે, પણ અંતક્રિયા કરે. - X - તીર્થંકર દ્વાર ગયું. હવે ચક્રવર્તીત્વાદિ દ્વારો કહે છે – • સૂત્ર-૫૦૬ ઃ ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, રત્નપ્રભાથી નીકળી અત્યંતર ભલે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! કોઈ પામે કોઈ ન પામે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! રત્નપ્રભાના નૈરયિકના તીર્થંકરપણામાં કહ્યા મુજબ ચક્રવર્તીમાં કહેવું. ભગવન્ ! શર્કરાપભાનો નૈરયિક અનંતર ભલે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સાતમી પૃથ્વીના નૈરયિક સુધી કહેવું. તિર્યંચ, મનુષ્ય વિશે પૃચ્છા - ગૌતમ ! ચક્રવર્તીપણું ન પામે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકની પૃચ્છા - કોઈ ચક્રવર્તીપણું પામે, કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. વિશેષ એ કે – શર્કરા૫ભા નૈરયિક પણ પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથ્વીથી અને અનુત્તર સિવાયના વૈમાનિકથી નીકળી પામે, બાકીના સ્થાનેથી ન પામે. માંડલિકપણું સાતમી પૃથ્વી, તેઉકાય, વાયુકાય સિવાયના બાકીના સર્વે સ્થાનોથી આવીને પામે. સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, સ્ત્રીરત્નત્વ એમ જ જાણવા. માત્ર અનુત્તરોપાતિક વવા. અશ્વ, હસ્તિ રત્નત્વ રત્નપ્રભાથી સહસ્રાર સુધીથી આવીને થાય. ચક્ર, છત્ર, ચર્મ, દંડ, અસિ, મણિ, કાકણી રત્નત્વ અસુકુમારથી ઈશાનકલ્પ સુધીના આવીને પામે. બાકીનાને તે અર્થ સમર્થ નથી' કહેવું. • વિવેચન-૫૦૬ : તેમાં રત્નપ્રભા નૈરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોથી નીકળી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ચક્રવર્તીત્વ પામે, બાકીના સ્થાનોથી નીકળી ન પામે. બલદેવ, વાસુદેવપણું શર્કરાપ્રભાથી નીકળી પામે, પણ વાસુદેવપણું અનુત્તીપાતિક સિવાયના વૈમાનિકો થકી નીકળી પામે, માંડલિકપણું સાતમી નક, તેઉકાય, વાયુકાય સિવાય સર્વ સ્થાનેથી આવીને પામે. [ઈત્યાદિ બધું સૂત્રાનુસાર હોવાથી વૃત્તિની પુનરુક્તિ કરી નથી.] બધે વિધિ વાક્યમાં કોઈ પામે, કોઈ ન પામે તેમ કહેવું. નિષેધમાં આ અર્થસમર્થ નથી કહેવું. હવે ઉપપાત સંબંધે કંઈક વક્તવ્ય છે, તે કહે છે – ૨૧૮ • સૂત્ર-૫૦૭ : ભગવન્ ! દેવલોકમાં ઉત્પન્ન થતાં અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અવિરાધિત સંયમી, વિરાધિત સંયમી, અવિરાધિત સંયમાસંયમી, વિરાધિત સંયમાસંયમી, અસંતી, તાપસ, કાંદર્ષિક, ચરકપરિવ્રાજક, કિિિર્ષક, તિયો, આજીવકો, આભિયોગિકો, દર્શનભ્રષ્ટ થયેલા સ્વલિંગીઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ ઉપરના ત્રૈવેયકોમાં ઉu. અવિરાધિત સંયમી જઘન્યથી સૌધર્મકલ્પમાં ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં, વિરાધિત સંયમી જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં અવિરાધિત દેશવિરતિધર જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ અચ્યુત કલ્પમાં, વિરાધિત દેશવિરતિધર જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિષ્કમાં જાય. અસંજ્ઞીઓ જઘન્ય અંતરોમાં, ઉત્કૃષ્ટ ભવનવાસીમાં, તાપસો જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકોમાં કાંદર્ષિકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં, ચક-પરિવ્રાજકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ બ્રહ્મલોકમાં કિલ્બિષિકો જઘન્ય સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટ લાંતકમાં, તિર્યંચો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સહસ્રાર કલ્પમાં, આજીવકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ અચ્યુતકલ્પમાં, એ પ્રમાણે આભિયોગિકોનો ઉપપાત પણ જાણવો. દર્શનભ્રષ્ટ સ્વલિંગીઓ જઘન્યથી ભવનવાસી, ઉત્કૃષ્ટથી ઉપરના ત્રૈવેયકમાં કહ્યા. • વિવેચન-૫૦૭ : ‘અથ' શબ્દ પ્રશ્ન અર્થમાં છે. અસંયત-ચાસ્ત્રિના પરિણામ રહિત, ભવ્યદેવપણાને યોગ્ય અને એ જ હેતુથી દ્રવ્યદેવો - ચાસ્ત્રિના પરિણામ રહિત, મિથ્યાર્દષ્ટિ દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય તે અસંયત ભવ્ય દ્રવ્યદેવો. તેમાં કેટલાંક આચાર્યો કહે છે – એ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરવા, કેમકે તેઓની દેવોમાં ઉત્પત્તિ થાય છે. એ સંબંધે આગમમાં કહ્યું છે કે – જે સમ્યગ્દષ્ટિ જીવ છે તે અણુવ્રત અને મહાવ્રત વડે તથા બાલતપ અને અકામનિર્જરા વડે દેવનું આયુ બાંધે છે.' તે અયુક્ત છે, કેમકે અસંયતભવ્ય દ્રવ્ય દેવોના ઉપપાત ઉત્કૃષ્ટથી ઉપરના ત્રૈવેયકમાં હમણાં કહેશે અને સમ્યગ્દષ્ટિ દેશવિરતિ હોય તો પણ તેઓની ત્યાં ઉત્પતિ થતી નથી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy