SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૫/૫૦૭ કેમકે દેશવિરતિ શ્રાવકો અચ્યુત દેવલોકથી ઉપર ઉપજતા નથી. એમને નિહવો પણ ન સમજવા કેમકે તેઓને અહીં જુદા કહેલા છે, માટે મિથ્યાર્દષ્ટિ અભવ્ય કે મધ્યશ્રમણના ગુણના ધારક સર્વ સામાચારી અને ક્રિયા યુક્ત દ્રવ્ય લિંગ-બાહ્ય વેશને ધારણ કરનારા અસંયત ભવ્ય દ્રવ્ય દેવો જાણવા. તેઓ પણ ક્રિયાના પ્રભાવથી ઉપરના ત્રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. વળી તેઓ અસંયત છે, કેમકે ક્રિયાનું પાલન કરવા છતાં પણ ચાસ્ત્રિના પરિણામથી શૂન્ય છે. અવિરાધિત સંયમી - દીક્ષાના સમયથી આરંભી જેમના ચાસ્ત્રિ પરિણામ અભગ્ન-અખંડિત છે, એવાઓને સંજ્વલન કષાયના સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકથી સ્વલ્પ માયાદિ દોષનો સંભવ હોવા છતાં પણ જેઓને સર્વથા ચાસ્ત્રિનો ઘાત કર્યો નથી એવા. ૨૧૯ વિરાધિત સંયમી - વિરાધિત એટલે સર્વયા ખંડિત થયેલા, પણ પ્રાયશ્ચિત્ત સ્વીકાર વડે ફરીથી સંયમનું અનુસંધાન કર્યુ છે, તેવા. કંદર્પકારક, કૌકુચ કરનાર, દ્રવશીલ-જલ્દી કરવાના સ્વભાવવાળો, હસાવનાર, બીજાને વિસ્મય કરનાર કંદર્પવિષયક ભાવના કરે છે. હવે કંદર્પ સંબંધે કહે છે– ખડખડ-ઉચ્ચ સ્વરે હસવું, અનિભૃત-ગુર્વાદિ સાથે નિષ્ઠુરપણે, વક્રોક્તિથી સ્વેચ્છાપૂર્વક બોલવું, કામકથા કહેવી, કામનો ઉપદેશ આપવા, પ્રશંસા કરવી એ કંદર્પ શબ્દ વાચ્ય છે. કૌકુચ્ચ-માંડરચેષ્ટા, તે બે ભેદે - કાય કૌકુચ અને વાક્ કીકુચ્ય. તેમાં કાય કૌકુચ્ય - ભૃકુટી, નયન, વદન, હોઠ, કર, ચરણ, કર્ણાદિ વડે તે તે રોષ્ટા કરે કે પોતે ન હસવા છતાં બીજો હસે. વાક્ કૌકુચ્ય - તેવું બોલે કે જેથી બીજો હસે. અનેક પ્રકારના પ્રાણીના શબ્દો બોલે અને મુખ વડે વાદિત્ર કરે. હવે દ્રવશીલ કે દ્રુતશીલજલ્દી ક્રિયા કરવાના સ્વભાવવાળાને કહે છે . જલ્દી જલ્દી બોલે, શરદ્કાળના ગર્વિષ્ટ સાંઢ માફક જલ્દી જલ્દી ચાલે, સર્વે કાર્યો જલ્દી જલ્દી કરે, સ્થિત હોય તો પણ અભિમાન વડે ફાટી ગયો હોય તેવો લાગે. હવે હસાવનારની વ્યાખ્યા - ભાંડની માફક બીજાના વેષ અને ભાષા સંબંધે છિદ્ર જોતો વેષ અને વચન વડે પોતાને અને બીજાને હાસ્ય ઉપજાવનાર. વિસ્મય ઉપજાવવા વિશે – ઈન્દ્રજાલાદિ પ્રમુખ કુતૂહલ વડે તથા પ્રહેલિકા અને આભાણકાદિ તેવા ગ્રામ્યજનને વિસ્મય પમાડે તે. જે સંયત છતાં આ પ્રશસ્ત ભાવના ભાવે, તે તેવા પ્રકારના કંદર્પાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે, પણ ચારિત્ર રહિત છે તે વિકલ્પે જાણવો. એટલે કદાચિત્ તથાવિધ દેવોમાં ઉત્પન્ન થાય અને કદાચિત્ નાક, તિર્યંચ, મનુષ્યગતિમાં ઉપજે. ચરક પરિવ્રાજક ટોળા વડે ભિક્ષા માંગી આજીવિકા ચલાવનાર ત્રિદંડી, - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અથવા ઘર - લંગોટી પહેરનાર, પરિવ્રાજક-કપિલમુનિના શિષ્યો તેઓનો. કિલ્બિષિક - જેઓમાં પાપ છે તે. તે ચાસ્ત્રિવાળા છતાં જ્ઞાનાદિ અવર્ણવાદ બોલનારા હોય છે. કહ્યું છે – શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સર્વ સાધુ, સંઘનો અવર્ણવાદ કરનારો કિલ્બિર્ષિક ભાવના કરે છે. અવળું - નિંદા, ખોટા દોષ પ્રગટ કરવા. ૨૨૦ તેમાં પહેલા શ્રુતજ્ઞાનનો અવર્ણવાદ વર્ણવે છે - તે જ પૃથ્વી આદિ કાય, વ્રતો, પ્રમાદો અને અપ્રમાદો, વળી મોક્ષાધિકારીને જ્યોતિશાસ્ત્ર અને યોનિપ્રામૃત શાસ્ત્રોનું શું કામ છે ? કેવળજ્ઞાનીના અવર્ણવાદ - કેવળજ્ઞાની કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ અનુક્રમે ઉત્પન્ન થાય તો બંનેના બંને પરસ્પર આવરણરૂપ થાય છે, એટલે બંને એકબીજાના પ્રતિબંધક થાય છે. જો બંને એક કાળે હોય તો એકત્વ-અભેદ થાય. ધર્માચાર્યનો અવર્ણવાદ - જાત્યાદિ વડે અવર્ણવાદ, ઔચિત્ય જાણતા નથી, કુશળ નથી, અહિતકારી, છિદ્ર જોનાર, પ્રકાશવાદી, પ્રતિકૂળ વર્તતો હોય. સાધુના અવર્ણવાદ - આ સાધુઓ અસહનશીલ છે, અનાનુવર્તી છે, મોટાને અનુસરતા નથી, ક્ષણ માત્રમાં રુષ્ટ-તુષ્ટ થાય છે, ગૃહસ્થ વત્સલ છે, સંચય કરનારા છે. માયાવી સંબંધે કહે છે – પોતાના સ્વભાવને ઢાંકે છે, બીજાનાં છતાં ગુણોનું આચ્છાદન કરે છે, ચોરની માફક સર્વની શંકા રાખે છે, ગૂઢ આચારી અને અસત્યભાષી છે. દેશવિરતિવાળા ગાય, બળદ વગેરે પંચેન્દ્રિય તિર્યંચોનો, આજીવક-પાખંડ વિશેષ, ગોશલક મતાનુસારી કે જેઓ અવિવેકથી લબ્ધિ, પૂજા, ખ્યાતિ ઈત્યાદિ વડે ચારિત્રાદિનો આશ્રય કરે તે આજીવકો કહેવાય. તેઓને. આભિયોગિકો - અભિયોગ એટલે વિધામંત્રાદિ વડે બીજાને વશીકરણાદિ કરવા, તેના બે પ્રકાર છે, તે આ રીતે – દ્રવ્ય અને ભવ એમ બે પ્રકારે અભિયોગ જાણવો. દ્રવ્ય અભિયોગમાં ઔષધિના પ્રયોગો અને ભાવ અભિયોગમાં વિધા, મંત્રો જાણવા. તે અભિયોગ જેમને છે અથવા અભિયોગ વડે વ્યવહાર કરનારા આભિયોગિકો કહેવાય. તેઓ વ્યવહારથી ચાસ્ત્રિવાળાં છતાં મંત્રાદિનો પ્રયોગ કરનારા હોય છે. કહ્યું છે 1 કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્તદ્વારા આજીવિકા ચલાવનાર, ઋદ્ધિ રસ-સાતાના અભિમાનવાળો એ પાંચ પ્રકારે અભિયોગ ભાવના કરે છે. તેમાં – કૌતુક - સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ભૂતિકર્મ-જ્વરાદિ વાળાને ભસ્મ ચોપડવી. પ્રશ્નાપ્રશ્ન - સ્વાનવિધા. સ્વલિંગી - જોહરણાદિ સાધુના ચિહ્નવાળા. તે કેવા હોય ? દર્શન-સમ્યક્દર્શન, વ્યાપન્ન - ભ્રષ્ટ થયું છે જેઓનું એવા નિવોને. વળી દેવલોકમાં ઉત્પન્ન થનારા. આથી એમ જણાવ્યુ કે દેવપણાથી બીજે પણ અધ્યવસાયને અનુસારે તેઓની ઉત્પત્તિ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy