SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧૧/૪૮૩ સ્થિતિ હોય, એ પ્રમાણે ૬૬-સાગરોપમ થયા. બધે તિર્યંચમાં ઋજુગતિ વડે ઉપજે. કેમકે વિગ્રહ ગતિ વડે તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થનારને વિભંગ જ્ઞાનનો નિષેધ કરાયેલો છે. તેમ સિદ્ધાંતમાં પણ કહ્યું છે. ૨૦૧ (પ્રશ્ન) શા માટે વચ્ચે સમ્યકત્વનું પ્રતિપાદન કરો છો? [ઉત્તર] અહીં વિભંગજ્ઞાનની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક 33-સાગરોપમની છે. - ૪ - ૪ - તેથી એટલો કાળ સુધી નિરંતર વિભંગજ્ઞાન ન રહેતું હોવાથી વચ્ચે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પછી અપતિત વિભંગજ્ઞાન સહિત જ મનુષ્યત્વ પામી, સંયમ પાળી બે વખત વિજયાદમાં ઉત્પન્ન થાય ત્યારે બીજા ૬૬-સાગરોપમ સભ્યદૃષ્ટિને હોય છે. એ પ્રમાણે અવધિદર્શનનો કાળ ૧૩૨-સાગરોપમ છે. (પ્રશ્ન) વિભંગ જ્ઞાનાવસ્થામાં અવધિદર્શનનો કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થોમાં નિષેધ છે, તો વિભંગજ્ઞાનના સદ્ભાવમાં અવધિદર્શન કેમ હોય? [ઉત્તર] એમ માનવામાં દોષ નથી, કેમકે સૂત્રમાં વિભંગ અવસ્થામાં પણ અવધિદર્શન પ્રતિપાદન કરેલું છે, તે આ પ્રમાણે - આ સૂત્રનો અભિપ્રાય છે કે વિશેષ વિષયક વિભંગજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. કેવળ વિભંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તે અનાકાર-સામાન્ય માત્ર વિષયક હોવાથી અવધિ જ્ઞાનીના અવધિદર્શન જેવું છે, માટે તે પણ અવધિદર્શન કહેવાય છે, પણ વિભંગદર્શન કહેવાતું નથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે, તેથી અમે પણ વિભંગજ્ઞાનમાં અવધિદર્શનનો વિચાર કર્યો છે. કાર્યગ્રન્થિકો કહે છે કે – જો કે સાકાર અને નિરાકાર વિશેષના હોવાથી વિભંગજ્ઞાન અને અવધિદર્શન જુદું છે. તો પણ વિર્ભગજ્ઞાન વડે યથાર્થ નિશ્ચય થતો નથી. કેમકે તે મિથ્યાત્વ રૂપ છે, તેમ અવધિદર્શન વડે સમ્યગ્ નિર્ણય થઈ શકતો નથી કેમકે તે અનાકાર માત્ર છે. માટે વિભંગજ્ઞાનથી અવધિદર્શનની જુદી વિવક્ષા કરવાનું કંઈ પ્રયોજન નથી. તેમના અભિપ્રાયે વિભંગાવસ્થામાં અવધિદર્શન હોતું નથી. આ સ્વમતિકલ્પિત નથી. પૂર્વાચાર્યોએ પણ આવી મનવિભાગ વ્યવસ્થા કરી છે. વિશેષણવતીમાં પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે – સૂત્રમાં વિભંગને પણ અવધિદર્શન બહુવાર જણાવ્યું છે, તો કર્મ પ્રકૃતિમાં શા માટે નિષેધ છે ? સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે વિષય વડે વિભંગ પણ દર્શન હોય છે અને દર્શન અનાકાર માત્ર હોવાથી અવધિ અને વિભંગને અવધિદર્શન અવિશિષ્ટ હોય છે. કર્મપ્રકૃતિનો મત આ છે કે – સાકાર અને અનાકાર વિશેષતા છતાં પણ અનિશ્ચયપણાંથી વિભંગજ્ઞાન અને દર્શનની વિશેષતા નથી. બીજા આચાર્યો વ્યાખ્યા કરે છે – સાતમી નરકના નાસ્કોની કલ્પના કરવાનું શું પ્રયોજન છે ? સામાન્યથી નાક, તિર્યંચ, મનુષ્ય, દેવ ભવમાં પર્યટન કરતાં અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાન એટલા કાળ સુધી હોય છે, પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેવળ દર્શનીનું સૂત્ર કેવળજ્ઞાનીના સૂત્ર માફક વિચારવું. ૨૦૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પદ-૧૮, હાર-૧૨,૧૩, સંયત, ઉપયોગ ॰ હવે સંયત [અને ઉપયોગ] દ્વાર કહે છે – • સૂત્ર-૪૮૪, ૪૮૫ ઃ [૪૮] ભગવન્ ! સંયત, સંયતરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભગવન્ ! અસંયતની પૃચ્છા - ગૌતમ ! અસંયત ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી દેશોન અર્ધ I પુદ્ગલ પરાવર્તકાળ હોય. ભગવન્ ! સંયતાાયતની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષ હોય. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત વિશે પૃચ્છા-ગૌતમ ! તે સાદિ અને અનંતકાળ હોય. [૪૮૫] ભગવન્ ! સાકાર ઉપયોગવાળાની પૃચ્છા-ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂ. અનાકારોપયોગી એમ જ છે. • વિવેચન-૪૮૪,૪૮૫ ૭ કોઈ ચાસ્ત્રિના પરિણામ સમયે જ કાળ કરે. તેથી સંચતને સંયતપણું જઘન્યથી એક સમય હોય. અસંયત ત્રણ પ્રકારે છે – (૧) અનાદિ અનંત - જે સંયમને કોઈ કાળે પામવાનો નથી. (૨) અનાદિ સાંત - જે સંયત પ્રાપ્ત કરશે. (3) સાદિ સાંતજે સંયમને પ્રાપ્ત કરી તેથી ભ્રષ્ટ થાય તે. - તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. કેમકે અંતર્મુહૂર્ત પછી કોઈને સંયમની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. ઈત્યાદિ બધું પૂર્વવત્ - x - સંયતા સંયત - દેશવિરતિધર, તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યન્ત હોય. દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યન્ત હોય. દેશવિરતિના બે પ્રકાર, ત્રણ પ્રકાર ઈત્યાદિ ઘણાં ભાંગા છે, માટે તેની પ્રાપ્તિમાં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત લાગે. સર્વ વિરતિ તો “સર્વ સાવધનો હું ત્યાગ કરું છું.” ઈત્યાદિ રૂપ છે, માટે તેની પ્રાપ્તિનો ઉપયોગ એક સમયનો પણ હોય. માટે પૂર્વે સંયતનો કાળ એક સમય કહ્યો. પરંતુ જે સંયત-અસંયત કે સંયતાસંયત નથી તે સિદ્ધ છે, તે સાદિ અનંત છે. - - સંયતદ્વાર સમાપ્ત -.. હવે ઉપયોગ દ્વાર કહે છે – અહીં સંસારીને સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે. તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય. તેથી બંને સૂત્રોમાં અંતર્મુહૂર્ત ઉપયોગ કહ્યો. કેવલીને એક સમયનો ઉપયોગ કહ્યો, તે અહીં વિવક્ષિત નથી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy