SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧૦/૪૮૨ શ્રુતજ્ઞાની જાણવા. અવધિજ્ઞાનમાં પણ એમ જ જાણવું. પણ તે જઘન્યથી એક સમય છે. ભગવન્ ! મનઃપવિજ્ઞાની, મનઃપતિજ્ઞાની રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ. કેવલજ્ઞાની વિશે પૃચ્છા - સાદિ અનંતકાળ. અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા આ ત્રણે ત્રણ પ્રકારે છે અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આ સાદિ સાંત જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-અનંત ઉત્સર્પિમી . અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત હોય. વિલ્ટંગજ્ઞાનીની પૃચ્છા - જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ. • વિવેચન-૪૮૨ : - - ૧૯૯ જેનામાં જ્ઞાન છે, તે જ્ઞાની. તે બે ભેદે – સાદિ સાંત, સાદિ અનંત. તેમાં કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અનંત છે, કેમકે તે પ્રાપ્ત થયા પછી જતું નથી, બાકીના જ્ઞાનની અપેક્ષાએ સાદિ સાંત છે. કેમકે બાકીના જ્ઞાનો અમુક કાળ સુધી જ હોય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, પછી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે જ્ઞાનના પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ, તે સમ્યગ્દષ્ટિ માફક જાણવો. કેમકે સમ્યક્દષ્ટિને જ જ્ઞાનીપણું છે. આભિનિબોધિક જ્ઞાનસૂત્રમાં કહ્યું – એમ જ છે. સામાન્યથી સાદિ સાંત જ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહ્યો છે તેમ આભિનિબોધિક જ્ઞાની પણ કહેવો. - X - X - એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવો. અવધિજ્ઞાન સંબંધે એમ જ સમજવું. પરંતુ જઘન્યથી એક સમય છે. કઈ રીતે? અહીં અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ સમ્યકત્વ પ્રાપ્ત કરે, તેને સમ્યકત્વ પ્રાપ્તિ સમયે જ વિભંગજ્ઞાન અવધિજ્ઞાન રૂપ થાય છે. તે જ્યારે દેવના યવન વડે, બીજાના મરણ વડે કે બીજી રીતે પછીના સમયે પડે છે. ત્યારે અવધિજ્ઞાનનો એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬-સાગરોપમ હોય. તે પતિત અવધિજ્ઞાન સહિત બે વખત વિજયાદિમાં કે ત્રણ વખત અચ્યુતમાં જવા વડે જાણવું. મનઃ પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય. અપ્રમત્ત ગુણસ્થાનમાં વર્તમાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરી બીજે સમયે કાળ કરતાં સંયતને એક સમય જાણવો. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ હોય. કેમકે ત્યારપછી સંયમ ન હોવાથી મન:પર્યવજ્ઞાનનો પણ અભાવ થાય છે. કેવળજ્ઞાની સાદિ અનંતકાળ હોય છે. કેમકે, તેને ત્યાંથી પડવાનું નથી. અજ્ઞાની ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જેને કોઈ કાળે જ્ઞાનના પરિણામ થવાના નથી, તે અનાદિ અનંત. જેને જ્ઞાનની પ્રાપ્તિ થશે તે અનાદિ સાંત. જે જ્ઞાન પામી ફરીથી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે અજ્ઞાનીપણું પો તે સાદિસાંત. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે સમ્યક્ત્વ પામવાથી અજ્ઞાન પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટથી અનંત કાળ - ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ત્યારપછી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાન નષ્ટ થાય છે. આ પ્રમાણે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ પ્રકારે જાણવા. વિભંગજ્ઞાન જઘન્યથી એક સમય હોય, કેવી રીતે? સમ્યગ્દષ્ટિ હોવાથી અવધિજ્ઞાની કોઈ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ મિથ્યાત્વને પામે અને મિથ્યાત્વ પ્રાપ્તિ સમયે મિથ્યાત્વથી અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન રૂપે થાય. કેમકે “આદિના ત્રણ જ્ઞાન મિથ્યાત્વસહિત અજ્ઞાનરૂપે થાય છે” એમ શાસ્ત્રવચન છે. તે પછીના સમયે મરણથી કે અન્ય રીતે તે વિભંગજ્ઞાન પડે છે. તેથી વિભંગજ્ઞાન કાળ એક સમય છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ અધિક 33-સાગરોપમ હોય. તે આ રીતે – કોઈ મિથ્યાર્દષ્ટિ પૂર્વકોટિ આયુ વર્ષનો હોય, કેટલાંક વર્ષ પછી વિભંગજ્ઞાન થાય, અપતિત વિભંગજ્ઞાન સહિત ઋજુ ગતિથી સાતમી નસ્કે જઈ ૩૩-સાગરોપમ સ્થિતિવાળો થાય, ત્યારે આ પ્રમાણ હોય. પછી અવધિજ્ઞાન થવાથી કે વિભંગજ્ઞાનના નાશથી જાય છે. પદ-૧૮, દ્વાર-૧૧-“દર્શન" છે ૨૦૦ ૦ આ દર્શનદ્વાર છે, તેમાં પહેલું સૂત્ર – • સૂત્ર-૪૮૩ : ભગવન્ ! ચક્ષુદર્શની, ચતુદર્શનીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ હોય. ભગવન્ ! અચક્ષુદર્શની, અાસુદર્શનીરૂપે કેટલો કાળ હોય ? અચક્ષુદર્શની બે ભેદે અનાદિ અનંત, અનાદિ સાંત. અવધિદર્શની કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨-સાગરોપમ. કેવલ દર્શની વિશે પૃચ્છા - ગૌતમ ! સાદિ અનંત હોય. - • વિવેચન-૪૮૩ : અહીં તેઈન્દ્રિયાદિ ચઉરિન્દ્રિયાદિમાં ઉપજી, અંતર્મુહૂર્ત રહી, ફરી તેઈન્દ્રિયાદિમાં ઉપજે ત્યારે ચક્ષુદર્શની અંતર્મુહૂર્ત હોય. ઉત્કૃષ્ટથી હજાર સાગરોપમ. તે ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને વૈરયિકાદિના ભવભ્રમણ વડે જાણવું. અચક્ષુદર્શની અનાદિ અનંત છે કે જે કદિ મોક્ષે ન જાય, જે મોક્ષે જાય તે અનાદિ સાંત. પંચે તિર્યંચ કે મનુષ્ય તેવા અધ્યવસાયથી અવધિદર્શન ઉત્પન્ન કરી પછીના સમયે કાળ કરે તો અવધિદર્શની એક સમય. ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨-સાગરોપમ. તે આમ - વિભંગજ્ઞાન તિર્યંચપંચે કે મનુષ્ય અપતિત વિભંગજ્ઞાન સહિત સાતમી નકે જાય, મરણ નજીક હોય ત્યારે સમ્યક્ત્વ પામી, ભ્રષ્ટ થઈ પુનઃ અપતિત વિભંગજ્ઞાનથી પૂર્વકોટિ આયુ તિર્યંચ થઈ, પૂરું આયુ ભોગવી ફરી સાતમી નસ્કે જાય ત્યારે પણ અપતિત વિભંગજ્ઞાની હોય. બંને વખત સાતમી નકે 33-33 સાગરોપમ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy