SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧|-|-|૩૧ થી ૩૬૩ ૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સ્પર્શની અપેક્ષાથી વિચારતા એક સ્પર્શનો નિષેધ કરવો, કેમકે પરમાણુને પણ અવશ્ય બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે - પરમાણુ છેલ્લું કારણ છે. વળી તે સૂમ અને નિત્ય છે. તે એક રસ, એક ગંધ, એક વર્ણ, બે સ્પર્શવાળો, કાર્યરૂપ લિંગથી અનુમાન યોગ્ય છે. યાવત ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. ચાવતુ શબ્દથી કણ. સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે. તે આ - કેટલાંક મૃદુ અને શીત સ્પર્શવાળા છે, કેટલાંક મૃદુ અને નિષ્પ સ્પર્શવાળાં છે. તેમાં મૃદુ સ્પર્શ સાથે શીત અને સ્નિગ્ધરૂપ બે અન્ય સ્પર્શથી ત્રણ સ્પર્શ થાય. એ રીતે બીજા સ્પર્શના યોગે પણ ત્રણ સ્પર્શવાળા દ્રવ્ય જાણવા. કેટલાંક ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તેમાં ચાર સ્પર્શમાં મૃદુ અને લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે, કેમકે સૂક્ષ્મ સ્કંધોમાં તે અવશ્ય હોય, બીજા બે સ્નિગ્ધ અને ઉષ્ણ, નિગ્ધ અને શીત, રુક્ષ અને ઉષ્ણ, રક્ષ અને શીત સ્પર્શ હોય છે. સર્વ સમુદાયની અપેક્ષાએ અવશ્ય તે ચાર સ્પર્શવાળા દ્રવ્ય ગ્રહણ કરે છે. તેમાં મૃદુ અને લઘુ બે અવસ્થિત છે. તે નિશ્ચિત હોવાથી ગણાતાં નથી. તે સિવાયના બીજા સ્નિગ્ધાદિ ચાર સ્પર્શી વિક છે. • x - ૪ - અનંતગુણ રક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અહીં ચાવતુ શબ્દ વડે - “જે એક ગુણ કાળાવવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે” ઈત્યાદિ જાણવું. ભગવનું ! તે દ્રવ્યો શું સ્કૃષ્ટ - આત્મપ્રદેશો વડે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે કે ન સ્પર્શ કરાયેલા ? અહીં ભાષા દ્રવ્યનો સ્પર્શ આત્મપ્રદેશોના અવગાહના ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કરે છે ઈત્યાદિ. અવIઢ - આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ તેથી બીજ અનવર - ભિન્ન ક્ષેત્રમાં રહેલ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. કાનવજ - અંતર સિવાય રહેલ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે. પણ પરંપરાગાઢ દ્રવ્યોને નહીં - ૪ - જે અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે અણુ - થોડાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે અને વારસ - ઘણાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. અહીં અણુ કે બાદરપણું ભાષાને યોગ્ય તે સ્કંધોના થોડા પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાએ સમજવું - x • અહીં જેટલા ક્ષેત્રમાં જીવને ગ્રહણયોગ્ય ભાષાદ્રવ્યો રહેલાં છે, તેટલાં જ ફોગમાં ઉર્વ-અધો કે તિછપણું સમજવું. ભાષા દ્રવ્યોનો ગ્રહણ યોગ્ય સમય આ - પહેલો સમય, મધ્ય • બીજા આદિ સમયો, સંત - છેલ્લો સમય. આ દ્રવ્યો રવવિષય પૃષ્ટ, વગાઢ, અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહે, પણ અવિષય-પૃષ્ટાદિ સિવાયના બીજા દ્રવ્યોને ગ્રહણ ન કરે. સ્વ વિષય દ્રવ્યો પણ સાનુપૂર્વી - ગ્રહણ અપેક્ષાએ નજીક હોય તેને ક્રમથી ગ્રહણ કરે, વિપરીત ક્રમથી નહીં. વળી તે દ્રવ્યો છે એ દિશાથી ગ્રહણ કરે, કેમકે બોલનાર અવશ્ય બસ નાડીમાં હોય છે, તે સિવાય બીજે કસકાયનો સંભવ નથી અને બસનાડીમાં રહેલને અવશ્ય છ દિશાથી પુદ્ગલ સંભવે છે અહીં પૂર્વોક્ત અર્થ સંબંધે સંગ્રહણી ગાથા પણ છે. જે દ્રવ્યો ગ્રહે તે સાન્તર - સમયાદિના અંતર સહિત, નિરંતર - સમયાદિના અંતર સિવાય. બંને ગ્રહણ કરવાનો સંભવ છે. તેમાં સાંતર અને નિરંતર ગ્રહણનો કાળ કહેલ છે, તે આ રીતે છે - એક સમયે ભાષાપુદ્ગલોને ગ્રહણ કરી ત્યારબાદ મૂકવાના સમયે બીજા પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય બીજા સમયે ફરીથી ગ્રહણ જ કરે છે, મૂકતો નથી અને બીજા સમયે પહેલાં સમયમાં ગ્રહણ કરેલા પુદ્ગલો મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. | (શંકા) ઉક્ત કથનમાં એક સમયે બે પ્રયત્નો છે, તે કઈ રીતે હોય ? આ શંકા અયકત છે. કેમકે જીવના તળાવિધ સ્વભાવથી બે ઉપયોગ એક સમયે હોતા નથી, પણ જે ક્રિયાઓ છે તે ઘણી હોય તો પણ એક સમયે ઘટે છે, જેમ નૃત્ય કરનારી એક છતાં પણ ભમણાદિ નૃત્ય કરતી એક સમયે પણ હાથ-પગ આદિ વિચિત્ર અભિનયો કરતી દેખાય છે, વળી સર્વ વસ્તુનો પણ પ્રત્યેક સમયે ઉત્પાદ અને વ્યય થાય છે અને એક જ સમયે સંઘાત અને પરિપાટ થાય છે, માટે એક સમયે ગ્રહણ અને નિસર્ગ બે ક્રિયા માનવામાં કોઈ પ્રકારનો દોષ નથી. ભાષ્યકાર પણ કહે છે - x • એક સમયે બે ઉપયોગ ન હોય, પણ અનેક ક્રિયા હોવામાં કોઈ દોષ નથી. • x • ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમય સુધી નિરંતર ગ્રહણ કરે છે કદાચ બીજો કોઈ અસંખ્યાતા સમયમાં થયેલા ગ્રહણને એક ગ્રહણ માને, તેથી કહે છે - ‘પ્રતિસમય ગ્રહણ કરે છે.', અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે. તેમાં પ્રથમ સમયે પુદ્ગલોનું ગ્રહણ માત્ર હોય, પણ મૂકવાનું હોતું નથી, કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી. છેલ્લા સમયે મૂકવાનું જ હોય છે. કેમકે બોલવાની ઈચ્છા બંધ થતાં ગ્રહણનો સંભવ નથી. બાકીના બીજા-ત્રીજા વગેરે સમયમાં ગ્રહણ-નિસર્ગ એક સમયે થાય. ભગવન્જીવો ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે ઈત્યાદિ સુગમ છે. ભાવાર્થ - અહીં પ્રથમ ભાષાદ્રવ્યનું ગ્રહણ નિરંતર કહ્યું કેમકે – “પ્રતિસમય અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે” એમ હમણાં સૂત્ર કહ્યું. તેથી નિસર્ગ પણ પ્રથમ સિવાયના બાકીના સમયોમાં નિરંતર માનવું જોઈએ, કેમકે ગ્રહણ પછીના સમયે અવશ્ય નિસર્ગ હોય છે. તેથી સાંતર મૂકે છે, નિરંતર નહીં તે ગ્રહણની અપેક્ષાએ સમજવું. તે આ રીતે - જે સમયે ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે, તેને તે સમયે મૂકતો નથી, પણ પૂર્વ-પૂર્વના સમયે ગૃહીત પછી-પછીના સમયે મૂકે છે, તેથી નિસર્ગ ગ્રહણપૂર્વક હોય છે. માટે સાંતર નિસર્ગ કહ્યો. - X - X - X • તાત્પર્ય એ છે કે ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ સાંતર છે, સમયની અપેક્ષાએ નિરંતર છે. કેમકે દ્વિતીયાદિ બધાં સમયોમાં નિરંતર નિસર્ગ હોય છે. સૂત્રકાર કહે છે – સાંતપણે ગ્રહણ કરતો એક સમયે - પૂર્વપૂર્વના સમયે ગ્રહણ કરે છે અને પછી પછીના સમયે મૂકે છે અથવા ગ્રહણની અપેક્ષાએ પ્રથમ સમયે માત્ર ગ્રહણ કરે છે અને છેક છેલ્લા સમયે મૂકે છે, પણ ગ્રહણ કરતો નથી, કેમકે બોલવાની ઈચ્છા
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy