SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-|-/૩૯૧ થી ૩૯૩ ભાવથી જે રસવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક રસવાળા સાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને બધાં ગ્રહણ કરે, ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય પાંચ રસવાળા ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે, તે શું એકગુણ યાવત્ અનંતગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે ? ગૌતમ! બધાં ગ્રહણ કરે છે, યાવત્ મધુરસ સુધી જાણવું. ભાવથી જે સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક સ્પર્શવાળા યાવત્ આઠ સ્પર્શવાળા ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આશ્રીને એક સ્પર્શવાળા ગ્રહણ કરતો નથી, પણ બે યાવત્ ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે, પાંચ યાવત્ આઠ સ્પર્શવાળા ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શવાળા. જે સ્પર્શથી શીત સ્પર્શવાળા ગ્રહણ કરે છે તે શું એકગુણ યાવત્ અનંતગુણ શીત સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે? ગૌતમ ! તે બધાં જ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉષ્ણ, નિગ્ધ, રૂક્ષ દ્રવ્યો સંબંધે જાણવું સાતત્ - અનંતગુણ રુક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ભગવન્ ! જે સાવત્ અનંતગુણ સૂક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે સૃષ્ટને ગ્રહણ કરે કે અસ્પૃષ્ટને ? ગૌતમ ! સૃષ્ટને ગ્રહણ કરે પણ અસ્પૃષ્ટને નહીં ભગવન્ ! જે પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ? ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ અનવગાઢ દ્રવ્યોને નહીં. ભગવન્ ! જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું અનંતરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ગૌતમ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. ભગવન્ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે અણુ પ્રદેશવાળાં ગ્રહણ કરે છે કે ભાદર પ્રદેશવાળા ? ગૌતમ ! બંને ગ્રહણ કરે. ભગવન્ ! જે અણુ કે બાદર દ્રવ્યો ગ્રહણ કરે છે, તે ઉર્ધ્વ કે અધો કે તિછાં દિશાથી આવેલાં ગ્રહણ કરે છે? ગૌતમ ! ત્રણે દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. ભગવન્ ! જે ઉર્ધ્વ-અધો-તિf દિશાથી આવેલ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું આદિમાં-મધ્યમાં-અંતમાં ગ્રહણ કરે છે? ગૌતમ ! આદિ-મધ્ય-અંતમાં ગ્રહણ કરે છે. ૩૧ ભગવન્ ! જે આદિ-મધ્ય-અંતે ગ્રહણ કરે છે તે સ્વ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયક ? ગૌતમ ! સ્વવિષય ગ્રહણ કરે છે, પણ વિષયને ગ્રહણ કરતો નથી. ભગવન્ ! જે વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી કે અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે? ગૌતમ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, અનાનુપૂર્વીથી નહીં. ભગવન્ ! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, તે શું ત્રણ દિશાથી આવેલા કે યાવત્ છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! અવશ્ય ૩૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છ દિશાથી આવેલો ગ્રહણ કરે છે. [૩૨] સૃષ્ટ, અવગાઢ, અનંતર, અણુ, બાદર, ઉર્ધ્વ, અધો, આદિ, સ્વવિષય, આનુપૂર્વી અને અવશ્ય છ દિશાને આશ્રીને કહ્યું. [33] ભગવન્ ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાંતર કે નિરંતર ગ્રહણ કરે છે ? ગૌતમ ! બંને ગ્રહણ કરે છે. સાંતર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અંતર કરી ગ્રહણ કરે છે અને નિરંતર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયો સુધી પ્રતિસમય નિરંતર વિરહિતપણે ગ્રહણ કરે છે. ભગવત્ જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે શું સાંતર કાઢે કે નિરંતર ? ગૌતમ ! સાંતર બહાર કાઢે છે, નિરંતર નહીં. સાંતર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે અને બીજા સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ-નિઃરારણ વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી ગ્રહણ-નિસરણ કરે. ભગવન્ ! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે ભિન્ન કાઢે છે કે અભિન્ન ? ગૌતમ ! તે બંને કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનંતગણાં વૃદ્ધિથી વધતાં લોકાંતને સ્પર્શ છે, જે અભિન્ન દ્રવ્યો કાઢે છે, તે અસંખ્યાતી અવગાહન-વણા પર્યન્ત જઈને ભેદાય, પછી સંખ્યાતા યોજન જઈને વિનાશ પામે. • વિવેચન-૩૯૧ થી ૩૯૩ : સૂત્રપાઠ સુગમ છે. પરંતુ સ્થિત-ગમનક્રિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. દ્રવ્યથી વિચારતાં અનંત પરમાણું રૂપ ભાષા સ્કંધો ગ્રહણ કરે છે, પણ એકબે પરમાણુ આદિ સ્કંધો ગ્રહણ કરતો નથી. કેમકે તે સ્વભાવથી જ જીવોને ગ્રહણ કરવાને અયોગ્ય છે. ક્ષેત્ર વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે કેમકે એક પ્રદેશાદિ અવગાઢ દ્રવ્યો તથાવિધ સ્વભાવથી જ ગ્રહણ અયોગ્ય છે. કાળથી વિચારતા એકથી અસંખ્યાત સમય સ્થિતિક દ્રવ્યો ગ્રહણ કરે છે. કેમકે પુદ્ગલોની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ સંભવે છે. અહીં ભગવતીજીના પાઠની સાક્ષી આપી છે - ૪ - તે ગ્રહણ કરેલા દ્રવ્યો, ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે - એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે. બીજા આચાર્યો કહે છે – એક સમય સ્થિતિક દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કેમકે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે. - ૪ - કેટલાંક એક સમય સુધી ભાષાપણે રહે છે. કેટલાંક બે સમય સુધી ચાવત્ કેટલાંક અસંખ્યાતા સમય રહે છે. ગ્રહણ કરાય તે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલાંક વર્ણ પરિણામ વડે એક વર્ણવાળા, કેટલાંક બે વર્ણવાળા આદિ હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગૃહીત પણ બધાં દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે. - ૪ -
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy