SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-I-IB૯૧ થી ૧૯૩ બંધ થતાં ભાષાવર્ગણાના ગ્રહણનો સંભવ નથી, બાકીના દ્વિતીયાદિ સમયમાં એક સાથે ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે નિરંતર જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમય સુધી હોય છે. ભગવન્જીવે ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે, તે ભિન્ન મૂકે છે, અભિ નહીં ઈત્યાદિ સુગમ છે. ગૌતમ! ભિન્ન-ભેદાયેલા, અભિન્ન-ન ભેદાયેલા પણ મકે છે. વક્તા બે ભેદે - મંદ પ્રયત્નવાળો, તીવ પ્રયનવાળો, જે વ્યાધિ કે અનાદર થકી મંદ પ્રયત્નવાળો છે, તે તેવા જ ચૂળ ખંડવાળા ભાષાદ્રવ્યો મૂકે છે, જે આરોગ્યાદિ ગુણયુક્ત અને તયાવિધ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળો છે. તે ભાષાદ્રવ્યોને ગ્રહણ અને મૂકવાના પ્રયત્ન વડે અનેક ખંડ કરીને મૂકે છે * * * * • તીવ્ર પ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ જે ભેદાયેલા ભાષાદ્રવ્યોને મૂકે છે, તે સૂમ અને ઘણાં હોવાથી, ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. તે રીતે અનંતગુણ વૃદ્ધિથી વધતાં છ એ દિશાએ લોકાંતને સ્પર્શે છે • x • મંદ પ્રયત્નવાળો વક્તા પૂર્વે જેવા પ્રકારના જે ભાષા દ્રવ્યો હતો તેવા જ પ્રકારના બધાં અભિન્ન દ્રવ્યોને ભાષાપણે પરિણાવી મૂકે છે, તે અસંખ્યાતી અવગાહના વર્ગણા સુધી જઈને ભેદાય છે • x - તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાતા યોજન જઈને નાશ પામે છે - શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. • x - ભેદ પામેલા પણ ભાષા દ્રવ્યો મૂકે છે - એમ કહ્યું, તેમાં શબ્દ દ્રવ્યનો ભેદ કેટલા પ્રકારે છે, તે પૂછે છે – • સૂઝ-૩૯૪ થી ૩૯૭ : [36] ભગવત્ ! તે દ્રવ્યોના કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ પ્રકારે ભેદ છે - ખંડભેદ, પતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકા ભેદ, ઉકરિા ભેદ. ભગવન ! ખંડભેદ કેવા પ્રકારે છે ? ગૌતમ! જે લોઢા-જસત-ત્રાંબાસીસા-રૂપા કે સુવર્ણ ખંડોના ખંડરૂપે ભેદ થાય છે. ભગવન ! પ્રતભેદ કેવા પ્રકારે છે ? જે વાંસ-નેતર-વર-કેળના સ્તંભનો કે અબરખના પડોનો પગરૂપે ભેદ છે તે પતરભેદ. ભગવન્! ચૂર્ણિકા ભેદ કેવો છે ? ગૌતમ જે તલના-મગના-અડદના-પીપરના-મરીના કે સુંઠના ચૂર્ણનો સૂરણ ભેટે છે તે. ભગવાન ! અનુતટિકા ભેદ કેવો છે? જે કૂવા, તળાવ, દ્રહ, નદી, વાવ, પુષ્કરિણી, દીધિંકા, ગુજલિકા, સરોવર, સરસરોવર, સરપંક્તિકે સરસરપંક્તિનો અનુતટિકારૂપે ભેદ થાય છે. ઉત્કરિકા ભેદ કેવો છે ? જે મસૂર મંડૂસ, તલમગ-અડદની સીંગો કે એરંડાના બીજનો ફૂટીને ઉકટિકા ભેદ થાય છે તે ઉકાિ ભેદ. ભગવાન ! આ ખંડભેદ ચાવતુ ઉકરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! ઉcકરિકા ભેદથી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભેદ પામતાં સૌથી થોડાં દ્રવ્યો છે, અનુતટિકા ભેદથી ભેદતાં અનંતગણાં, ચૂકાભેદથી ભેદતાં અનંતગણ, પતરભેદથી ભેદtતાં અનંતગણાં, ખંડભેદથી ભેદોતાં અનંતગણ.. [૩૯૫ ભગવાન ! જે દ્રવ્યોને નૈરયિક ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિર દ્રવ્યોને ? ગૌતમ! જીવની વક્તવ્યતા માફક નૈરચિક પણ અઘબહુd સુધી કહેવા. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક વૈમાનિક સુધી જાણવો. ભગવાન ! જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત ગ્રહણ કરે કે અસ્થિત? ગૌતમ બહુવચન વડે પણ એમજ વૈમાનિકો સુધી જાણવું... ભગવાન ! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ? સામાન્ય દંડક માફક આ પણ જાણવો. પરંતુ વિકવેન્દ્રિય સંબંધે ન પૂછવું. એ પ્રમાણે બીજી ત્રણે ભાષા સંબંધે જાણવું. પરંતુ અસત્યામૃષા ભાષા વડે આ આલાવા વડે વિકલેન્દ્રિયો પૂછવા - ભગવત્ ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્યામૃષા ભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિતને અસ્થિતને ? સામાન્યદંડકવતુ જાણવું. એ પ્રમાણે એક અને બહુવચનથી આ દશ દંડક કહેવા. [36] ભગવાન ! જીવ જે દ્રવ્યો સત્યભાષાપણે ગ્રહણ કરે, તે શું સત્યમૃષા-સત્યપૃષા કે અસત્યામૃષા ભાષાપો મૂકે છે ? ગૌતમ / સત્યભાષાપણે મૂકે, પરંતુ બાકી ત્રણ ભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકવેનિદ્રય સિવાયનો દંડક વૈમાનિક સુધી કહેતો. આવું બહુવચન વડે પણ જાણવું. ભગવાન ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે. તે શું સત્ય આદિ ચારે ભાષાપણે મૂકે? ગૌતમ! મૃષાભાષાપણે મૂકે પણ બાકી ત્રણ ભાષાપણે ન મુકે. એ પ્રમાણે બાકીની બે ભાષાના પ્રશ્નોત્તર પણ સમજવા. પરંતુ અસત્યામૃષા ભાષાપણે વિકસેન્દ્રિયો સંબંધે તેમજ પૂછવું, જે ભાષાપણે ગ્રહણ કરે તે ભાણપણે મૂકે. એ પ્રમાણે એકવચન-બહુવચન સંબંધી આઠ દડકો કહેવા. [36] ભગવાન ! વચન કેટલા ભેદે છે ? ગૌતમ ! સોળ ભેદે - એકવાન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ-નપુંસક વયન, અધ્યાત્મવચન, ઉપનીત-અપનીતઉપનીતાપનીત-આપનીતોપની વચન, અતીત-પ્રત્યુત્પન્ન-અનાગત વચન, પ્રત્યક્ષપરોક્ષ વચન. ભગવદ્ ! એ પ્રમાણે એક યાવત પરોક્ષ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે ? મૃણ ભાષા નથી ? ગૌતમ ! અવશ્ય, એ પ્રમાણે તે પ્રજ્ઞાપની ભાષા છે, મૃષા ભાષા નથી. • વિવેચન-૩૯૪ થી ૩૯૭ : અહીં ખંડભેદ-લોઢાના ખંડમાફક, પ્રતભેદ - અબરખ અને ભોજપમાદિવસ્તુ, ચૂર્ણિકાભેદ • ફેંકેલા ચૂર્ણવતું, અનુતટિકા ભેદ - શેરડી છાલ આદિવ, ઉત્સરિકાભેદ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy