SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/-/૩૭૯ થી ૩૮૮ વચનયોગથી ? કેટલા સમયે નીકળતા દ્રવ્યના સમૂહરૂપ ભાષા હોય છે ? ભાષાના કેટલા પ્રકાર છે ? કેટલી ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે ? ભાષા કાયયોગથી ઉત્પન્ન થાય છે - x - તે આ રીતે – કાય યોગ વડે ભાષાયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી વચનયોગ વડે બહાર કાઢે છે. તેથી કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે. બે સમયે ભાષા બોલે છે, તે આ રીતે – પહેલા સમયે ભાષા યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે, બીજા સમયે ભાષાપણે પરિણાવી છોડી દે છે. ભાષાના પ્રકારો સત્યાદિ ભેદે પૂર્વે કહેલ છે. સત્ય અને અસત્યામૃષા ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે અર્થાત્ અસત્ય અને સત્યાસત્ય ભાષા બોલવાની અનુજ્ઞા નથી, કેમકે બંને - ૪ - મોક્ષને પ્રતિકૂળ છે. ફરી પ્રશ્ન - ભાષા કેટલા ભેદે છે ? પર્યાપ્તા ભાષા અને અપર્યાપ્તા ભાષા. જે નિશ્ચિત અર્થરૂપે જાણી શકાય તે પર્યાપ્તા - અર્થનો સમ્યક્ કે અસમ્યક્ નિર્ણય કરવાના સામયુક્ત. તે સત્ય અને મૃષા બે પ્રકારે છે - ૪ - જે ભાષા મિશ્ર હોવાથી સત્ય અને અસત્યના પ્રતિષેધરૂપ હોવાથી નિશ્ચિતાર્થરૂપે જાણી શકાતી નથી તે અપર્યાપ્તા - અર્થ નિર્ણય કરવામાં સામર્થ્યરહિત છે, તે સત્યમૃષા અને અસત્યમૃષા જાણવી. - ૪ - ૬૭ એ પ્રમાણે પર્યાપ્તાના ભાષાના સ્વરૂપને કહ્યું. પણ તેના સત્ય અને મૃષા બે ભેદ કહ્યા. તેથી સત્યભાષાના ભેદો જાણવાને પ્રશ્ન કરે છે – પર્યાપ્તા સત્ય ભાષા કેટલા પ્રકારે છે ? ગૌતમ ! દશ પ્રકારે છે. (૧) જનપદ સત્યા-દેશને આશ્રીને ઈષ્ટ અર્થના બોધનું કારણ હોવાથી વ્યવહારનો હેતુ હોવાથી તે સત્ય, જનપદ સત્ય છે. (૨) સંમત સત્યા - સકલ લોકને સંમત હોવાથી સત્યપણે પ્રસિદ્ધ છે. જેમકે પંકજ, કમળ અર્થમાં જ સ્વીકૃત છે. (૩) સ્થાપના સત્યા - તેવા અંક કે સિક્કાદિ જોઈને કહેવાય. જેમકે એકડા પાસે બે મીંડા જોઈને ૧૦૦ છે તેમ કહે, ચિત્ર કે આકૃતિથી મૂળ વસ્તુ વિચારવી. (૪) નામસળ્યા-નામ માત્રથી સત્ય હોય, જેમકે ભિખારણને પણ લક્ષ્મી નામે બોલાવાતી હોય છે. (૫) રૂપ સત્યા - વેશમાત્રથી સત્ય હોય, દંભથી વેશ ધારણ કરેલો પણ સાધુ કહેવાય. (૬) પ્રતીતસત્યા - બીજી વસ્તુની અપેક્ષાએ જે સત્ય હોય, જેમકે લાંબુટૂંકુ આદિ. - ૪ - ૪ - ૪ - (૩) વ્યવહાર સત્યા - વ્યવહાર એટલે લોકવિવક્ષા. તેના વડે સત્ય. જેમકે પર્વત બળે છે, ઉણોદરી કન્યા આદિ. અહીં પર્વત ઉપર ઘાસ બળતું હોવા છતાં પર્વત બળે છે તેમ કહે છે. સંભોગ હેતુક પેટની વૃદ્ધિમાં ‘અનુદરા કન્યા કહેવાય છે. તેથી લોક વ્યવહારની અપેક્ષાએ તે પ્રમાણે બોલનારની ભાષા વ્યવહાર સત્ય. (૮) ભાવસત્યા - ભાવ એટલે વર્ણાદિ, તે વડે સત્ય. જેમ બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણની અધિકતાથી બગલો ધોળો કહેવાય છે. (૯) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ યોગ સત્યા - યોગ એટલે સંબંધ, તેના વડે સત્ય. છત્રના યોગથી છત્રી, દંડના સંબંધથી દંડી. (૧૦) ઉપમા સત્યા - સમુદ્રના જેવું તળાવ, તે ઉપમા સત્ય. મૃષાભાષા દશ ભેદે છે – (૧) ક્રોધનિશ્રિતા - ક્રોધથી નીકળેલ વાણી, એમ બધે સ્થાને જાણવું. ક્રોધાધીન આત્મા વિપરીત બુદ્ધિથી બીજાને છેતરવા જે સત્ય કે અસત્ય બોલે તે મૃષા જાણવું. (૨) માનનિઃસૃતા - પૂર્વે ઐશ્વર્ય ન અનુભવ્યા છતાં પોતાનો ઉત્કર્ષ બતાવવા “અમે આવું ઐશ્વર્ય અનુભવેલ' તેમ કહે (3) માયાનિઃસૃતા - બીજાને છેતરવાને સત્ય કે અસત્ય બોલ તે. (૪) લોભનિઃસૃતા - લોભાધીન થઈ ખોટા તોલ આદિ કરી ‘તુલાદિ યોગ્ય પ્રમાણવાળા હતા' તેમ કહે. (૫) પ્રેમ નિઃસૃતા - અતિ પ્રેમવશ થઈ “હું તારો દાસ છું” ઈત્યાદિ ખુશામત કરનારી ભાષા બોલે. (૬) દ્વેષનિઃસૃતા - દ્વેષથી સત્પુરુષોનો પણ અવર્ણવાદ બોલે, (૭) હાસ્ય નિઃસૃતા - ગમ્મતથી જૂઠ્ઠું બોલે, (૮) ભયનિઃસૃતા-ચોરાદિના ભયથી અસત્ય બોલે. (૯) આખ્યાયિકા નિઃસૃતા - કથામાં અસંભવીત વાતો કહેવી. (૧૦) ઉપઘાત નિઃસૃતા - તું ચોર છે આદિ. સત્યમૃષા ભાષા દશ ભેદે – (૧) ઉત્પન્નમિશ્રિતા-સંખ્યા પૂર્તિ માટે ઉત્પન્ન ન થયેલા સાથે ઉત્પન્ન થયેલા મિશ્રિત છે તે, એ પ્રમાણે બીજા સ્થાને યથાસંભવ વિચારવું. (૨) વિગતમિશ્રિતા - એ પ્રમાણે મરણ કથનમાં બોલે. (૩) ઉત્પન્ન વિગતમિશ્રિતા - જન્મ, મરણનું અયથાર્થપણે કથન કરે, (૪) જીવ મિશ્રિતા - ઘણાં જીવતા અને થોડાં મરેલાની એકત્ર રાશિ જોઈને “આ મોટો જીવનો ઢગલો છે' તેમ કહે. (૫) અજીવ મિશ્રિતા-ઘણાં મરેલા અને થોડાં જીવતા જોઈને “આ ઘણાં મરેલા છે તેમ કહે.'' (૬) જીવાજીવમિશ્રિતા - તે જ રાશિમાં આટલા જીવતા, આટલા મરેલા એમ નિશ્ચિત કથનમાં અયથાર્થપણું હોય ત્યારે. (૭) અનંત મિશ્રિતા - મૂલા આદિ અનંતકાયિકોના પક્વ પાંદડા જોઈને આ બધું અનંતકાયિક છે તેમ કહેવું. (૮) પ્રત્યેક મિશ્રિતા - પ્રત્યેકનો અનંતકાયિક સાથે ઢગલો જોઈને આ બધી પ્રત્યેક વનસ્પતિ છે' એમ કહેવું. (૯) અદ્ધાકાળ - પ્રસ્તાવને અનુસરીને દિવસ કે રાત્રિરૂપ કાળ ગ્રહણ કરવો. (૧૦) અહ્લાદ્ધામિશ્રિતા - દિવસ કે રાત્રિનો એક અંશ, તે જેમાં મિશ્રિત કરાયો હોય તે. જેમકે પહેલો પ્રહર છતાં મધ્યાહ્ન થયો કહે. અસત્યામૃષા ભાષા બાર ભેદે છે – (૧) આમંત્રણી – ‘હે દેવદત્ત' આ ભાષા પૂર્વોક્ત લક્ષણાનુસાર સત્ય, અસત્ય કે સત્યામૃષા નથી, કેવળ વ્યવહાર માત્રની પ્રવૃત્તિનું કારણ છે, માટે અસત્યામૃષા કહેવાય છે. (૨) આજ્ઞાપની - કાર્યમાં બીજાને પ્રેરણા કરવી, જેમકે “આ કર.’' (૩) ચાચની - કોઈ વસ્તુ ચાવી. (૪) પૃથ્વનીન જાણેલ કે સંદિગ્ધ અર્થને પૂછવો. (૫) પ્રજ્ઞાપની - વિનયથી શિક્ષા પ્રાપ્ત કરેલ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy