SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/-/૩૭૮ આદિમાં સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત હોવાથી બહુવચન ઘટે છે. માનુષી ઈત્યાદિમાં સંશયનું કારણ સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. માટી - પુંલિંગ, ઘટાકાર પરિણતિ - સ્ત્રીલિંગ, વસ્તુ છે, માટે નપુંસકલિંગ છે. તો એક લિંગવાચી શબ્દ તેનો પ્રતિપાદક શી રીતે હોય ? ઈત્યાદિ તેથી પૂછે છે કે – આવી સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે ? ભગવંત કહે છે – હા, ગૌતમ ! તે બધાં સ્ત્રીલિંગવાચી છે. ભાવાર્થ આ છે – જો કે અનેક લિંગાત્મક વસ્તુ છે, તો પણ આ શાબ્દિક ન્યાય છે – જે ધર્મ વડે વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય તે ધર્મને પ્રધાન કરીને તે ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે. જેમકે એક વ્યક્તિમાં પુરુષત્વ, શાસ્ત્રજ્ઞત્વ, દાતૃત્વ આદિ ધર્મ એક સાથે રહેલો છે, તો પણ પુત્ર તે વ્યક્તિને આવતા જોઈને “પિતા આવે છે” એમ કહે છે. શિષ્ય “ઉપાધ્યાય આવે છે” એમ કહે છે. એ રીતે માનુષી આદિ બધું ત્રિલિંગરૂપ છે, તો પણ સ્ત્રીત્વ પ્રતિપાદન કરવું ઈષ્ટ હોવાથી તેને પ્રધાન કરીને તે સ્ત્રીત્વ ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે, માટે તે બધી સ્ત્રીવાક્ની વાચક છે, એ પ્રમાણે પુંવાક્ અને નપુંસકવાડ્તો વિચાર કરવો. ૬૫ ભગવન્ ! ‘પૃથ્વી' આદિ સૂત્ર સુગમ છે. પરંતુ ‘અપ્· એ પ્રાકૃત નિયમથી પુલિંગ છે. ભગવન્ ! તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ. એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદ્દેશી આજ્ઞા કરનારી સ્ત્રી આજ્ઞાપની. એ રીતે ‘અનેે ઉદ્દેશી આજ્ઞા કરનારી પુરુષ આજ્ઞાપની, ધાન્યને ઉદ્દેશી આજ્ઞા કરનારી નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? ભગવન્ કહે છે – હા, ગૌતમ ઈત્યાદિ સુગમ છે. ભગવન્ ! પૃથ્વીને વિશે સ્ત્રીપજ્ઞાપની, અને વિશે પુરુષ પ્રજ્ઞાપની ઈત્યાદિ ભાષા આરાધની - મુક્તિ માર્ગની સાધક છે ? આ ભાષા મૃષા નથી ? અર્થાત્ એમ બોલનારને મિથ્યાભાષીત્વનો પ્રસંગ આવતો નથી ? ભગવદ્ કહે છે – એ ભાષા આરાધની છે, મૃષા નથી. કેમકે શાબ્દિક વ્યવહારથી યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે. તેથી અતિદેશ થકી પૂછે છે. કૃતિ - ઉપદર્શનાર્થે છે, Ë - શબ્દ પ્રકારાર્થે છે. - ૪ - ૪ - એ પ્રમાણે બોલતા સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે, કેમકે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવામાં તેમાં દોષ નથી. - ૪ - ૪ - હવે સામાન્યથી ભાષાના કારણાદિ સંબંધે પ્રશ્ન કરે છે – • સૂત્ર-૩૭૯ થી ૩૮૮ : [૩૭] ભગવન્ ! ભાષાની આદિ શું છે? શાથી ઉત્પન્ન થાય છે ? આકાર કેવો છે ? અંત ક્યાં થાય છે? ગૌતમ ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ્ર આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે. [૩૮૦] ભાષા ક્યાંથી ઉપજે છે ? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે? [૩૮૧] શરીરથી ભાષા ઉપજે છે, જે સમયે ભાષા બોલે છે, ભાષા ચાર 21/5 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રકારની છે, બે ભાષા બોલવા યોગ્ય છે. [૩૮૨] ભગવન્ ! ભાષા, કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેટે છે – પતા અને પયતા. પર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેટે છે – સત્ય અને મૃષા, ભગવાં ! પતા સત્યભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! દશ ભેદે છે – જનપદ સત્ય, સંમત સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રીત્ય સત્ય, વ્યવહાર સત્ય, ભાવ સત્ય, યોગ સત્ય, ઉપમા સત્ય. [૩૩] સંગ્રહગાથા છે જનપદ યાવત્ ઉપમા સત્ય. [૩૮૪] ભગવન્ ! પતિા મૃષાભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! દશભેદે છે – ક્રોધ નિશ્રિત, માન નિશ્રિત, માયા નિશ્રિત, લોભ નિશ્રિત, પ્રેમ નિશ્રિત, દ્વેષ નિશ્રિત, હાસ્ય નિશ્ચિત, ભયનિશ્રિત, આખ્યાયિકા નિશ્ચિત અને ઉપઘાત નિશ્રિત. ૬૬ - ક્રોધ યાવત્ ઉપઘાત નિશ્રિતા. [૩૫] સંગ્રહગાથા છે [૩૮૬] ભગવન્ ! અપર્યાપ્તા ભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! જે ભેટે છે - - સત્યમૃષા અને અસત્યમૃષા. ભગવન્ ! અપાતા સત્યમૃષા ભાષા કેટલા ભેદે છે? ગૌતમ ! દશ ભેટે છે ઉત્પન્ન મિશ્રિતા, વિગત મિશ્રિતા, ઉત્પન્નતિગત મિશ્રિતા, જીવ મિશ્રિતા, અજીવ મિશ્રિતા, જીવાજીવ મિશ્રિતા, અનંત મિશ્રિતા, પ્રત્યેક મિશ્રિતા, અહ્વા મિશ્રિતા, અદ્ધાદ્વા મિશ્રિતા. [૩૮૭,૩૮૮] ભગવન્ ! અપચપ્તિા અસત્યાકૃપા કેટલા ભેદે છે ? ગૌતમ બાર ભેદે છે – આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પુછની, પજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરીણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા ભાષા. • વિવેચન-૩૭૯ થી ૩૮૮ : - ભગવન્ ! અવબોધના બીજભૂત ભાષા, જેનું મૂળ કારણ શું છે? અર્થાત્ ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે ? મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે? કોના જેવો તેનો આકાર છે? તેનો અંત ક્યાં છે? ભગવંત ઉત્તર આપે છે – ભાષાનું મૂળ કારણ જીવ છે, કેમકે જીવના તેવા પ્રયત્ન સિવાય અવબોધના કારણભૂત ભાષા અસંભવ છે. ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે – આહારક, વૈક્રિય, ઔદાસ્કિ શરીરમાં જીવપ્રદેશો જીવના છે તેના વડે ભાષાદ્રવ્યને ગ્રહણ કરી વક્તા બોલે છે. ભાષા શરીરથી ઉપજે છે. કેમકે ઉક્ત ત્રણ શરીરમાંના કોઈપણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા વજ્રના જેવા આકારવાળી છે, કેમકે તેવા પ્રકારના પ્રયત્ન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વલોકને વ્યાપ્ત કરે છે, લોકની આકૃતિ વજ્ર જેવી છે, માટે ભાષા વજ્રકાર છે. ભાષાનું પર્યવસાન લોકાંતે છે. કેમકે પછી ગતિક્રિયામાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ છે. - ૪ - ફરી પ્રશ્ન – ભાષા કયા યોગથી ઉત્પન્ન થાય છે? કાય યોગથી કે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy