SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/-/399 ૬૩ ગૃહ અને સ્વામીનો પુત્ર કે પુત્રો માટે કરવો. બંનેમાં ઉત્તર એ જ – “સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી. ભગવન્ ! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો, ઘેટો એવું જાણે કે – “હું બોલું છું” ? ગૌતમ ! સંજ્ઞી સિવાય માટે એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! ઉંટ યાવત્ ઘેટો એવું જાણે કે “આ મારા માતાપિતા છે”? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આ રીતે “સ્વામીનું ઘર” “સ્વામીના પુત્ર” અને આહાર સંબંધે આ રીતે જ ત્રણ પ્રશ્નોત્તર કહેવા. • વિવેચન-૩૭૭ : બોલતી મંદકુમાર-ચતો સૂઈ રહેનાર બાળક, મંદકુમારિકા - ચત્તી સૂઈ રહેનાર બાલિકા, - ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવીને છોડતા. એવું જાણે કે “હું બોલું છું' ? એ અર્થ યુક્ત નથી. જો કે તેઓ મનઃપર્યાપ્તિથી પર્યાપ્ત છે, તો પણ તેનું મનરૂપ કરણ અસમર્થ છે, તેથી તેનો ાયોપશમ પણ મંદ છે, કેમકે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મનકરણના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે, કેમકે તેવું લોકમાં દેખાય છે. તેથી બોલતા એમ ન જાણે કે “હું બોલું છું.” જો કે સંજ્ઞીઓ જાણે. - X - અન્યત્ર શબ્દ પવિર્જન અર્થમાં છે. - ૪ - સંશી - અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્યથી વિશિષ્ટ મનના સામર્થ્યવાળો. તે સિવાય બીજા ન જાણે. એ પ્રમાણે આહારાદિ ચારે સૂત્રો વિચારવા. અતિાન સ્વામીનું ઘર, भर्तृदारक - સ્વામીનો પુત્ર. એ પ્રમાણે અતિ બાલ્ય અવસ્થાવાળા ઉંટ વગેરે સંબંધી પાંચ સૂત્રો કહેવા. મોટી ઉંમરના ઉંટ આદિ ન લેવા. હવે એકવચનાદિ ભાષા વિષયક પ્રશ્નો – • સૂત્ર-૩૭૮ : ભગવન્ ! મનુષ્ય, પાડો, અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરુ, દીપડો, રીંછ, તરક્ષ, ગડો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, લોકડી, સાલો, ચિત્તો, ચિલ્લલક, તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધાં એકવાન છે ? ગૌતમ ! તેઓ એકવચન છે. ભગવન્ ! મનુષ્ય યાવત્ ચિલ્લક આદિ બધાં બહુવચન છે? હા, ગૌતમ ! છે. ભગવન્ ! માનુષી, ભેંસ, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાલણી, બિલાડી, કૂતરી, શિકારી કુતરી, લોકડી, સસલી, ચિતિ, ચિલ્લલિકા, તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધાં વાચી છે? હા, ગૌતમ ! છે. ભગવન્ ! મનુષ્ય યાવત્ ચિલક આદિ બધાં પુરુષ વાચી છે ? ગૌતમ ! તે બધાં પુરુષવાચી છે. ભગવન્ ! કંસ, કંસોય, પરિમંડલ, શૈલ, સ્તૂપ, જાલ, સ્થાલ, તાર, રૂપ, અક્ષિપર્વ, કુંડ, પદ્મ, દૂધ, દહીં, નવનીત, અશન, શયન, ૬૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભવન, વિમાન, છત્ર, ચામર, શૃંગાર, કળશ, આંગણ, નિરંગણ, આભરણ, રત્ન, તે સિવાયના તેવા પ્રકારના બીજા બધાં નપુંસકવાસી છે ? ગૌતમ ! તે બધાં નપુંસકવાચી છે. ભગવન્ ! પૃથ્વી સ્ત્રીવાચી, અપુરુષવાસી, ધાન્ય નપુંસકવાસી. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? ગૌતમ ! તેમજ છે. ભગવન્ ! પૃથ્વી-સ્ત્રી આજ્ઞાપની, અપ્પુરુષ આજ્ઞાપની, ધાન્ય-નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? હા, ગૌતમ ! પૃથ્વીને ઉદ્દેશીને સ્ત્રી આજ્ઞાપની આદિ ભાષા પ્રજ્ઞાપની છે મૃત્યા નથી. ભગવન્ ! પૃથ્વીને વિશે સ્ત્રી પ્રજ્ઞાપની એ ભાષા આરાધની છે? પૃષા નથી ? ગૌતમ ! અવશ્ય, તે ભાષા આરાધની છે, મૃષા નથી. ભગવન્ ! એ પ્રમાણે સ્ત્રી-પુરુષ-નપુંસક વચન બોલતો સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! તેમ છે. • વિવેચન-૩૭૮ : ભગવન્ ! મનુષ્ય, પાડો ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ તેવા એક વયનાંત શબ્દો, તે એક્વચન પ્રતિપાદક ભાષા છે ? અહીં પ્રશ્નનો અભિપ્રાય આ છે ? ધર્મો અને - ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનંતા ધર્મો છે. મનુષ્યાદિના કથનમાં ધર્મ-ધર્મીના સમુદાય રૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કેમકે તેવો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન, બહુ અર્થમાં બહુવચન આવે છે. - ૪ - માટે પૂછે કે આ બધી એવચન પ્રતિપાદક ભાષા છે ? ભગવંત કહે છે. – અવશ્ય, આ બધી એવ ં પ્રતિપાદક ભાષા છે. અર્થાત્ શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને તે પ્રયોજન વશથી કોઈ સ્થળે, કોઈ સમયે, કથંચિત્ ભિન્ન-ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમકે એક જ પુરુષ પુત્ર અપેક્ષાથી પિતા છે, તે જ પુત્રને ભણાવે ત્યારે તે જ પુરુષ ઉપાધ્યાય કહેવાય છે. તેમાં ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એકવચન થાય છે અને ધર્મો ધર્મી અંતર્ગત્ હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. - ૪ - ૪ - માટે આ બધી વાણી એકવચન દર્શાવે છે. અહીં સંશયનું કારણ આ છે – મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. - x - તો અહીં બહુવચન શી રીતે ઘટે? વળી બહુવચન વડે પણ વ્યવહાર જણાય છે. માટે પ્રશ્ન કરે છે ? આ બધી બહુવચન પ્રતિપાદક ભાષા છે ? હા, ગૌતમ ! અવશ્ય તેમજ છે. અર્થાત્ જો કે આ બધાં જાતિવાચક શબ્દો છે, તો પણ જાતિ એ સમાન પરિણામરૂપ છે, અને સમાન પરિણામ, વિશેષ પરિણામ સિવાય હોતો નથી. - X - અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમકે ઘડાઓ. પણ તે જ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે તેના કથનમાં એકવયન ઘટી શકે. જેમકે સર્વ ઘટ પહોળા આદિ છે. મનુષ્યો
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy