SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૩|નર-૧/૯૨ ૬૧ છે કેમકે સદા અસિત્વ યુક્ત છે, અનંતકાળ હોવાથી ભાવિ વિચારણાથી સદા હશે. એ પ્રમાણે ત્રિકાળ વિચારણામાં અસ્તિત્વનો પ્રતિષેધ જણાતો નથી. અસ્તિત્વથી પ્રતિપાદિત કરે છે - હતી, છે, રહેશે. એ રીતે ત્રિકાળભાવિત્વથી ધ્રુવ છે, નિયત અવસ્થાન ધર્માસ્તિકાયાદિવત્ છે નિયતત્વથી શાશ્વતી છે કેમકે પ્રલયનો અભાવ છે. શાશ્વતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહ પ્રવૃત્ત છતાં પદ્મ પૌંડરીક દ્રહ માફક બીજા પુદ્ગલ વિયટન છતાં બીજા પુદ્ગલના ઉપયયથી. અક્ષય, અવ્યય, સૂર્યમંડલાદિ માફક સ્વપ્રમાણ અવસ્થિત, સદા અવસ્થાનથી વિચારતા જીવસ્વરૂપ માફક નિત્ય છે અથવા ધ્રુવ આદિ શબ્દ પર્યાયવાચી છે. વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે કહેલ છે - - હવે અંતરને જણાવે છે – • સૂત્ર-૯૩ : ભગવન્ ! આ રત્નભાના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું કેટલું અબાધા આંતર કહ્યું છે? ગૌતમ! ૧,૮૦,૦૦૦ યોજન. ભગવન્ ! આ રત્નપ્રભાના ઉપરના સરમાંતથી ખરકાંડના નીચેના ચરમત સુધી અબાધા અંતર કેટલું છે ? ગૌતમ! ૧૬,૦૦૦ યોજન. ભગવન્ ! આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી રત્નકાંડના નીચેના સરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ ! ૧૦૦૦ યોજન. ભગવન્ ! આ રાપભાના ઉપરના ચરમાંતથી વજ્ર કાંડના ઉપરના ચરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ ! ૧૦૦૦ યોજન. આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી વજ્રકાંડના નીચેના ચરમાંતનું કેટલું અબાધા અંતર છે? ગૌતમ! ૨૦૦૦ યોજન. એ પ્રમાણે યાવત્ ષ્ટિકાંડના ઉપર સુધી ૧૫,૦૦૦ યોજન, નીચેના સરમાંત સુધી ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહેલ છે. ભગવન્ ! આ ભૂપભાના ઉપરના ચરમાંતથી પંકબહુલ કાંડના ઉપરના ચરમાંત સુધી અબાધાથી કેટલું અંતર છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ યોજન. નીચેના ચરમાંત સુધી એક લાખ યોજન અબહુલ કાંડની ઉપર એક લાખ યોજન, નીચેના ચરમાંતે ૧,૮૦,૦૦૦ યોજન. ઘનોદધિની ઉપરે ૧,૮૦,૦૦૦ યોજન, નીચેના ચરમાંત સુધી બે લાખ યોજન. ભગવન્ ! આ રત્નપ્રભાના ધનવાતના ઉપરના ચરમાંતથી ? બે લાખ યોજન. નીચેના ચરમાંતે અસંખ્યાત લાખ યોજન. રત્નાભાના તનુવાતના ઉપરના ચરમાંતે અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર, નીચેનું પણ અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર છે. એ પ્રમાણે અવકાશાંતરમાં પણ જાણવું. ભગવન્ ! બીજી પૃથ્વીના ઉપરના સરમાંતથી નીચેના ચરમાંતે કેટલું અબાધા આંતર કહ્યું છે? ગૌતમ ! ૧,૩૨,૦૦૦ યોજન. શર્કરા૫ભાના ઉપરના ઘનોદધિથી નીચેના સરમાંત સુધી ૧,૫૨,૦૦૦ યોજન અબાધા અંતર છે ઘનવાતનું અસંખ્યાત લાખ યોજન છે. એ પ્રમાણે વત્ અવકાશાંતર ચાવત્ અધઃસપ્તમી, ૬૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિશેષ એ-જે પૃથ્વીનું જેટલું બાહલ્સ છે, તેનો ઘનોદધિથી સંબંધ બુદ્ધિથી જોડવો. શર્કરાપભા અનુસાર ઘનોદધિ સહિત આ પ્રમાણ છે. જેમકે - ત્રીજીનું ૧,૪૮,૦૦૦ યોજન, પંકપ્રભાનું ૧,૪૪,૦૦૦, ધૂમ૫ભાનું ૧,૩૮,૦૦૦ યોજન, તમાનું ૧,૩૬,૦૦૦ યોજન, અધઃસપ્તમીનું ૧,૨૮,૦૦૦ યોજન અંતર યાવત્ અધઃસપ્તમીમાં ઉપરના ચરમાંતથી અવકાશાંતરના નીચેના સરમાંત સુધી કેટલું અબાધા અંતર કહ્યું છે ? ગૌતમ ! અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર કહ્યું છે. • વિવેચન-૯૩ : રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનું પહેલા ખરકાંડ વિભાગનું ઉપરના ચરમાંતથી જે નીચેનું ચરમ પર્યન્તનું અંતર કેટલા યોજન પ્રમાણ, અવ્યાઘાતરૂપથી અંતર કહ્યું છે ? ભગવંતે કહ્યું – એક લાખ યોજન પ્રમાણ અંતર કહ્યું છે. [બાકી સૂત્રાર્થ મુજબ જ નૃત્યર્થ છે. માટે નોંધેલ નથી.] - ૪ - ૪ - પ્રત્યેક કાંડમાં બબ્બે આલાવા કહેવા. કાંડના નીચેના ચરમાંતથી વિચારતા ૧૦૦૦ યોજન પરિવૃદ્ધિ કરવી ચાવત્ રિષ્ઠકાંડના અધસ્તન ચરમાંતથી કહેતા ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. એ પ્રમાણે રત્નપ્રભાતના રત્નકાંડના ઉપરી ચરમાંત થકી પંકબહુલ કાંડનું ઉપરી ચરમાંત ઈત્યાદિ [વૃત્તિમાં જે કંઈ પ્રશ્નોત્તર છે, તે બધાં સૂત્રાર્થ અનુસાર હોવાથી નોંધેલ નથી.] ભગવન્! બીજી પૃથ્વીના ઉપરી ચરમાંતથી નીચેના ચરમાંત સુધી કેટલા પ્રમાણમાં અબાધા અંતર કહ્યું છે? ૧,૩૨,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. ઈત્યાદિ - ૪ - X + X - સૂત્રાર્થવત્. • સૂત્ર-૯૪ ઃ ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીની અપેક્ષાથી બાહલ્સથી શું તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગણી છે ? વિસ્તાર અપેક્ષાએ તુલ્ય, વિશેષહીન કે સંખ્યાતગુણ હીન છે? ગૌતમ! રત્નપ્રભા, શકરપ્રભા અપેક્ષાથી બાહલ્ય થકી તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યાતગુણ નથી. વિસ્તારથી તુલ્ય નથી, વિશેષ હીન છે, સંખ્યાતગુણ હીન નથી. ભગવન્! બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી અપેક્ષાએ બાહલ્સથી શું તુલ્ય છે ? પૂર્વવત્ કહેવું. એ રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી કહેવી. ભગવન્ ! છઠ્ઠી પૃથ્વી, સાતમી પૃથ્વીની અપેક્ષાએ શું તુલ્ય વિશેષાધિક, સંખ્યાતગુણ બાહત્યથી છે ? પૂર્વવત્ કહેવું. - x - • વિવેચન-૯૪ : આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વી શર્કરપ્રભાને આશ્રીને બાહલ્ય-પિંડ ભાવથી શું તુલ્ય, વિશેષાધિક, સંખ્યેય ગુણ છે ? આ ત્રણ પ્રશ્ન છે. [શંકા] પહેલી ૧,૮૦,૦૦૦ યોજન છે, બીજી ૧,૩૨,૦૦૦ યોજન છે, તે અર્થ જ્ઞાત હોવાથી આ પ્રશ્ન જ અયુક્ત છે. - ૪ - સત્ય છે, કેવલ આ જ્ઞ પ્રશ્ન છે, અન્યના મોહના અપોહાર્થે છે. તે સ્વ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy