SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-/૬૬ કહ્યા. હવે સ્થિતિ પ્રતિપદનાર્થે કહે છે -સૂત્ર-૬૭ - ભગવન્ ! નપુંસકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. ભગવન્ ! નૈરયિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેીશ સાગરોપમ. બધાં નારકોની સ્થિતિ અહીં કહેવી. ૩૯ ભગવન્ ! તિર્યંચયોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ, ભગવન્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ. બધાં એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી. બેઈન્દ્રિયથી ઉરિન્દ્રિયની સ્થિતિ કહેતી. ભગવન્ ! પંચેન્દ્રિય સિયોનિક નપુંસકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. આ પ્રમાણે જલચર તિર્યંચ, ચતુષ્પદ-લલચર, ઉરગ પરિસર્પ, ભુજગ પરિસર્પ, ખેચર તિર્યંચ બધાંને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ભગવન્ ! મનુષ્ય નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ધર્મચરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. કર્મભૂમજ ભરત-ઐરવત-પૂર્વવિદેહપશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકની પણ તેમજ, ભગવન્ ! અકર્મભૂમગ મનુષ્યનપુરાકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આંતર્મુહૂ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી, એ પ્રમાણે અંતર્દીપક સુધી કહેવું. ભગવન્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્ ! નૈરયિક નપુંસક ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ એ પ્રમાણે [પ્રત્યેક નસ્કપૃથ્વીની સ્થિતિ જાણવી. ભગવન્ ! તિર્યંચયોનિક નપુંસકની સ્થિતિ? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસકની, વનસ્પતિકાયિકની પણ એમજ જાણવી. બાકીનાની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક. બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સ્થિતિ છે. ભગવન્ ! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકની સ્થિતિ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. આ પ્રમાણે જલચર તિર્યંચ-ચતુષ્પદ, ભગવન્ ! જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સ્થલચર, ઉરગારિસ, ભુજગરિસર્પ, મહોરમોને પણ કહેવા. મનુષ્ય નપુંસકને ? ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. આ પ્રમાણે કર્મભૂમક, ભરત-ૌરવત-પૂર્વ પશ્ચિમ વિદેહમાં પણ કહેવું. ભગવન્ ! કર્મભુમક મનુષ્ય નપુંસક ? જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે તપક સુધી. ભગવન્ ! નપુંસકને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ ! જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક શત સાગરોપમ પૃથકત્વ. નૈરયિક નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકા. રત્નપભા પૃથ્વી આદિ નૈરયિકોનું પણ એમજ જાણવું. તિર્યંચયોનિક નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ. એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૦૦૦ સાગરોપમ, સંખ્યાત વર્ષોં અધિક. પૃથ્વી-અદ્-તેઉ-વાયુનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, વનસ્પતિકાયિકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોક, બાકીના બેઈન્દ્રિયાદિનું યાવત્ ખેચર, જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ४० મનુષ્ય નપુંસકનું ક્ષેત્રને શ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચાત્રિ ધર્મને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. ચાવત્ દેશોન અપુદ્ગલ પરાવ, એ પ્રમાણે કર્મભૂમકનું પણ. ભરત-ઐરવત, પૂર્વ-પશ્ચિમ વિદેહનું પણ છે. ભગવન્ ! કમભૂિમક મનુષ્ય નપુંસકનું કેટલો કાળ ? જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, અંતર્દીપક સુધી. • વિવેચન-૬૭ : નપુંસકમાં અંતર્મુહૂર્ત સ્થિતિ તિર્યંચ મનુષ્ય અપેક્ષાએ જાણવી. તેત્રીશ સાગરોપમ સાતમી નારકપૃથ્વી અપેક્ષાએ જાણવા. આ સ્થિતિ સામાન્યથી કહી. વિશેષ વિચારણાવૈરયિક નપુંસક વિષયક-સામાન્યથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. વિશેષથી રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકની સ્થિતિ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. શર્કરાપૃથ્વીનૈરયિક નપુંસકની જઘન્યથી એક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. એ રીતે પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછી-પછીની જઘન્ય સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ આ રીતે – વાલુકાપ્રભા સાત સાગરોપમ, પંકપ્રભા દશ સાગરોપમ, ધૂમપ્રભા ૧૭-સાગરોપમ, તમઃપ્રભા ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ-૩૩સાગરોપમ. ક્યાંક અતિદેશ છે - પ્રજ્ઞાપનાના સ્થિતિપદ મુજબ જાણવું.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy