SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૪૭,૪૮ ૧૯ Boo જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ - જઘન્યથી બધે અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉદ્ધના બીજી પૃથ્વીથી સહસાર કક્ષા સુધીના અંતરમાં બધાં જીવ સ્થાનોમાં ઉત્પાદ છે. ક્યાંક આ અંગે સંગ્રહણી ગાથા છે – આ બંને ગાવાની વ્યાખ્યા આ પ્રમાણે - ગર્ભ વ્યુત્ક્રાંતિક જલયરોની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. ચતુષ્પદોની છ ગાઉ છે, ઉર:પરિસર્પોની હજાર યોજના છે. ભુજપરિસર્પોની ગાઉ-પૃથકવ, પક્ષીઓની ધનુષપૃથકત્વ. તથા ગર્ભવ્યુત્ક્રાંતિકોમાં જલચરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી છે. ચતુષ્પદોની ત્રણ પલ્યોપમ, ઉગ અને ભુજગોની પૂર્વકોટી પક્ષીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્પાદવિધિ - નરકમાંથી આ ગાથાઓથી જાણવી - અસંજ્ઞી પહેલી સુધી, સરીસૃપ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સીંહ ચોથી સુધી, ઉરગો પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી, આટલો પમ્પ ઉપપાત નકપૃથ્વીમાં જાણવો. હવે મનુષ્યને પ્રતિપાદનાર્થે કહે છે - • સૂત્ર-૪૯ : તે મનુષ્યો શું છે? તે બે ભેદ કહ્યા છે. તે આ રીતે – સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો. ભગવન સંમૂર્ણિમ મનુષ્યો ક્યાં સંમૂચ્છે છે ? ગૌતમ ! મનુષ્ય ફોનની અંદર યાવતું કરે છે. ભગવાન છે તે જીવોને કેટલા શરીરે કહ્યા છે? ગૌતમ ત્રણ શરીરો છે, તે આ - ઔદાકિ, વૈજસ, કામણ. તે આ સંમૂર્ણિમ મનુષ્યો છે. તે ગર્ભભુકાંતિક મનુષ્યો શું છે ? ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, કમભૂમક, અંતર્લિપજ. એ પ્રમાણે મનુષ્યના ભેદો, જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ નિરવશેષ કહેવું યાવત છાસ્થ અને કેવલી. તે સંક્ષેપથી બે ભેદે કહા છે - પ્રયતા અને અપયતા. - ભગવાન ! તે જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ પાંચ શરીરો છે. • ઔદારિક ચાવ કામણ. શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. છ સંઘયણ છ સંસ્થાન. ભગવતા તે જીવો શું કોઈકષાયી યાવતુ લોભકષાયી છે કે કષાયી ? ગૌતમ ! બધાં છે... ભગવન! તે જીવો શું આહાર-સંજ્ઞોપયુકત યાવતું લોભ સંજ્ઞોપયુક્ત છે, નોસંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ! તે પાંચે છે... ભગવન! તે જીવો 8 કૃણલેયી છે કે યાવત અલેચ્છી ? ગૌતમ ! તે સાતે છે... શ્રોએન્દ્રિયોપયુક્ત યાવતુ નોઈન્દ્રિયોપયુકત છે. બધાં સમુઘાતો - વેદના ચાવત કેવલી સમુદઘાત. - સંજ્ઞી પણ છે, નોસંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. સ્ત્રીવેદનાળા યાવત્ અવેદી પણ છે. પાંચે પાપ્તિ, ત્રણે દષ્ટિ, ચાર દશનો, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ છે. જે જ્ઞાની, તેમાં કોઈક બે જ્ઞાની, કોઈક ત્રણ જ્ઞાની, કોઈક ચાર જ્ઞાની, કોઈક એક જ્ઞાની છે તેમાં જે બે જ્ઞાનવાળા છે, તે નિયમા અભિનિભોધિકાની અને શ્રુતજ્ઞાની છે. જે ત્રણજ્ઞાનનાળા છે તે આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે અથવા અભિનિબૌધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યવજ્ઞાની છે. જે ચર જ્ઞાની છે તે - અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનાયવજ્ઞાની છે જે એક જ્ઞાની છે તે નિયમાં કેવળજ્ઞાની છે. એ પ્રમાણે અજ્ઞાની, પણ ગણવા. બે અજ્ઞાની કે ત્રણ અજ્ઞાની છે. મનોયોગી પણ, વચન અને કાયયોગી પણ, અયોગી પણ છે. ઉપયોગ બે ભેદ છે. આહાર છ દિશાથી છે. ઉષપાત - અધસતમીને વજીને બાકીના નૈરયિકમાંથી આવે. અસંખ્યાત વષયકને વજીને બાકીના તિર્યંચોમાંથી, અકર્મભૂમિજતદ્વિપજ - અસંખ્યાત વષ િસિવાયના મનુષ્યોમાંથી, બધાં દેવોમાંથી આવીને ઉપજે. સ્થિતિ-જઘન્યથી અંતમુહુર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, બંને રીતે કરે છે. ઉદ્ધતીને નૈરયિકાદિમાં યાવતુ અનુત્તરોપાતિકોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય યાવતું દુઃખોનો અંત રે છે. ભગવન્! તે જીવોની કેટલી ગતિ, કેટલી આગતિ છે? ગૌતમ! પાંચ ગતિ અને ચાર આગતિ, પરિત્તા સંખ્યાના કહ્યા છે. • વિવેચન-૪૯ : તે મનુષ્યો કોણ છે ? આચાર્ય કહે છે – મનુષ્યો બે ભેદે કહ્યા છે - સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો. ૨ શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે. તેમાં સંમૂર્ણિમ મનુષ્ય પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સંમૂર્ણિમ મનુષ્યો કયાં સમૂચ્છે છે ? ગૌતમ ! મનુષ્યક્ષેત્ર અંદર પીસ્તાળીસ લાખ યોજનમાં, અઢીદ્વીપ સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, બીશ અકર્મભૂમિમાં, છપ્પન અંતદ્વિપમાં ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના જ ઉચ્ચાર, પ્રસવણ, કફ, સિંધાણ, વમન, પિત્ત, લોહી, વીર્ય, પરિસડન શુક પુદ્ગલમાં, મૃત જીવ કલેવરોમાં, સ્ત્રી-પુરુષના સંયોગોમાં, નગરની ખાળમાં, બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્છાિમ મનુષ્યો સમૂચ્છે છે. તે અંગુલના અસંખ્યાત ભાગ અવગાહનાથી, અસંજ્ઞી, મિથ્યાદૈષ્ટિ, બધી પયતિથી પિયત, તમુહૂર્વ આયુમાં કાળ કરે છે. હવે શરીરાદિ દ્વારા પ્રતિપાદનાર્થે કહે છે - ત્રણ શરીરો - ઔદારિક, તૈજસ, કામણ. અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ, સંહન-સંસ્થાન-કષાય-ક્લેશ્યા દ્વારો, બેઈન્દ્રિય સમાન છે. ઈન્દ્રિય દ્વારમાં પાંચ ઈન્દ્રિયો, સંજ્ઞીદ્વાર - વેદ દ્વાર પણ બેઈન્દ્રિયવતું, પતિ દ્વારમાં અપતિઓ પાંચ. દષ્ટિ-દર્શન-જ્ઞાન-યોગ-ઉપયોગ દ્વારો, પૃથ્વીકાયિક સમાન, આહાર-બેઈન્દ્રિયવતું. ઉપપાત-નૈરયિક, દેવ, તેઉ, વાયુ-અસંખ્યાતવષય વજીને આવે. સ્થિતિ-જઘન્ય અને ઉકર્ષથી અંતર્મુહર્ત પ્રમાણ છે. વિશેષ આ - જઘન્ય પદથી ઉત્કૃષ્ટને અધિક જાણવું. મારણાંતિક સમુધ્ધાતથી સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ. ઉદ્વર્તીને નૈરયિક, દેવ, અસંખ્યાતવર્ષાયુ વર્જીને બાકીના સ્થાનોમાં ઉપજે. તેવી જ બે ગતિક - બે આગતિક છે, તિર્યંચ - મનુષ્ય ગતિની અપેક્ષા છે પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યાતા કહ્યા છે.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy