SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૪૯ ૨૦૧ સંમૂર્ણિમ મનુષ્યો કહ્યા. હવે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય તે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો કોણ છે ? આચાર્ય કહે છે – ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યો ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમજ, અકર્મભૂમજ, અંતર્લિપજ. તેમાં વર્ષ - કૃષિ, વાણિજ્યાદિ અથવા મોક્ષાનુષ્ઠાન. કર્મપ્રધાન ભૂમિ જેમાં છે તે કર્મભૂમકા. એ રીતે અકર્મ-યોd કમરહિત ભૂમિ જેમાં છે તે અકર્મભૂમકા. અંતર શબ્દ • મધ્ય'નો વાયક છે. કૉંતર - લવણસમુદ્રની મધ્યે દ્વીપો તે અંતદ્ધિપગા. ઉક્ત પ્રકારથી મનુષ્ય ભેદો કહેવા, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યા છે. તે સંપથી પર્યાપ્તા-અપયક્તિા છે, પાઠસિદ્ધ છે. શરીરાદિ દ્વાર વિચારણામાં - શરીર દ્વારમાં પાંચ શરીરો – દારિક, વૈક્રિય, આહાક, તૈજસ અને કામણ. મનુષ્યોમાં બધાં સંભવે છે અવગાહના દ્વારમાં - જઘન્ય અવગાહના ગુલનો અસંખ્યાત ભાગ અને ઉકાટથી ત્રણ ગાઉં. સંવનન દ્વામાં છે એ સંસ્થાન. સંસ્થાન દ્વારમાં છ એ સંસ્થાનો છે. કષાય દ્વારમાં ક્રોધ કષાયી - માન કષાયી - માયા કષાયી - લોભકપાયી અને અકષાયી પણ છે. કેમકે વીતરાગ મનુષ્યોનું અકષાયીપણું છે. સંજ્ઞા દ્વારમાં - આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, લોભ સંજ્ઞા ચારેથી યુક્ત, નોસંજ્ઞોપયુક્તા છે. નિશ્ચયથી વીતરાગમનુષ્યો, વ્યવહાચ્છી બધાં ચારિત્રિને લોકોત્તર ચિત લાભથી તેમને દશે સંજ્ઞાઓથી રહિતપણું હોય છે. કહ્યું છે - “સર્વે નિવણ સાધક લોકોતરાશ્રય જાણવા, બધી સંજ્ઞા લોકાશ્રયી છે, ભવરૂપ અંકુર માટે જળ સમાન છે.” I લેસ્યાદ્વારમાં - કૃષ્ણ, નીલ, કાપોત, તેઉ, પા, શુક્લ એ છ લેશ્યા અને અલેશ્ય. તેમાં અલેશ્યા પરમશુક્લધ્યાયી અયોગી કેવળીને હોય. ઈન્દ્રિયદ્વારમાં - શ્રોબેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય યુક્ત તથા નોઈદ્રિય ઉપયુક્ત. તેમાં નોઈન્દ્રિયોપયુકત તે કેવલી. સમુઠ્ઠાત દ્વારમાં સાતે સમુદ્ગાતો છે. મનુષ્યોમાં બધાંનો સંભવ છે. સમુદ્યાત સંગ્રાહિકા આ ગાથા- વેદન, કષાય, મારણાંતિક, વૈક્રિય, આહાર, કેવલિ-સમુદ્ગીત કહેવા. સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી, નોસંજ્ઞી નોકસંજ્ઞી, તેમાં નોસંજ્ઞીનો અસંજ્ઞી તે કેવલી. વેદદ્વારમાં સ્ત્રીવેદી પણ છે, પુરુષવેદી-નપુંસકવેદી, અવેદી પણ છે. - પતિ દ્વારમાં પાંચ પતિઓ અને પાંચ પતિઓ છે. ભાષા અને મને પતિની એકવ વિવાથી પાંચ કહી. દૈષ્ટિ દ્વારમાં ત્રણ દૈષ્ટિઓ છે. તે આ - કેટલાંક મિથ્યાર્દષ્ટિઓ, કેટલાંક સમ્યગૃષ્ટિઓ, કેટલાંક સખ્યમિટ્યાદેષ્ટિઓ છે. દર્શનદ્વારમાં - ચાર દર્શનો છે, તે આ - ચક્ષુર્દશન, અયસુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન. જ્ઞાનદ્વારમાં - જ્ઞાની અને અજ્ઞાની છે. તેમાં મિથ્યાદૈષ્ટિને અજ્ઞાની અને સમ્યગુપ્ટિવાળા તે જ્ઞાની છે. જ્ઞાની તે પાંચ-મતિ જ્ઞાનાદિ છે. અજ્ઞાની તે કણ-મતિ અજ્ઞાનાદિ છે. તેની ભજના કહેવી. તે ભજના આ પ્રમાણે છે - કેટલાંક બે જ્ઞાની, કેટલાંક ત્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, કેટલાંક એક જ્ઞાની છે. તેમાં જે બે જ્ઞાનવાળા છે, તે નિયમા આભિનિબોધિક ૨૦૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ જ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે અથવા આભિનિબોધિકાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે કેમકે અવધિજ્ઞાન વિના પણ મન:પર્યવજ્ઞાન સંભવે છે. સિદ્ધ પ્રાભૃત આદિમાં તથા અનેક ભેદે અભિધાનચી છે. જે ચાર જ્ઞાનવાળા છે તે - આભિનિબોધિકાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની છે. જે એકજ્ઞાની છે તે કેવળજ્ઞાની છે. કેવલજ્ઞાનના અભાવે બાકીના જ્ઞાનો ચાલ્યા જાય છે. “છાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં" એ વચનથી. (શંકા) કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શેષ જ્ઞાનો કેમ ચાલ્યા જાય છે ? જેટલા જે બાકીના મત્યાદિ જ્ઞાનો પોત-પોતાના આવરણના ક્ષયોપશમથી જન્મે છે, તેનાથી નિર્મળ સ્વ-સ્વ આવરણ વિલય થતાં, તે ચારિત્ર પરિણામવતુ શોભન થાય. કહ્યું છે - આવરણોના દેશથી વિગમ વડે મતિ-ગૃતાદિ થાય છે. આવરણના સર્વ વિગમમાં તે જીવને તે કેમ ન હોય ? કહે છે – જેમ જાત્ય મસ્કત, મણી આદિ જ્યાં સુધી બધો મળ ચાલ્યો ન જાય, ત્યાં સુધી જે - જે દેશથી મલવિલય થાય તે-તે દેશથી અભિવ્યક્તિ થાય છે. તે કવચિત-કદાચિ-કથંચિત અનેક પ્રકારે થાય છે. તે રીતે આત્મા પણ સર્વકાળ - x • જેટલા મળથી વિલય પામે • x • તેટલો શુદ્ધ થાય, દેશથી કર્મમલોચ્છેદ થતાં તેટલું જ્ઞાન ઉપજે. તે અનેક પ્રકારે થાય * * આ અનેક પ્રકારના મતિ-સ્મૃતાદિ ભેદથી જાણવી. જેમ મકત-મણિ આદિનો સવ મલ ચાલ્યો જાય, ત્યારે સમસ્ત દેશ સ્પષ્ટ થઈ જાય - x • તેમ આત્મા પણ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના પ્રભાવથી સર્વ આવરણ વિચ્છેદ થતાં અતિ પરિક્રૂટ સર્વ વસ્તુ પર્યાય પ્રપંચ સાક્ષાત્કારી જ્ઞાન ઉપજે છે. * * * * * જે અજ્ઞાની છે, તે બે અજ્ઞાની કે ત્રણ અજ્ઞાની છે. તેમાં જે બે અજ્ઞાની છે, તે મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે તે મતિઅજ્ઞાની, શ્રુતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે. યોગદ્વારમાં મનોયોગી, વાગોગી, કાયયોગી, અયોગી છે. તેમાં અયોગીપણું શૈલેશી અવસ્થા પ્રતિપક્ષને હોય છે. ઉપયોગ દ્વાર અને આહાર દ્વાર બેઈન્દ્રિયવત્ છે. ઉપપાત - અધ:સપ્તમી નાકાદિ વજીને કહ્યો. કહ્યું છે કે – સાતમી નાક પૃથ્વીમાં તેજસ્કાયિક, વાયુકાયિક અનંતર ઉદ્વર્તીને માનુષ્યને પામતા નથી. સ્થિતિદ્વારમાં - જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કટથી ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. સમુઠ્ઠાતને આશ્રીને મરણવિચારણા કરતા સમવહત થઈને પણ મરે, અસમવહત પણ મરે. - ચ્યવનદ્વારમાં - અનંતર ઉદ્વર્તીને બધાં નૈરયિકોમાં, બધાં તિર્યંચયોનિકોમાં, બઘાં મનુષ્યોમાં, બધાં દેવોમાં અનુત્તરોપપાતિક સુધી જાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધમુકત-પરિનિવૃત અને સર્વે દુઃખોના અંતકર થાય છે તેમ કહેવું. તેમાં આણીમાદિ ઐશ્વર્ય પ્રાપ્તિથી તવાવિધ મનુષ્યવૃત્વ અપેક્ષાએ નિહિતાર્થ થાય, અહીં અસર્વજ્ઞ પણ કોઈ સિદ્ધ છે તેમ કહે, તેથી આવા પ્રત્યયને ટાળવા કહ્યું – “બુધ્યતે' નિસવરણત્વથી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy