SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૧૮૦ ૨૦૯ છે. તેમાં ઉતરીને હાથ-પગ ધુવે છે, ધોઈને'ક મોટું શ્વેત રજતમય વિમલ-સવિલ પૂર્ણ મત ગજના મોટા મુખની આકૃતિ સમાન ભંગારને ગ્રહણ કરે છે. શૃંગાર ગ્રહણ કરીને ત્યાં જે ઉત્પલ, પા યાવત્ શતસહયો છે, તેને ગ્રહણ કરે છે, કરીને નંદા પુષ્કરિણી થકી બહાર નીકળે છે. બહાર નીકળીને જે તરફ સિદ્ધાયતન છે, તે તરફ જવાને નીકળે છે. ત્યારપછી તે વિજયદેવના ૪ooo સામાનિક દેવો યાવતુ બીજી પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને ચાવવું કેટલાંક હાથમાં સહમ્રપત્રો લઈને વિજય દેવની પાછળ-પાછળ જાય છે. ત્યારે તે વિજયદેવના ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ હાથમાં કળશ લઈને યાવતુ હાથમાં ધૂપ કડછાં લઈને વિજય દેવની પાછળ-પાછળ જાય છે. ત્યારપછી વિજય દેવ ૪ooo સામાનિકો યાવતુ બીજી પણ ઘણાં બંતર દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિથી, સર્વ તિથી યાવતું નિઘોંપ-નાદિત-રવથી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાયતનની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વના દ્વારેથી અનુપ્રવેશ કરે છે. સિદ્ધાવતનમાં પ્રવેશીને જ્યાં દેવછંદક છે ત્યાં આવે છે, ત્યાં આવીને જિનપતિમાને જોતાંની સાથે પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. મોરપીંછી લઈને જિનપતિમાને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને સુગંધી ગંધોદક વડે ન્દુવડાવે છે, હૃડાવી દિવ્ય સુગંધી ગંધ કાપાયિત વડે ગમો લુંછે છે. લુછીને સરસ ગોશીષ ચંદન વડે ગાત્રોને લીપ છે. લીંપીને જિનપતિમાને ન ફાટેલા શેત દિવ્ય દેવદુષ્ય યુગલ પહેરાવે છે. ત્યારપછી અગ્ર પ્રધાન ગંધ અને મારા વડે ચર્ચા કરે છે, અર્ચા કરીને પુwારોહણ, ગંધારોહણ, માલ્યારોહણ, વણધરોહણ, ચૂણરોહણ અને આભરણારોહણ કરે છે. કરીને પછી ઉપરથી નીચે સુધી લટકતી એવી, વિપુલ અને ગોળ મોટી-મોટી માળાઓ ચઢાવે છે. ત્યારપછી સ્વચ્છ, શેત, રજતમય ચમકદાર ચોખા વડે જિનપતિમાં આગળ આઠ-આઠ મંગલ આલેખે છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવતું દર્પણ. આઠઆઠ મંગલ આલેખે છે, આલેખીને કચગાહથી ગૃહીત અને કરતલથી મુક્ત થઈને વિખરાયેલ પંચવણ પુષ્પોથી પુષોપચાર કરે છે. ત્યારપછી ચંદ્રકાંત મણિ, વજમણિ, વૈડૂર્ય મણિથી યુક્ત નિર્મળ દંડવાળા, કંચન-મણી-રતનોની વિવિધ રૂપોમાં ચિકિત, કાલો અંગ્રેષ્ઠ ઉદર-તુકની ધૂપની ઉત્તમ ગંધથી યુકત ધૂપને છોડતા, વૈડૂર્યમય કડુચ્છકને લઈને સાવધાની સાથે ધૂપ દઈને સાત-આઠ પગલાં પાછળ સરકી જિનવરોની ૧૦૮ વિશુદ્ધ ગ્રંથયુકત, મહાછંદોવાળી, આથયુકત અને પુનરુક્ત સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. 18/14] ૨૧૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્તુતિ કર્યા પછી ડાબો ઘૂંટણ ઉંચો રાખી, જમણો ઘૂંટણ જમીનને લગાડી ત્રણ વખત પોતાનું મસ્તક જમીન ઉપર નમાવે છે. પછી થોડા ઉંચા ઉઠાવીને પોતાની કટક અને કુટિતથી ખંભિત ભાઓને સંકોચીને, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને પ્રમાણે બોલે છે - નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને યાવતું સિદ્ધિ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ કહી વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને જ્યાં સિદ્ધાયતનનો બહુમધ્યદેશ ભાગ છે, ત્યાં આવે છે. આવીને દિવ્ય જળધારાથી તેનું સીંચન કરે છે. કરીને સસ્સ-ગોશીષ ચંદનથી હાથોને લિપ્ત કરીને પાંચે આંગળીથી એક મંડલ બનાવે છે. મંડલ આલેખીને તેની ચર્ચા કરે છે. અચર કરીને કચગાહ ગૃહિત અને કરતલથી વિમુકત થઈને વિખરાયેલા પંચવર્તી ફુલોથી તેને પુષ્પોપચાર યુક્ત કરે છે અને ધૂપ દે છે. ધૂપ દઈને જ્યાં સિદ્ધાયતનની દક્ષિણ દિશા છે, ત્યાં જાય છે. દક્ષિણ દ્વારે જઈને વિજય દેવ મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને દ્વાર ચેટીઓ, શાલભંજિકાઓ અને વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને બહુ મધ્યદેશ ભાગમાં સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી અનુલિપન કરે છે. અનલિંપન કહીને અચ કરે છે. કરીને કચગાહ ગૃહિત યાવત પંજોપચાર કલિત કરે છે. કરીને ધૂપ આપે છે. ત્યારપછી જ્યાં મુખમંડપનો બહુમધ્ય દેશભાગ છે ત્યાં આવે છે, આવીને બહમધ્યદેશ ભાગમાં મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિચન રે છે. કરીને સરસ ગોfષ ચંદનથી પંચાંગુલિના તેલ વડે મંડલ આલેખે છે, આલેખીને ચર્ચા કરે છે. કરીને કચગ્રાહ યાવત્ ધૂપ આપે છે. ત્યારપછી મુખમંડપપશ્ચિમ દ્વાર છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી લે છે લઈને દ્વારચેટી, શાલભંજિકા અને વાલરૂપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીની દિવ્ય જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી યાવતું અર્ચા કરે છે કરીને ઉપરથી-નીચે સુધીની માળા લટકાવે છે. કચગાહરુવ પુષ્પ વિખેરે છે. દૂધ આપે છે. ત્યારપછી જે મુખમંડપની ઉત્તરની તંભ પંક્તિ છે ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી શાલભંજિકાદિને પ્રમાર્જે છે. દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોર/M. ચંદન લગાડી, પુwારોહણ યાવતુ ઉપરdી નીચે ફૂલ માળા લટકાવી, ફુલ વિખેરી, ધૂપ આપે છે. પછી મુખમંડપના પૂર્વ દ્વારે તે બધું જ કહેવું ચાવતું દ્વારની અનિકા. દક્ષિણ દ્વારે તેમજ કહેવું. ત્યારપછી ક્યાં પ્રેક્ષાગૃહમાં મંડપનો બહુમધ્ય દેશભાગ છે, જ્યાં જમય અક્ષાટક છે, જ્યાં મણિપીઠિકા છે. જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે. મો-પીંછી ગ્રહણ કરીને ભક્ષાટક અને સાસનને
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy