SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૩૯ ૨૦૩ ઉક્ત બીશમાંથી કેટલીક નાટ્યવિધિનો અત્રે ઉલ્લેખ છે જેમકે - કુત, વિલંબિત, કુતવિલંબિત આદિ મૂસાર્થવત જાણવી. -x •x - કેટલાંક દેવો ચાર પ્રકારે વાધ વગાડે છે. જેમકે - તત્ત - મૃદંગ - પટહ આદિ, વિતત - વીણાદિ, ઘન - કંસિકાદિ, સુપર - કાહલાદિ. કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતો ગાય છે. જેમકે – ઉક્લિપ્ત - પહેલાથી સમારંભ કરાતું, પ્રવૃત - ઉોપ અવસ્થાથી વિકાંત મનાકુ ભરથી પ્રવર્તમાન. મંદાય • મધ્યભાગમાં મૂઈનાદિ ગુણોપેતતાથી મંદ મંદ ઘોલનાત્મક. સેવિતાવસાન - યથોચિત લક્ષણોપેતતાથી ભાવિત, સત્યાપિત યાવત્ અવસાન. કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે. જેમકે - દાન્તિક, પ્રતિકૃતિક, સામાન્યતોવિનિપાતિક, લોકમધ્યાવસાનિક. આ અભિનય વિધિનાટ્યકુશલો પાસેથી જાણવી. કેટલાંક દેવો પોતાને પીન-સ્થૂળ બનાવે છે. કેટલાંક દેવો તાંડવરૂપ નૃત્ય કરે છે, કેટલાંક દેવો લાસ્યરૂપ નૃત્ય કરે છે. કેટલાંક દેવો છૂકાર કરે છે. કેટલાંક ચારે કરે છે. કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે. કેટલાંક દેવો કપદીને છેદે છે. કેટલાંક ગણે કરે છે. કેટલાંક દેવો ઘોડા માફક હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ કરે છે. કેટલાંક દેવો રથ માફક ઘણઘણે છે. કેટલાંક એ ત્રણે કરે છે. - - - કેટલાંક દેવો આસ્ફોટન કરે છે ઈત્યાદિ બધાં અર્થો સૂત્રાર્થમાં છે જ. તેથી વૃત્તિના અનુવાદ વડે તેની પુનરુક્તિ કરેલ નથી. [વૃત્યર્થ છોડી દીધો છે.] ચાવતુ કેટલાંક દેવો જવલે છે - જ્વાલામાલાકુલ થાય છે. કેટલાંક દેવો તપે છે - તપ્ત થાય છે. કેટલાંક દેવો પ્રતપત્તિ-વિશેષ તપ્ત થાય છે. કેટલાંક દેવો આ ગણે કરે છે. • x - x - કેટલાંક દેવો દેવોકલિકા કરે છે. દેવોના વાયુવતુ ઉકલિકા તે દેવોકલિકા. કેટલાંક દેવો દેવ હકણ કરે છે - ઘણાં દેવો પ્રમોદના ભારને વશ થઈ સ્વેચ્છા વચન વડે બોલ કરે છે, કોલાહલને દેવ કહકાહ કહે છે. કેટલાંક દેવો દહક કરે છે. ૨૦૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) દિશાના દ્વારથી નીકળે છે, નીકળીને જ્યાં અલંકારિક સભા છે ત્યાં આવે છે, આવીને તે આલંકારિક સભામાં અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી અનુપવેશે છે. પૂર્વના દ્વારેથી પ્રવેશીને જ્યાં સીંહાસન છે ત્યાં જાય છે, જઈને શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ બેસે છે. - ત્યારપછી તે વિજય દેવના સામાનિક પપૈદાના દેવો, અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયા! જલ્દીથી વિજયદેવના આલંકારિક ભાંડને અહીં લાવો. તેઓ પણ તે અલંકારિક ભાંડ કાવત્ લાવે છે. ત્યારપછી તે વિજયદેવે સર્વપ્રથમ પમ્પલસુકુમાલ દિવ્ય સુરભી ગંધકાશાયી વથી ગત્ર લુંછે છે. ગાત્રો લુંછીને સરસ ગોશીષચંદનથી ગામોને લિધે છે. સરસ ગોશીષચંદનથી ગામોને લીંપીને, ત્યારપછી નાકના ઉચ્છવાસ વડે ઉડે તેવા અને ચક્ષુર વર્ણ-સ્પર્શયુક્ત ઘોડાની લાળથી પણ અધિક મૃદુ, ધવલ અને સુવણથી અયિત છેડાવાળા, આકાશ-સ્ફટિક સર્દેશ પ્રભાવાળા, ન ફાટેલા, દિવ્ય દેવદૂધ્ય યુગલને ધારણ કરે છે, ધારણ કરીને હાર પહેરે છે. હાર પહેરીને એ રીતે એકાવલીને ધારણ કરે છે. એકાવલીને ધારણ કરીને એ પ્રમાણે આલાવા વડે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, કટક, ગુટિત, અંગદ, કેર દશ મુદ્રિકાનંતક, કટિસૂત્રક, મિ-અસ્થિસૂત્રક, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણી, મિરનોકટ, મુકુટને ધારણ કરે છે. ધારણ કરીને ગ્રંથિમ-વેષ્ટિમપૂમિ-સંઘાતિમ એ ચતુર્વિધ માલા વડે કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત વિભૂષિત કરે છે. કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરીને દર-મલય-સુગંધ ગંધિત ગંધ વડે ગામોને સુગંધી કરીને દિવ્ય પુષ્પમાળાને ધારણ કરે છે. ત્યારપછી તે વિજય દેવ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર એ ચતુર્વિધ અલંકારથી અલંકૃત્વ વિભૂષિત થઈને પતિપૂણલિંકાર થઈ સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને આલંકારિક સભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાય સભા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વ્યવસાયસભાને અનપદક્ષિણા કરતો-કરતો ઉત્તમ સહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે વિજય દેવના આભિયોગિક દેવો પુસ્તક રન લાવ્યા. ત્યારે તે વિજય દેવે પુસ્તકનને ગ્રહણ કર્યું. કરીને પુસ્તકનને ખોળામાં મૂકે છે. પુસ્તકનને મૂકીને તેને ઉઘાડે છે. પુસ્તકરત્ન ઉઘાડીને પુસ્તક રતનને વાંચે છે. પુસ્તકને વાંચીને તેના ધાર્મિક મન ગ્રહણ કરે છે. પુસ્તકરદનને પાછુ મુકે છે. મૂકીને તે સીંહાસનથી ઉભો થાય છે. • • ઉભો થઈને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને તે નંદા પુષ્કરિણીની અનપ્રદક્ષિણા કરતોકરતો પૂર્વ દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને પૂર્વ દિશાના કિસોપાન પ્રતિરૂપકથી ઉતરે કેટલાંક દેવો હાથમાં વંદન કળશ લે છે, કેટલાંક ભૂંગાર કલશ હાથમાં લે છે. એ રીતે આદર્શ, થાળી આદિ જાણવા. એ રીતે અતીવ તુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિ મનવાળા, પરમ સૌમનશ્ચિક, હર્ષના વશથી વિકસીત હૃદયી થઈ દોડાદોડ કરે છે. પછી તy vi (વન વૅ એ સૂત્ર પાઠસિદ્ધ છે. • સૂત્ર-૧૮૦ * ત્યારપછી તે વિજયદેવ મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થયેલો હતો તે સીંહાસનથી ઉભો થાય છે. સીંહાસન થકી ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy