SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૧૪૯ ૨૦૧ ૨૦૨ જીવાભિગમઉપાંગસુત્ર - સટીકઅનુવાદ/૨ જય થાઓ - વિજય થાઓ. હે નંદ ! હે ભદ્ર! આપનો જય-વિજય થાઓ. આપ ન જિતેલાને જીતો. જીતેલાનું પાલન કરો, અજિત શત્રુપક્ષને જીતો. જિતેલ મિત્રપાનું પાલન કરો. હે દેવી! તમે જીતેલા મદÀવાસ કરો. હે દેવ! આપ દેવોમાં ઈન્દ્રસમાન, તારામાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્ર સમાન, નાગોમાં ધરણ સમાન, મનુષ્યોમાં ભરd સમાન ઉપસર્ગ રહિત રહી, ઘણાં પલ્યોપમો, ઘણાં સાગરોપમો સુધી ૪૦૦૦ સામાનિકો યાવ4 સોળ હજાર આત્મરક્ષક દેવોનું વિજયા રાજધાની અને બીજી ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો-દેવીઓનું આધિપત્ય યાવ4 આજ્ઞશરવ અને સેનાપત્ય કરતા, પાલન કરતા વિચારો. એમ કહી મોટા-મોટા શબ્દોથી જય-જય શબદ કરે છે. • વિવેચન-૧૩૯ : તે કાળે, તે સમયે વિજય દેવ ઉપપાત સભામાં દેવ શયનીયમાં દેવદૂગથી અંતરિત, પહેલાં અંગુલનો અસંખ્યય ભાગ માત્રની અવગાહનાથી ઉત્પન્ન થયો. • x • x• પયક્તિમાં ભાષા અને મનઃપયક્તિ સમાપિત કાળ અંતર, પ્રાયઃ શેષ પતિ કાલાંતર અપેક્ષાથી થોડો હોવાથી એક પણે વિવક્ષા કરી છે. તેથી પાંચ પ્રકારની પર્યાતિથી પર્યાતિભાવને પામે છે - તેમ કહ્યું, ત્યારપછી વિજયદેવને પાંચ પ્રકારની પતિથી પયક્તિભાવ પામીને આવો - આવા સ્વરૂપનો સંકલપ ઉત્પન્ન થયો. કેવો ? તે કહે છે - મનમાં રહેલો, પણ હજી સધી વયનથી ન પ્રકાશતો એવો. વળી કેવો ? તે કહે છે - આધ્યાત્મિક + આત્મામાં રહેલ, તે અધ્યાત્મ. તેમાં થાય તે આધ્યાત્મિક અર્થાત આત્મવિષયક. સંકલ્પ બે ભેદે હોય. કોઈને આધ્યાત્મિક અને બીજાને ચિંતાત્મક તેમાં અહીં ચિંતાત્મકના પ્રતિપાદનાર્થે કહે છે. ચિંતા જન્મેલી છે, જેમાં તે ચિંતિત-ચિંતાત્મક. તે પણ કોઈને અભિલાષાત્મક થાય છે, કોઈને અન્યથા થાય. તેમાં આ અભિલાષાત્મક છે, તેથી કહે છે - પ્રાર્થન. પ્રાર્થ જન્મેલ છે જેમાં તે પ્રાર્થિત અર્થાત્ અભિલાષાત્મક. કેવા સ્વરૂપનો છે ? તે કહે છે - મારે શું પૂર્વે કરવા યોગ્ય છે, શું પછી કરવા યોગ્ય છે ? ઈત્યાદિ સુગમાં નિર્દેશ મુજબ જાણવું. વિશેષ આ પ્રમાણે – હિતવાય-પરિણામથી સુંદરપણાને. સુખાય - શર્મ કે ક્ષેમને માટે અથવા સંતગપણા માટે. નિઃશ્રેયસાય - નિશ્ચિત લ્યાણને માટે, આનુગામિકતાર્ય - પરંપરાએ શુભાનુબંધ કે સુખના માટે થનાર છે. આવી ચિંતા કરતાં તુરંત જ દિવ્યાનુભાવથી વિજય દેવના, સામાનિક પર્ષદામાં ઉત્પન્ન અત્ અત્યંતરાદિ પર્ષદા ઉપગત, અનંતરોક્ત, અનંતરોદિત સ્વરૂપ આધ્યાત્મકિ, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સારી રીતે જાણીને જ્યાં વિજય દેવ છે, ત્યાં જ આવે છે. ત્યાં આવીને બે હાથની પરસ્પર આંગળી સંપુટરૂપે જેમાં એકત્ર મળે તે અંજલિ, તેને કરતલ વડે ગ્રહણ કરી અર્થાત્ અંજલી જોડીને, આવર્તન એ આવતું • મસ્તકે આવર્ત છે જેમાં તે શિરસાવતું. એ પ્રમાણે મસ્તકે કરીને જય-વિજયથી વધાવે છે. તે દેવી! તમે જય પામો. તમે વિજય પામો. એ રીતે વધાવે છે. તેમાં નય - બીજી વડે અપરાભવ અને પ્રતાપની વૃદ્ધિ. વિનય - બીજાને સહન ન કરી શકતા તેમનો અભિભવ કરવો. જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! ઈત્યાદિ. પછી વિજયદેવ તે સામાનિક પદામાં ઉત્પન્ન દેવોની પાસે આ અર્થ સાંભલીને, હૃદયમાં પરિણાવીને અતીવ તુષ્ટ થયો. અથવા હૃષ્ટ-વિસ્મયને પામ્યો. તુE - તોષ પામવો - જેમકે - આ ભવ્ય થયું કે જે આમણે આવો ઉપદેશ કર્યો. તોષને વશ થઈને ચિતમાં આનંદિત થયો. * * * * - જેના મનમાં પ્રીતિ થઈ અર્થાતુ જિનપ્રતિમાના ચર્ચન વિષયમાં બહુમાન પરાયણ મનવાળો. પછી બહુમાનના ઉત્કર્ષના વશથી પરમ એવું શોભન મન જેનું થયેલ છે તેવો. ઉક્ત કથનને વધુ વ્યક્ત કરતા કહે છે – હર્ષના વશથી વિસ્તાર પામેલ છે હદય જેનું તે, દેવશયનીયથી ઉભો થાય છે. ઉભો થઈને દેવદૂષ્ય ધારણ કરે છે. કરીને ઉપપાત-સભાના પૂર્વદ્વારથી નીકળે છે. નીકળીને જે પ્રદેશમાં પ્રહ છે, ત્યાં આવે છે. આવીને દ્રહને પ્રદક્ષિણા કરીને પૂર્વના તોરણેથી બ્રહમાં પ્રવેશે છે. પ્રવેશીને દ્રહમાં મધ્યમાં પ્રવેશે છે, દ્રહમાં અવગાહન કરતાં જલમજ્જન કરે છે, ક્ષણમાત્ર જળકીડા કરે છે. પછી • x • શુદ્ધોદક પ્રક્ષાલન વડે આચમન કરી, સ્વલ્પ પણ શંકિત મલનું અપનયન કરી, પરમશુચિભૂત થઈ દ્રહથી નીકળે છે. ત્યારપછી જે પ્રદેશમાં અભિષેકસભા છે ત્યાં આવે છે. આવીને અભિષેકસભાને અનુપદક્ષિણા કરતો પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં મણિ પીઠિકા ઉપર સીંહાસન છે. ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારપછી તે વિજયદેવના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવો, અભિયોગિક અથ પ્રેણ્યકર્મમાં પ્રવૃત્ત અથવા અભિયોગમાં નિયુક્ત દેવો તે આભિયોગિક, તેમને બોલાવે છે. બોલાવીને, તેમને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિજયદેવના પદાર્થ - જેમાં મણિ-કનક-રનનો ઉપયોગ કરાયો હોય છે. માઉં - મહાપૂજા જેમાં છે તે મહાઈ, મહા - મોટા ઉત્સવને ચોગ્ય છે તે. વિપુત્ર - વિસ્તીર્ણ. શકાભિષેકવત્ અભિષેક સામગ્રી લાવો. ત્યારે તે આભિયોગિક દેવો, સામાનિક પર્ષદાના દેવોએ આમ કહેતા હર્ષિતસંતુષ્ટ-ચિત આનંદિત, પ્રીતિમત, પરમ સૌમનસ્ટિક થઈ હર્ષના વશયી વિસ્તૃત થયેલા હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી, વિનય વડે તેમના વચનોને સ્વીકારે છે. કેવા પ્રકારના વિનય વડે ? તે કહે છે - હે દેવ ! જે રીતે આપ અમને આજ્ઞા કરો છો, તેવી જ આજ્ઞા - આપના આદેશથી કરીશું - એ રીતે વચન સ્વીકારી ઈશાન ખૂણામાં કેમકે તે અતિ પ્રશસ્ત
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy