SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ 3/મનુષ્ય/૧૪૫ વિધિથી યુકત, કુરૂદિ રહિત યાવત શોભે છે. [૧૦] એકોકદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં અનગન નામક વૃષણો કહેલા છે. જેમ · અનેક પ્રકારના ચર્મ વસ્ત્ર, સૌમ વસ્ત્ર, કંબલ વસ્ત્ર, દકૂલ વસ્ત્ર, કોશેયક, કાલમૃગપટ્ટ, ચીનાંશુક, વરણાત, વરવાણિગમતુ, આભરણ ચિકિત, Gણ, કલ્યાણક, ભંવરી-નીલ-કાજળ જેવા વણના વસ્ત્ર, બહુવણ, લાલપીળા-સફેદ વણના વસ્ત્ર, અક્ષત મૃગરોમના વસ્ત્ર, સોના-ચાંદીના તારના વસ્ત્ર, પશ્ચિમ કે ઉત્તર દેશનું વસ્ત્ર, સિંધુ-ઋષભ-તામિલ-બંગ-કલિંગ દેશનું સૂક્ષ્મ તંતુમય બારીક વસ્ત્ર ઈત્યાદિ વઓ, જે શ્રેષ્ઠ નગરોમાં કુશળ કારીગરો વડે બનાવાયેલ છે, સુંદર વર્ણવાળા છે, તે પ્રકારે આ અનન વૃક્ષ પણ અનેક પ્રકારે અને બહુવિધ વિસસા પરિણામથી પરિણત વિવિધ વસ્ત્ર યુક્ત છે, તે કુશકાશથી રહિત ચાવતુ અતી શોભે છે. ભાવનું / કોટકતીપમાં મનુષ્યોનો આકાર-પ્રકાર આદિ સ્વરૂપ કેવા છે ? હે ગૌતમ તે મનુષ્ય અનુપમ સૌમ્ય અને સુંદર રૂપવાળા છે. ઉત્તમ ભોગસુચક લક્ષણવાળા, ભોગ જન્મ શૌભાથી યુક્ત છે. તેમના અંગો જન્મથી જ શ્રેષ્ઠ અને સબગ સુંદર છે. તેમના પગ સુપ્રતિષ્ઠિત અને કાચબા માફક સુંદર છે. તેમના પગની તળીયા લાલ અને ઉત્પલ » સમાન મૃદુ, મુલાયમ, કોમળ છે. તેમના ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમા આદિના ચિહ છે. તેમના ચરણની આંગળી ક્રમશ: મોટી-નાની અને મળેલી છે. તેમની આંગળીના નખ ઉad, પાતળા, તામવર્ણ, સ્નિગ્ધ છે. તેમના ગુલ્ફ, પિંડલિકા ક્રમશ: શૂળ, સ્થૂળતર અને ગોળ છે, તેમના ઘુંટણ સંપુટમાં રાખેલની જેમ ગૂઢ છે. તેમની જાંઘ હાથીની સૂંઢની માફક સુંદર, ગોળ અને પુષ્ટ છે. શ્રેષ્ઠ મદોન્મત્ત હાથીની ચાલ જેવી ચાલ છે. શ્રેષ્ઠ ઘોડા માફક તેમનો ગુહ્ય દેશ સુગુપ્ત છે. આકીર્ષક આ% માફક મળમૂત્રાદિ લેપથી રહિત છે તેમની કમર યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ છે. સંકોચેલી ઝિપાઈ, મુમતી દર્પણનો દંડ અને શુદ્ધ કરેલ સોનાની મૂઠ વચ્ચેથી પાતળી હોય છે, તેવી પાતળી તેમની કમર છે. તેની રોમરાજિ સરળ-સમ-સઘન-સુંદર શ્રેષ્ઠ પાતળી-કાળી-નિધ-આદેય-લાવણ્યમય-સુકુમાર-સુકોમળ અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ણ સમાન દક્ષિણાવર્ત, તરંગની જેમ વક્ર અને સૂર્યની ઉગતા કિરણોથી ખીલેલા કમળની માફક ગંભીર અને વિશાળ છે. તેમની કુક્ષિ મત્સ્ય અને પક્ષી માફક સુંદર અને પુષ્ટ છે, તેમનું પેટ માછલી માફક કૃશ છે. તેમની ઈન્દ્રિયો પવિત્ર છે. તેમની નાભિ કમળ સમાન વિશાળ છે. તેમના પાભાગ નીચે નમેલ છે. પ્રમાણોપેત છે. સુંદર છે, પરિમિત મઝાયુકત, સ્થૂળ અને આનંદદાયી છે. તેમના પઠની હી માંસલ હોવાથી અનુપલક્ષિત હોય છે. તેમના શરીર કંચનની કાંતિવાળા નિર્મળ સુંદર અને નિરુપહત હોય છે. તેઓ ૧૧૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) શુભ બગીશ લક્ષણોથી યુક્ત હોય છે. તેમનું વક્ષસ્થળ કંચનના શિલાતલ જેવું ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિસ્તીર્ણ અને મોટુ હોય છે. તેમની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન અંકિત હોય છે, તેમની ભુજ નગરની અગલા સમાન લાંબી હોય છે. તેમના બાહુ નાગના વિપુલ શરીર તથા આઠાવેલ આલિા સમાન લાંબી હોય છે. તેમના હાથની કલાઈ ચુપ સમાન દેa, આનંદદાયી, પુષ્ટ, સુસ્થિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, નિગૂઢ પર્વ સંધિવાળી છે. તેમની હથેળી લાલ વની, પુષ્ટ, કોમળ માંસલ, પ્રશસ્ત, લહાણયુકત, સુંદર છિદ્ર જાળ રહિત આંગળીવાળી છે. તેમના હાથની આંગળી પુષ્ટ, ગોળ, સાત અને કોમળ છે. તેમના નખ, તમવર્ગીય, પાતળા, સ્વચ્છ, મનોહર અને નિધ છે. તેમના હાથોમાં ચંદ્ર-સૂર્ય-શંખચક્ર રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા અને ચંદ્રાદિની સંયુક્ત રેખ હોય છે. અનેક શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ, આનંદપ્રદ રેખાઓથી યુક્ત હાથ છે. તેમના સ્કંધ શ્રેષ્ઠ ભેંસ વરાહ, સિંહ, શાર્દૂલ, બળદ, હાથીના સ્કંધ માફક પ્રતિપૂર્ણ વિપુલ અને ઉard છે. તેમની ડોક ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ સમાન છે. તેમની દાઢી અવસ્થિત, સુવિભકત, વાળતી યુકત, માંસલ, સુંદર સંસ્થાન યુકd, પ્રશસ્ત અને વાઘની વિપુલ દાઢી સમાન છે. તેમના હોઠ પરિકર્મિત શિલાપવાલ અને બિંબ ફળ સમાન લાલ છે. તેમના દાંત સફેદ ચંદ્રમાના ટુકડા જેવા વિમલ છે અને શંખ, ગાયના દૂધના ફીણ, જલકણ, મૃણાલિકાના તંતુ સમાન સફેદ છે. તેમના દાંત અખંડિત હોય છે, અલગ-અલગ હોતા નથી, તેઓ સુંદર દાંતવાળા છે. તેમની જીભ અને તાળવું અગ્નિમાં તપાવી ધોયેલ અને તપાવેલ રવણ સમાન લાલ છે. તેમની નાસિકા ગડ જેવી લાંબી, સીધી અને ઉંચી હોય છે. તેમની આંખો સૂર્યકિરણોથી વિકસિત પુંડરીક કમળ જેવી, ખીલેલા શ્વેત કમળ જેવી, ખુણામાં લાલ, વચ્ચે કાળી અને ધવલ તથા પમપુટવાળી હોય છે. તેમની સંવર કંઈક આરોપેલ ધનણ સમાન વક, રમણીય, કૃષ્ણ મેઘરાજિ સમાન કાળી, સંગત દીધ, સુજાત, પાતળી, સ્નિગ્ધ હોય છે. તેમના કાન મસ્તકના ભાગ સુધી કંઈક ચોટેલા અને પ્રમાણપત છે. તેઓ સુંદર કાનોવાળા છે. તેમના કોળ પીની અને માંસલ હોય છે. તેમના લલાટ નવીન ઉદિત બાલચંદ્ર જેવું પ્રશd, વિસ્તીર્ણ અને સમતલ હોય છે. તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્રમા જેનું સૌમ્ય છે, મસ્તક છત્રાકાર અને ઉત્તમ હોય છે. તેમનું સિર ઘન-નિબિડ-સુબદ્ધપ્રશસ્ત લસણવાળું, કૂટકાર માફક ઉad અને પાષાણના પિંડ માફક ગોળ અને મજબૂત હોય છે. તેમની કેશાંતભૂમિ દાડમના પુષ્પવત્ લાલ, તપનીય સુવર્ણ સમાન નિમલ અને સુંદર હોય છે. મસ્તકના વાળ શાભલિ ફળ માફક ઘન અને નિબિડ હોય છે. તે બાલ મૃદુ, નિમળ, પ્રશસ્ત, સૂમ, લક્ષણયુકત
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy