SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/મનુષ્ય/૧૪૫ પરિણત થઈ તત-વિતત-ધન-શુધિર રૂપ ચાર પ્રકારની વાધ વિધિથી યુકત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-વિકુશથી રહિત યાવત્ શોભાયમાન રહેલા છે. ૧૦૯ [૪] એકોટૂકદ્વીપમાં ઘણાં દીપશિખા નામના વૃક્ષગણો કહ્યા છે. જેમ સંધ્યા વિરાગ સમયે નવનિધિપતિને ત્યાં દીપિકાઓ હોય છે. જેનું પ્રકાશમંડલ ચોતરફ ફેલાયેલ હોય છે. જેમાં ઘણી બત્તિ અને ભરપુર તેલ ભરેલ હોય છે. જે પોતાના ધન પ્રકાશથી અંધકારનું મર્દન કરે છે, જેનો પ્રકાશ કનકનિકા જેવા પ્રકાશયુક્ત કુસુમોવાળા પારિજાતના વનના પ્રકાશ જેવો હોય છે. સુવર્ણ મણિરત્નથી બનેલ, વિમલ, બહુમૂલ્ય કે મહોત્સવોમાં સ્થાપ્ય, તપનીય અને વિચિત્ર દંડયુક્ત, - x • જેનું તેજ ખૂબ પ્રદીપ્ત થઈ રહેલ છે. જે નિર્મળ ગ્રહગણો માફક પ્રભાસિત તથા અંધકારને દૂર કરનાર સૂર્યની ફેલાયેલ પ્રભા જેવી ચમકે છે. પોતાની ઉજ્જવલ વાલાથી જાણે હસી રહી હોય, એવી તે દીપિકાઓ શોભિત છે. એ જ રીતે દીપશિખા વૃક્ષ પણ વિવિધ વિસરા પરિણામી ઉધોતવિધિથી યુક્ત છે ફળોથી પૂર્ણ અને વિકસિત છે યાવત્ શ્રી વડે અતી શોભાયમાન છે. [૫] એકોક દ્વીપમાં ત્યાં ઘણાં જ્યોતિશિખા નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ તત્કાળનું ઉદિત શરત્કાલીન સૂર્યમંડલ, ખરતી એવી હજારો ઉલ્કા, ચમકતી વિજળી, જ્વાલા સહિત નિધૂમ અગ્નિ, અગ્નિથી શુદ્ધ તપનીય સુવર્ણ, વિકસિત કિંશૂકના ફૂલો, શોક અને જપા પુષ્પોનો સમૂહ, મણિરત્નોના કિરણો, શ્રેષ્ઠ હિંગલોક સમુદાય, પોત-પોતાના વર્ણ અને આભારૂપ તેજસ્વી લાગે છે. એ રીતે જ્યોતિશિખા વૃક્ષ પોતાના ઘણાં પ્રકારના અનેક વિસસા પરિણામથી ઉદ્યોત્ વિધિથી યુકત હોય છે. તેનો પ્રકાશ સુખકારી, મંદ, મંદ આતાય છે. પોતાને સ્થાને સ્થિત હોય છે, એકબીજામાં મિશ્ર થઈ પોતાના પ્રકાશથી પોતાના પ્રદેશમાં રહેલ પદાર્થોને સૌતફથી પ્રકાશિત-ઉધોતિત-પ્રભાસિત કરે છે. કુશ-વિકુશ આદિથી રહિત થાવત્ અતી શોભે છે. [૬] એકોકદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષ ગણો કહેલા છે. જેમ કોઈ પ્રેક્ષાગૃહ, વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, રમ્ય, શ્રેષ્ઠ ફૂલોની માળાથી ઉજ્વલ, વિકસિત-વિખરાયેલા પુણ્ય પુંજોથી સુંદર, પૃથપે સ્થાપિત અને વિવિધ પ્રકારની ગૂંથેલ માળાઓની શોભાના પ્રકર્ષથી અતીવ મોહક હોય છે. ગ્રંથિમ-વેષ્ટિત-પૂર્ણિમ-સંઘાતિમ માળા, જે છેક શિલ્પી દ્વારા ગુંથી છે. સારી રીતે સજાવવાથી જેનું સૌંદર્ય વધી ગયેલ છે. વિવિધ રૂપે દૂર લટકતી પંચવર્ણી ફૂલમાલાથી સજાવેલ હોય, તેનાથી દીપ્તિમાન એવા પ્રેક્ષાગૃહ સમાન, તે ત્રિગ વૃક્ષ પણ વિવિધ પ્રકારના વિસસા પરિણામથી માલ્યવિધિથી યુક્ત છે. તે કુશવિકુશ રહિત વત્ શોભે છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ [9] એકોરુક દ્વીપમાં ત્યાં ઘણાં ચિત્રસ નામે વૃક્ષો કહેલા છે. જેમ સુગંધી શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને વિશિષ્ટ ગાય થકી નિવૃત, દોષ રહિત શુદ્ધ દૂધથી પકાવેલ શરદઋતુના ઘી, ગોળ, ખાંડ અને મધથી મિશ્રિત અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ-ગંધયુક્ત પરમાગ઼ નિષ્પન્ન કરાય છે અથવા જેમ ચક્રવર્તી રાજાના કુશળ સૂકારો દ્વારા નિષ્પાદિત ચાર ઉકાળાથી સેકેલ, કલમ ઓદન-જેનો એક એક દાણો વરાળથી સીઝીને મૃદુ થઈ ગયેલ છે. જેમાં અનેક મેવાદિ નાંખેલ છે, સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત છે. જે શ્રેષ્ઠ-વર્ણ-ગંધ-રસસ્પર્શથી યુક્ત થઈ બળ-વીર્યરૂપે પરિણત થાય છે. ઈન્દ્રિયની શક્તિને વધારનાર, ભૂખ-તરસને શાંત કરનાર, પ્રધાન ગોળ-સાકર-ખાંડ આદિથી યુક્ત, ગરમ કરેલ ઘી નાંખેલ, અંદરના ભાગે મુલાયમ અને સ્નિગ્ધ, અત્યંત પ્રિયકારી દ્રવ્યોથી યુક્ત, એવો પરમ આનંદદાયક પરમા હોય છે. એવી ભોજન વિધિ સામગ્રીથી યુક્ત ચિત્રરસ નામક વૃક્ષ હોય છે તે વૃક્ષોમાં આ સામગ્રી વિવિધ પ્રકારના વિસસા પરિણામથી થાય છે. તે વૃક્ષ કુશ-કાશાદિથી રહિત યાવત્ શોભે છે. ૧૧૦ [૮] એકોરુક દ્વીપમાં ઘણાં માંગ નામે વૃક્ષગણો કહેલા છે. જેમ હાર, અર્ધહાર, વેસ્ટનક, મુગટ, કુંડલ, વામોક, હેમાલ, મણિજાલ, સૂત્રક, ઉચ્ચયિત કટક, મુદ્રિકા, એકાવલી, કંઠસૂત્ર, મકરાકાર આભૂષણ, ઉસ્કંધ ત્રૈવેયક, શ્રોણીસૂત્ર, ચૂડામણી, સુવર્ણતિલક, બિંદિયા, સિદ્ધાર્થક, કણવાલી, ચંદ્ર-સૂર્યવૃષભ-ચક્રાકાર ભૂષણ, તલ ભંગક, ત્રુટિક, માળાકાર હસ્તાભૂષણ, વલક્ષ, દીનાર માલિકા, મેખલા, કલાપ, પ્રતક, પ્રાતિહારિક, ઘુંઘરુ, કિકિણી, રત્નમય કંદોરા, પૂર, ચરણમાળા, કનકનિકરમાળા આદિ સોના-મણિ-રત્નાદિ નાથી ચિત્રિત, સુંદર આભુષણોના પ્રકાર છે, તેની જેમ આ મહ્યંગ વૃક્ષ અનેક બહુવિધ વિસતા પરિણામથી પરિણત ભૂષણવિધિથી યુક્ત છે. કુશાદિ રહિત વત્ શોભે છે. [૯] એકોરુક દ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ગેહાકર નામક વૃક્ષો કહેલા છે. જેમ પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકબે-ત્રણ-ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભિઘર, ચિત્રશાળાથી સજ્જિત પ્રકોષ્ઠ ગૃહ, ભોજનાલય, ગોળ-ત્રિકોણ-ચોરસ-નંદાવકિારના ગૃહ, પાંડુર તલમુંડમાળા, હર્મ્સ અથવા ધવલ-અર્ધ-માગધ-વિભ્રમ ગૃહ, પહાડ-પહાડનો અર્ધભાગ-પર્વત શિખરના આકારનું ગૃહ, સુવિધિ કોષ્ટક ગૃહ, અનેકગૃહ, શરણ-લયન આપમ-વિડંગ-જાલ-ચંદ નિયૂહ, અપવક, દ્વારવાળા ગૃહ, ચાંદની આદિથી યુક્ત વિવિધ પ્રકારના ભવન હોય છે, એ જ પ્રકારે તે ગેહાકાર વૃક્ષ પણ વિવિધ પ્રકારના, ઘણાં વિસસા પરિણત સુખારોહણ, સુખોતારક, સુખ નિષ્ક્રમણ પ્રવેશ, દર્દ-સોપાન-પંક્તિયુક્ત, સુખવિહારક, મનો અનુકૂલ ભવન
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy