SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૬ થી ૬૧ સેસરિયા નગરીમાં ચિત્તસારથીને ઘેર, જ્યાં ચિત્તસારથી છે, ત્યાં જાય છે. જઈને ચિત્તસારથીને હાથ જોડી યાવત્ વધાવે છે, વધાવીને આમ કહ્યું – દેવાનુપ્રિય ! આપ જેના દર્શનની કાંક્ષા યાવત્ અભિલાષા કરો છો, જેમના નામ-ગોત્રના શ્રવણથી હર્ષિત યાવત્ થાઓ છો. તે આ કેશીકુમાર શ્રમણ પૂર્વાનુપૂર્વી ચરતા પધાયાં છે. ૧૩૩ ત્યારે તે ચિત્તસારથી, તે ઉધાનપાલક પાસે આ અર્થ સાંભળી, સમજી, હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ આસનથી ઉભો થઈ, પાદપીઠથી નીચે ઉતરે છે, ઉતરીને પાદુકા ઉતારે છે. ઉતારીને એકશાટિક ઉત્તરાાંગ કરે છે. અગ્રહરતથી મુકુલિત અંજલિ કરી, કૈશીકુમાર શ્રમણ અભિમુખ સાત-આઠ પગલાં જાય છે, જઈને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિને કરીને આ પ્રમાણે કહે છે – અરહંત યાવત્ સંપને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશ કેશીકુમાર શ્રમણને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છું. તેઓ મને જુએ. એમ કહી વંદન-નમસ્કાર કર્યા. તે ઉધાનપાલકને વિપુલ વસ્ત્ર-ગંધ-માળા-અલંકારથી સત્કારી, સન્માની વિપુલ જીવિત યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કર્યો. ત્યારપછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી સાતુઘંટ અશ્વરથ જોડીને લાવો યાવત્ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્ જલ્દીથી છત્ર-ધ્વજ સહિત ચાવત્ અશ્વરથ લાવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે ચિત્તસારથી, કૌટુંબિક પુરુષો પાસે આ વૃત્તાંતને સાંભળી, સમજીને હૃષ્ટ-તુષ્ટ ચાવત્ હૃદયી થઈ, સ્નાન કરી, બલિકર્મ કરી ચાવત્ અલંકૃત્ શરીરી થઈ ચાતુઈટ યાવત્ બેસીને, સકોરેંટ. મહા સુભટ સમૂહ સાથે પૂર્વવત્ પપાસે છે. યાવત્ ધર્મકથા કહી [૬૦] ત્યારપછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળી, અવધારી હષ્ટ-તુષ્ટ થઈ, પૂર્વવત્ ઉઠીને આમ બોલ્યો – હે ભગવન્ ! નિશ્ચે અમારો પદેશી રાજા અધાર્મિક યાવત્ રાજ્કર લઈને પોતાના જ જનપદનું સમ્યક્ પાલન કરતો નથી. તો હે દેવાનુપ્રિય ! જો આપ પ્રદેશી રાજાને ધર્મ કહેશો તો તે પ્રદેશી રાજાને અને ઘણાં દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને નિશ્ચે ઘણું જ ગુણકારી થશે. તથા ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુને પણ લાભકારી થશે જો તે પ્રદેશી રાજાને બહુ ગુણવાળું થશે તો તેનાથી જનપદને પણ લાભ થશે. [૬] ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સાથીને કહ્યું – હે ચિત્ત! ચાર કારણે જીવ કેવલીપજ્ઞપ્ત ધર્મનું શ્રવણ પામતો નથી – (૧) આરામ કે ઉધાનમાં રહેલ શ્રમણ કે બ્રાહ્મણની અભિમુખ ન જાય, વંદન-નમન-સત્કાર અને સન્માન ન કરે. કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ તેમને સેતે નહીં, અર્થ-હેતુ-પ્ર-કારણઉત્તર ન પૂછે છે. આ કારણે હે ચિત્ત ! જીવો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતા નથી. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ (૨) ઉપાશ્રયમાં સ્થિત શ્રમણને પૂર્વવત્ કહેવું યાવત્ આ કારણે પણ જીવો, હૈ ચિત્ત ! કેવલી પજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. ૧૩૪ (૩) ગૌચરી ગયેલ શ્રમણ કે બ્રાહ્મણને યાવત્ પપાસે નહીં, વિપુલ અશન-પાન-ખાદિમ સ્વાદિમથી પડિલાભે નહીં, અર્થ આદિ પૂછે નહીં તો આ કારણે હે ચિત્ત ! કેવલિ પજ્ઞપ્ત ધર્મ સાંભળી ન શકે. (૪) જો શ્રમણ કે બ્રાહ્મણનો સામેથી યોગ મળે ત્યારે પણ પોતાને હાથવસ્ત્ર-છત્ર વડે આવરીને રાખે, અર્થ આદિ ન પૂછે, તો હે ચિત્ત ! આ કારણે પણ જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ સાંભળી શકે નહીં. હે ચિત્ત ! ઉક્ત ચાર કારણે જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ ન પામે. હૈ ચિત્ત ! ચાર કારણે જીવો કેવલિપજ્ઞપ્ત ધર્મ સાંભળવા પામે છે - આરામ કે ઉધાનસ્થિત શ્રમણ કે બ્રાહ્મણને વાંદે-નમે યાવત્ પર્યુપાસે, અવિંદ યાવત્ પૂછે, તો યાવત્ શ્રવણને પામે. એ રીતે ઉપાશ્રય સ્થિત કે ગૌચરીએ ગયેલ શ્રમણને પર્યુપાસે, વિપુલ અશનાદિથી યાવત્ પ્રતિલાભ, અિિદ યાવત્ પૂછે, તો ધર્મ શ્રવણ પામે. જો કોઈ શ્રમણનો સામેથી સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે પોતાને હાય આદિથી આવરીને ન રહે, તો હે ચિત્ત ! આ કારણે જીવો કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ પામે છે. હે ચિત્ત ! તારો પદેશી રાજા આરામસ્થિત ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. તે રાજા આવતો-જતો નથી, યાવત્ પોતાને આવરીને રહેલો છે, તો હૈ ચિત્ત ! તેને હું ધર્મ કઈ રીતે કહી શકું? ત્યારે તે ચિત્તારથીઓ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભદત્ત ! નિશ્ચે અન્ય કોઈ દિને કંબોજદેશવાસીએ ચાર ઘોડા ભેટરૂપે આપેલ છે. મેં તેને પ્રદેશી રાજાને ત્યાં મોકલી આપેલ હતા. હે ભદંત! આ ઘોડાને બહાને હું પ્રદેશી રાજાને આપ દેવાનુપ્રિયની પાસે જલ્દી લાવીશ. ત્યારે હે દેવાનુપ્રિય ! આપ પદેશી રાજાને ધર્મ કહેતા લેશમાત્ર ગ્લાનિ ન કરતા. ભદંત ! આપ ગ્લાનભાવે પ્રદેશી રાજાને ધર્મ કહેજો. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથીને આમ કહ્યું – હે ચિત્ત ! અવસર જોઈશું. ત્યારે તે ચિત્તસારથી, કેશીકુમાર શ્રમણને વંદન-નમન કરે છે, કરીને ચાતુર્થ અશ્વરથ પાસે આવ્યો. આવીને તેમાં આરૂઢ થયો. પછી જે દિશાથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. • વિવેચન-૫૬ થી ૬૧ ઃ [ચિત્તસારથી] કેશીકુમાર શ્રમણ પાસે ગયો. પંચવિધ અભિગમ કર્યા, તે આ - સચિત્ત દ્રવ્ય પુષ્પ તાંબુલાદિનો ત્યાગ, અચિત્ત દ્રવ્ય-અલંકાર, વસ્ત્રાદિનો અત્યાગ અથવા અચિત્ત દ્રવ્ય - છત્રાદિનો પરિહાર, - X - એકશાટિકને ઉત્તરીય રૂપે ન્યાસ વિશેષ, દર્શન થતાં જ હાય જોડવા અને મનથી એકત્વ ભાવ ધારણ કરવો. પ્રાતિહાકિ - પાછા આપવા યોગ્ય પીઠ-લકાદિથી નિયંત્રણ. વિદ્યાર્ં - અવસરે ચિત્તમાં ભાવિત કરવો. અથવા વર્તમાનયોગ મુજબ આ પણ ધ્યાનમાં રાખીશ.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy