SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૦ વનખંડ પણ કૃષ્ણ લાગે છે. માત્ર ઉપચાથી કૃષ્ણ નહીં, પણ તેવી આભાને પણ ધારણ કરેલ છે. કેમકે કૃષ્ણ આભાવાળા પાન પણ અમુક ભાગમાં છે. તથા હસ્તિપણાને ઓળંગેલ પણ કૃષ્ણત્વને અસંપ્રાપ્ત પાન તે નીલ, તેના યોગથી વનખંડ પણ નીલ છે. આ કથન ઉપચારમાત્રથી નથી. પણ તેવા અવભાસ થકી છે. ચૌવનમાં તે જ પાનના કિસલય કત્વને ઓળંગેલ પણ હસ્તિત્વને અપ્રાપ્ત તે હતિ કહેવાય છે. - ૪ - બાલ્યત્વને ઓળંગેલ પાન શીત હોય છે, તેના યોગથી વનખંડ શીત કહ્યો. આ કૃષ્ણ-નીલ-હરિત વર્ણા, પોતાના સ્વરૂપને તજ્યા વિના, સ્નિગ્ધ અને તીવ્ર ભાસે છે. તેના યોગે વનખંડ પણ તેવા કહ્યા. ૮૩ હવે તેના સ્વરૂપના પ્રતિપાદન માટે બીજા વિશેષણને કહે છે – કૃષ્ણ વનખંડ, કેવા ? કૃષ્ણછાય - જેમાંથી કૃષ્ણા છાયા-આકાર, સર્વ અવિસંવાદિપણે છે તેથી કૃષ્ણ. તે તત્વથી કૃષ્ણ છે, ભ્રાંતિ કે અવભાસમાત્રપણે વ્યવસ્થાપિત નથી. એ પ્રમાણે નીલાનીલચ્છાયા આદિ કહેવા. માત્ર-શીતમાં છાયા શબ્દ આતપ પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો, ધન ચિહિતાયા - શરીરનો મધ્ય ભાગ કટિ છે. તેથી બીજાનો મધ્યભાગ પણ કટિ જેવો - કટિજ કહેવાય છે. કર્ટિનો તટ તે કટિંતટ, ધન-અન્યોન્ય શાખપ્રશાખા અનુપ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેમાં છે તે. તેથી જ રમ્ય, મહા જળભારથી નમેલ વર્ષાકાળનો જે મેઘસમૂહ, તેના ગુણથી પ્રાપ્ત અર્થાત્ મહામેઘવૃંદ સમાન. શ્રેષ્ઠ અશોકવૃક્ષ પરિવારરૂપ પૂર્વોક્ત તિલકાદિ વૃક્ષ વર્ણનવત્ કહેવું. માત્ર પોપટ-મોર-મદનશલાકા આદિ વિશેષણ અહીં ઉપમારૂપે કહેવા. - X - સૂત્ર-૩૧,૩૨ - [૩૧] તે વનખંડોમાં બહુ સમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી અને તૃણો વડે શોભિત છે. તેના ગંધ અને સ્પર્શ યથાક્રમે જાણવા. ભગવન્ ! તે તૃણ અને મણીઓ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરના વાયુના સ્પર્શથી મંદ-મંદ ધ્રુજતા, વિશેષ ધ્રુજતા, કાંપતા, ચાલતા, સ્પંદન પામતા, ઘરિત, ક્ષોભિત, પ્રેરિત થતાં કેવા શબ્દો થાય છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનિકા, અથવા સ્થ, જે છત્ર-ધ્વજઘંટા-પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, નંદિઘોષ સહિત, ઘુંઘર અને સુવર્ણ જાળથી પરિક્ષિત, હૈમવતચિત્ત તિનિશ, કનક કાષ્ઠ વડે નિર્મિત, સુવ્યવસ્થિત લગાડેલા કમંડલ અને ધુરાથી સજ્જિત હોય, લોઢાના પોથી સુરક્ષિત પટ્ટિવાળા, શુભલક્ષણ અને ગુણોથી યુક્ત કુલીન અશ્વો જેમાં જોડેલા હોય, થ સંચાલનમાં કુશળ, દક્ષ સારથી દ્વારા સંચાલિત હોય, સો-સો બાણ વાળા બીશ તૂણીરોથી પરિમંડિત હોય, કવચ આચ્છાદિત અગ્ર ભાગ વાળા હોય, ધનુ-બાણ-પહરણ-કવચાદિ યુદ્ધોપકરણથી ભરેલ હોય, યુદ્ધ તત્પર યોદ્ધા માટે સજાવેલ હોય, એવો રથ મણિ અને રત્નોથી બનાવેલા ભૂમિવાળા રાજાંગણ, રાજતઃપુર, રમ્ય પ્રદેશમાં આવાગમન કરે ત્યારે બધી દિશા-વિદિશામાં * રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ચોતરફ ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદકારી મધુર શબ્દ ફેલાય છે. શું તે ધ્વનિ આ સ્થાદિના ધ્વનિ જેવો છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ વિકાલમાં વાદન કુશળ મનુષ્ય દ્વારા ખોળામાં લઈને ચંદનના સારભાગથી રચિત કોણના સ્પર્શથી ઉત્તર-મંદ મૂઈનાવાળી વીણાને મંદ-મંદ તાડિત, કંપિત, પ્રકૃપિત, ચલિત, વર્જિત, ક્ષુભિત અને ઉદીતિ કરાતા બધી દિશા અને વિદિશામાં ચોતરફ ઉદાર, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણપિય અને મનમોહક ધ્વનિ ગુંજે તેવો આ સ્વર છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ ભદ્રશાલ-નંદન-સોમના કે પાંડુક વનમાં, હિમવંત-મલય કે મેરુની ગુફામાં ગયેલ અને એક સ્થાને એકઠા થઈ, આવીને બેઠા હોય અને પોત-પોતાના સમૂહ સાથે ઉપસ્થિત, હર્ષોલ્લાસપૂર્વક ક્રીડા કરતા, સંગીત-નૃત્ય-હાસ્ય-પરિહાસ પ્રિય કિન્નરાદિના ગેય, પધ, કથનીય, ગેયપદબદ્ધ પત્ર, ઉપ્તિ, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સપ્ત સ્વરોથી સમન્વિત, પદોષથી રહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણોથી યુક્ત, ગુંજારવ વડે દૂર દૂરના ક્ષેત્રોને વ્યાપ્ત કરનાર રાગ-રાગિણી યુક્ત ત્રણ સ્થાન-ત્રણ કરણથી શુદ્ધ ગીતોના મધુર બોલ, આવા પ્રકારનો તેનો હોય છે ? હા એવો મધુર સ્વર તે મણિ-તૃણથી નીકળે છે. [૩ર] તે વનખંડના તે-તે સ્થાને, તે-તે દેશમાં અનેક નાની-નાની વાવો, પુષ્કરિણીઓ, દીર્ધિકા, ગુંજાલિકા, સરપંક્તિ, બિલ-પંક્તિઓ વચ્છ, શ્લક્ષણ, રમય કાંઠાઓ, અતિ સમ છે. આ જળાશયો વજ્રમય પાષાણના, તપનીય તળવાળા, સુવણ-શુભ-રજત વાલુકાના, વૈર્ય મણિસ્ફટિક પટલના બનેલા છે. સુખાકારી ઉતરવા-ચડવાના સ્થાન છે, વિવિધ મણિ સુબદ્ધ ચતુષ્કોણ વાવ અનુક્રમે સુજાત, ગંભીર, શીતળ જળયુક્ત, કમલપત્ર - બીસ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર કમળોથી સુશોભિત છે. તેના ઉપર પરાગને માટે ભ્રમરસમૂહ ગુંજી રહ્યો છે. સ્વચ્છ-નિર્મળ જળ વડે ભરેલ છે. કલ્લોલ કરતા મગરમચ્છુ-કાચબા આદિ તેમાં અહીં-તહીં ફરી રહ્યા છે. વિવિધ પક્ષીઓના ગમનાગમનથી વ્યાપ્ત છે. આ જળાશયોમાં કેટલાંક આસવોદક, કેટલાંક વારુણોદક, કેટલાંક ધૃતોદક, કેટલાંક ક્ષીરોદક, કેટલાંક ક્ષારોદક, કેટલાંક ઉદકરસ વડે યુક્ત કહ્યા છે. તે પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે વાવ યાવત્ પંક્તિની ચારે દિશામાં ત્રણ-ત્રણ સુંદર સોપાન બનેલ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની નેમો વજરત્નોની છે, તોરણ-ધ્વજ-છત્રાતિછત્ર પૂર્વવત્ જાણવા. તે નાની-નાની વાવ સાવત્ બિલપંક્તિઓમાં તે તે દેશમાં ઘણાં ઉત્પાદ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy