SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૪,૫ ૬૩ ૬૮ રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ ગર્ભ સંહરણ, ચરમ ભરતક્ષેત્ર અવસર્પિણી તીર્થકર જન્માભિષેક, ચરમ બાથભાવ, ચરમયૌવન, ચરમ કામભોગ, ચરમ નિષ્ક્રમણ, ચરમ તપશ્ચરણ, ચરમ જ્ઞાનોત્પાદ, ચરમ તીર્થ પ્રવર્તન, ચરમ પરિનિવણિ નિબદ્ધ, ચરમનિબદ્ધ બનીશમી નાટ્યવિધિ દેખાડી. પછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ નાટ્યવિધિની પરિસમાપ્તિમાં મંગલભૂત ચાર પ્રકારના વાદિ વગાડે છે. તત-મૃદંગાદિ, વિતત-વીણાદિ, ઘન-કંસિકાદિ, સુષિરશંખાદિ. પછી ચાર પ્રકારના ગીત ગાય છે. તે આ - ઉક્ષિપ્ત યાવતું વૃદ્ધાદિ ચતુર્ભાગરૂપ પાદબદ્ધ. મધ્યભાગમાં મૂચ્છનાદિ ગુણોપેતપણે મંદ મંદ ઘોલનાત્મક રોચિતાવસાન. પછી ચાર પ્રકારે નર્તનવિધિ દેખાડે છે. તે આ પ્રમાણે – ‘અંચિત' ઈત્યાદિ. ત્યારપછી ચાર પ્રકારનો અભિનય કરે છે - દાખોિક, પ્રાત્યંતિક આદિ ચાર. આ નર્તનવિધિ અને અભિનય વિધિ નાટ્ય કુશલો પાસેથી જાણવી. ઉપસંહાર સૂત્ર સુગમ છે. એકભૂત-અનેકીભૂત એકત્વને પ્રાપ્ત. નિયા - નિજક, થાન • પરિવાર, • સૂત્ર-૨૬ - ભગવનને આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન મહાવીરને વંદનનમસ્કાર કયાં કરીને કહ્યું - હે ભગવન ! સૂયભિદેવને આ દિવ્ય દેવમહિd, દિવ્ય દેવહૂતિ, દિવ્ય દેવાનભાવ ક્યાં ગયો ? ક્યાં પ્રવેશ્યો ? ગૌતમ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવાન છે એમ કેમ કહો છો કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમજેમ કોઈ કૂટાગર શાળા હોય, બંને બાજુથી લિપ્ત, બંને બાજુથી ગુપ્ત, ગુપ્ત દ્વારવાળી, નિવત, નિતિ ગંભીર હોય. તે કૂટાગાર શાળાની કંઈક સમીપે એક મોટો જનસમૂહ હોય. ત્યારે તે જનસમૂહ એક મોટા મેઘના વાદળ કે વર્ષતા વાદળ કે મહાવાતને વાતો જોઈને તે કૂટાગર શાળાની અંદર પ્રવેશીને રહે છે. તેમ છે ગૌતમ! એમ કહ્યું કે શરીરમાં પ્રવેશી. • વિવેચન-૨૬ : ભદંત ! એવા આમંત્રણપૂર્વક ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને વંદન-નમન કરીને પૂછયું. બીજી પ્રતમાં વાયના આ રીતે છે - તે કાળે, “તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય”- X- આ બે પદ વડે, તેના સકલ સંઘાતિપતિત્વને કહ્યું. “ઈન્દ્રભૂતિ' એ માતાપિતા કૃત નામ છે. - X - X - “અંતેવાસી'ની વિવા કરતા શ્રાવક પણ થાય, તેથી તે શંકાના છેદન માટે કહે છે – અનાર - જેને ઘર નથી છે. આ ગોગરહિત પણ સંભવે છે. તેથી કહે છે - “ગૌતમ” ગોગથી. આ તકાલ ઉચિત દેહ પરિમાણ અપેક્ષાએ ન્યૂનાધિક દેહ પણ હોય, તેથી કહે છે - સાત હાથ પ્રમાણ ઉંચુ શરીર. તે લક્ષણહીન પણ હોય, તેથી કહે છે - સમચતુરઢ સંસ્થાનશરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ અવિસંવાદિ ચાર દિશાવિભાગોપલક્ષિત શરીર અવયવો જાણવા. બીજા કહે છે - અન્નાધિક ચારે દિશા - અય છે તેવું સંસ્થાન - આકાર, ડાબા-જમણા જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, ડાબા અંધથી જમણાજાનુનું અંતર સમાન હોય છે. બીજા કહે છે – વિસ્તાર અને ઉલ્લેધના સમપણાથી સમચતુસ. અહીં યાવતુ શબ્દથી વજઋષભ સંઘયણ, કનક પુલક નિઘસ પહ્મ ગૌર, ઉગ્ર તપ, દિપ્ત તપ, તપ્ત તપ, મહા તપ, ઉદાર, ઘોર, ઘોર ગુણ, ઘોર તપસ્વી, ઘોર બહાર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનયુક્ત, સવક્ષિર સંનિપાતિ, ભગવંત મહાવીરની કંઈક સમીપ ઉdજાનુ, અધોશિર, ધ્યાન કોઠો ગત સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા ઈત્યાદિ • x • x - જાણવું. તેમાં નારાd - બંને બાજુ મર્કટ બંધ ઋષભ, તેના ઉપર વેપ્ટન પટ્ટ. કીલિકાત્રણે અસ્થિને પણ ભેદક અસ્થિ એવા રૂપનું સંઘયણ, સુવર્ણના જે લવ, તેનો જે કાપક રેખારૂપ. પા-પા કેસરા કહે છે. -x-x• કનક પુલકના નિકાવતું અને પદ્માવત જે ગૌર છે તે અથવા સુવર્ણનું જે દ્રવત્વ થતાં બિંદુ, તેનો નિકષ, વણથી સદેશ. પાકેસરવત જે ગૌર છે. આ વિશિષ્ટ ચરણરહિત પણ હોય. તેથી કહે છે | ઉગ્ર તપ : અનશનાદિ અધૃષ્ય ત૫. • x દીપ્ત-જાજવલ્યમાન, કર્મવન ગત દન સમર્થપણે જવલિત તપ-ધર્મધ્યાનાદિ. તખતપ-જેના વડે સર્વે અશુભ કર્મો ભસ્મસાત થાય છે તે તખતપ. મહાતપ-આશંસા દોષ રહિતત્વથી પ્રશd (૫ છે તે. ઉરાલ-ઉદાર, ભીમ, ઉગાદિ વિશિષ્ટ તપ કરણથી પાસે રહેલા અપરાવી માટે ભયાનક. ઘોર-નિર્ગુણ, પરીષહ, ઈન્દ્રિયાદિ રિપુગણના વિનાશને આશ્રીને નિર્દય. ઘોર-બીજા દ્વારા આચરવો મુશ્કેલ, ગુણ-મૂળ ગુણાદિ જેને છે તે ઘોગુણ. ઘોર તપસ્વી. ઘોર-દારુણ, અપસવી વડે આચરવું અશક્ય એવું બ્રહ્મચર્ય. ૩છૂ4 • ઉઝિત, સંસ્કાર પરિત્યાગ ત્યાગેલ શરીર. સંક્ષિપ્ત • શરીર અંતર્ગતત્વથી હ્રસ્વતાને પામેલ. વિપુલ-વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્રાશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ. તેજલેશ્યા-વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષથી ઉત્પન્ન તેજની જવાળા. ચૌદપૂર્વોની સ્થના કરનાર. આના દ્વારા શ્રુતકેવલિd કહ્યું. તે અવધિજ્ઞાન રહિતને પણ હોય, તેથી કહ્યું - ચાર જ્ઞાનથી યુક્ત. બંને વિશેષણ છતાં કોઈ સમગ્ર શ્રત વિષય વ્યાપી જ્ઞાની ન હોય. ચૌદપૂર્વી પણ છ સ્થાન પતિત સાંભળેલ છે, તેથી કહે છે – સર્વાક્ષર સંનિપાતી - અક્ષરોનો સંયોગ, તે જેને શેય છે તે. અર્થાત્ જગતમાં જે પદાનુપૂર્વી અને વાક્યાનુપૂર્વી સંભવે છે, તે બધાંને જાણે છે. વિનયસમૂહ અને શિષ્ટાચારથી ભગવંતથી કંઈક નીકટ વિચરે છે. * * * * * કેવા થઈને વિચરે છે ? ઉર્વ જાનુવાળા, અધોશિર-ઉંચે કે તિછ દૃષ્ટિ નહીં. પણ નિયત ભૂ ભાગે રાખેલ દૃષ્ટિ. ધ્યાન-ધર્મ અને શુકલ. તે રૂપ કોઠો તેને પ્રાપ્ત. જેમ કોઠામાં ધાન્યને નાંખતા વિપરાતું નથી, તેમ ભગવાન પણ ધ્યાનથી અવિપકીર્ણ ઈન્દ્રિય અને અંતઃકરણવૃત્તિ. પંચાશ્રવ નિરોધાદિ લક્ષણ સંયમ, અનશનાદિ તપથી. આના વડે પ્રધાન મોક્ષાંગતા જણાવી છે. સંયમની પ્રધાનતાથી નવા કર્મોના અનુપાદાન હેતુત્વથી
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy