SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૪,ર૫ - પછી અશોક-આમ-જંબુ-કોસંબપલ્લવ પ્રત્યેકની તથા પલ્લવ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. • પછી પદાલતા યાવ4 શ્યામલતા અને લતાલતા પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. - પછી દ્વત, વિલંબિત અને કુતવિલંબિત નામક નૃત્યવિધિ દેખાડી. - પછી અંચિત, રિભિત, ચિતરિમિત • પછી આભડ, ભસોલ, આરભડભસોલ નૃત્યવિધિ દેખાડી. - પછી ઉત્પાતનિuત પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રતા-ખેદરચિત, ભાંતસંભાત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. ત્યારપછી તે ઘણાં દેવકુમારે અને દેવકુમારીઓ, એક સ્થાને એક સાથે એકત્રિત થયાં યાવત દિવ્ય દેવરમાણમાં પ્રવૃત્ત થયા. • • ત્યારપછી દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવત્ મહાવીરના પૂર્વભવ ચઢિ નિદ્ર, દેવલોક ચત્રિ નિબઇ, ચ્યવન-સ્નેહરણ-જન્મ-અભિષેક-બાલ્યભાવ-પૌવન-કામભોગનિષ્ક્રમણ-તપશ્ચરણ-જ્ઞાનોત્પાદ-તિર્થ પ્રવર્તન-પરિનિવણિ અને ચરમ આ બધાં ચત્રિ નિબદ્ધ દિવ્ય નૃત્યવિધિ દેખાડી. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ ચાર પ્રકારના વાોિ વગાડે છે. તે - તd, વિતત, ધન, ઝુસિર • • ત્યારપછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ ચાર પ્રકારની ગીત ગાયા. તે આ - ઉક્ષિપ્ત, દાંત, મંદક, રોચિતાવસાન. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ ચાર પ્રકારની નૃત્યવિધિ દેખાડી. તે આ - અંચિત, રિભિત, આરબડ, ભસોલ. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ ચાર પ્રકારનો અભિનય કર્યો - દષ્ટિન્તિક, પ્રત્યંતિક, સામંતોપનિપાતિક, અંતર્મધ્યાવસાનિક. ત્યારપછી તે ઘણાં દેવકુમારો-દેવકુમારીએ ગૌતમાદિ શમણ નિભ્યોને દિવ્ય દેવઋહિત, દિવ્ય દેવધતિ, દિવ્ય દેવાનુભાવ, દિવ્ય બનીશ ભદ્ર નાટક દેખાડી, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમન કરે છે. વાંદી-નમીને સુયભિદેવ પાસે આવ્યા. આવીને સૂયભિદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જયવિજય વડે વધાવે છે, વધાવીને તેમની આજ્ઞા પાછી સોંપે છે. [૫] ત્યારપછી તે સૂયભિવે, તે દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવને પડિસંહરે છે, સંતરીને ક્ષણવારમાં એકલો એકભૂત થઈ ગયો. ત્યારપછી તે સુભદેવે શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, વાંદી-નમીને પોતાના પરિવાર સાથે પરીવરીને તે જ દિવ્ય યાન વિમાનમાં બેઠો. બેસીને જે દિશાથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. વિવેચન-૨૪,ર૫ : ત્યારપછી બીજી નાટ્યવિધિ દેખાડવાની ઈચ્છાથી ફરી પણ પૂર્વોક્ત પ્રકારે [17I5] રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ એક સાથે એકત્રિત થયા, ઈત્યાદિ પૂર્વવતું. ત્યારપછી તે ઘણાં દેવકુમાર-દેવકુમારીઓ ગૌતમાદિ શ્રમણ સન્મુખ આવર્ત, પ્રત્યાવર્તથી લઈને પાલતા સુધીની બીજી નૃત્યવિધિ દેખાડે છે. ત્યારપછી ત્રીજી નૃત્યવિધિ દેખાડવા ફરી તે પ્રમાણે જ એકઠા થવું, ચોકએક નાટ્યવિધિમાં પ્રત્યેકમાં કહેવું. તે દેવરમાણમાં પ્રવૃત્ત થયા ત્યાં સુધી દરેકમાં કહેવું. - પછી - ઈહા, મૃગ, ઋષભ, તુગ, નર, મકર ઈત્યાદિ (સૂત્રોક્ત) બીજી નાટ્યવિધિ દેખાડી. પછી ચક - એકતઃ ચકવાલાદિ ચાર દિવ્ય નૃત્ય વિધિ દેખાડે છે. ત્યારપછી વિધિપૂર્વક ચંદ્રાવલિ પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ આદિ સૂિત્રોક્ત] પાંચમી નાટ્યવિધિને દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રોદ્ગમન, સૂર્યોદ્ગમન પ્રવિભક્તિ નામે છઠ્ઠી નૃત્ય વિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમચી ચંદ્રાગમન પ્રવિભક્તિ આદિ સાતમી નૃત્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રાવણપવિભક્તિ ઈત્યાદિ આઠમી નૃત્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત ક્રમથી ચંદ્રાસ્ત-મયન પ્રવિભક્તિ આદિ નવમી નાટ્યવિધિ દેખાડે છે. પછી ઉક્ત પ્રકારે ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ ઈત્યાદિ મંડલ પ્રવિભક્તિ નામક દશમી દિવ્ય નાટ્યવિધિ દેખાડી. પછી ઉકતકમથી ઋષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ પ્રવિભક્તિ ઈત્યાદિ સૂત્રમાં કહ્યા મુજબ કુતવિલંબિત પર્યન્ત અગીયારમી નાટ્યવિધિ. પછી સાગર પ્રવિભક્તિ, નાગર પ્રવિભક્તિ, સાગરનાર પ્રવિભક્તિ નામક બારમી નાટ્યવિધિ, પછી નંદા પ્રવિભક્તિ આદિ તેરમી નાટ્યવિધિ. પછી મસ્સાંડક પ્રવિભક્તિ આદિ ચૌદમી નાટ્યવિધિ પ્રદર્શિત કરી. પછી ક્રમથી કકાર, ખકાર ઈત્યાદિ, અભિનયરૂપ * વર્ગનામક પંદરમી દિવ્ય નાટ્યવિધિ. પછી રંકાર, કાર આદિ પ્રવિભક્તિ નામક સોળમી દિવ્ય નાટ્યવિધિ. પછી તમાર, થકાર આદિ પ્રવિભક્તિ નામક અઢારમી નાટ્ય વિધિ. પછી. પછી પકાર, Bકાર આદિ પ્રવિભક્તિ નામક ઓગણીસમી નાટ્યવિધિ. પછી અશોકપલ્લવ પ્રવિભક્તિ આદિ વીસમી નાટ્યવિધિ. પછી પદાલતા પ્રવિભક્તિ, નાગલતા પ્રવિભક્તિ આદિ અભિનયાત્મક લતા પ્રવિભક્તિ નામક એકવીસમી દિવ્ય નાટ્યવિધિ દેખાડી. પછી વ્રત નામક બાવીશમી નાટ્યવિધિ. પછી વિલંબિત નામક તેવીસમી, પછી ક્રુત વિલંબિત નામ ચોવીસમી. પછી અંચિત નામક પચ્ચીસમી, પછી િિભત નામક છવ્વીસમી, પછી અંચિતરિભિત નામક સત્તાવીસમી, પછી ભટ નામક અઠ્ઠાવીસમી, પછી ભસોલ નામક ઓગણત્રીશમી, પછી આરભટ ભસોલ નામક બીશમી નાટ્યવિધિ દેખાડી. પછી ઉત્પાતનિપાત પ્રસરા, સંકુચિત પ્રસારિત રેવકરચિત, ભ્રાંતસંભ્રાંત નામક એકઝીશમી દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરના છેલ્લા પૂર્વ મનુષ્ય ભવ, ચરમ ચ્યવન, ચરમ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy