SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૫ ૫૧ ૫૨ તેથી કહે છે મનોહર-શ્રોતાના મનને હરે છે, એકાંતથી આત્મવશ થાય. તેનું મનોહરવ કઈ રીતે? પ્રત્યેક શ્રોતાને કાન અને મનને સુખ ઉત્પાદ, તેથી મનોહર, તેના વડે નીકટના પ્રદેશને સર્વ દિશા અને વિદિશાને પૂરિત કરે છે. એ રીતે શ્રી વડે અતિ ઉપશોભિત રહે છે. ત્યારપછી આભિયોગિક દેવ, તે સીંહાસનની વાયવ્ય, ઈશાન, ઉત્તરે આ ત્રણ દિશામાં ૪000 સામાનિક દેવોના ૪ooo ભદ્રાસનો. પૂર્વમાં ચાર ચાણમહિણીના પરિવારના ૪૦૦૦ ભદ્રાસનો, ઈત્યાદિ કૂિમાર્ગમાં કા મુજબ) વિદુર્વે છે. ત્યારપછી, સિંહાસનની ચારે દિશામાં સામાનિકાદિ દેવ ભદ્રાસનોની પાછળ સૂર્યાભિદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,000 ભદ્રાસનો વિકવ્યાં. તે વદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર હતા. સર્વસંખ્યા ૫૪,000 ભદ્રાસનો વિક છે. પૂર્વવત્ દિવ્ય ચાનવિમાનનો હવે કહેવાનાર વર્ણક નિવેશ કહ્યો છે. તે આ પ્રમાણે - જેમ કોઈ ક્ષણ માત્ર પૂર્વે ઉગેલો, શિશિર કાળ ભાવી બાલસૂર્ય અત્યંત લાલ-દીપ્ત હોય છે. માટે તેનું ગ્રહણ કર્યું. ખદિરના અંગારા લાલ હોય છે. રાત્રિમાં પ્રજવલિત જપાકુસુમ વન, કિંશુક વન, પારિજાત વનના બધી દિશામાં, સામત્યથી સમ્યક્ કુસુમિત. શિષ્ય પૂછે છે – જેવો વર્ણ આ બધાંનો છે તેવો દિવ્ય વિમાનનો વર્ણ છે ? આચાર્ય કહે છે - આ અર્થ સંગત નથી. તે દિવ્ય યાનવિમાન આનાથી પણ ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર વર્ણવી કહ્યો છે. ગંધ અને સાર્શ, જેમ પૂર્વે મણીના કહ્યા, તેમ કહેવો. તે આ પ્રમાણે - તે દિવ્ય યાન વિમાનનો આ આવા પ્રકારની ગંધ કહી છે તે આ પ્રમાણે - જેમ કોઈ કોષ્ટપુડ, તગરપુટ ઈત્યાદિ. તે આભિયોગિક દેવ બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવે છે, વઘાવીને આ આજ્ઞા પાછી સોંપી. સૂત્ર-૧૬ : ત્યારે તે સુભદેવ, અભિયોગિક દેવની પાસે આ અર્થને સાંભળી, સમજી હષ્ટ યાવત હદયી થઈ, દિવ્ય જિનેન્દ્રાભિગમન યોગ્ય ઉત્તરઐક્રિય રૂપને વિકર્યું છે, વિક્ર્વને સપરિવાર ચાર અગ્રમહિષી અને બે અનીકો - ગંધવનીક, નૃત્યાનીકની સાથે સંપરિવૃત્ત થઈ, તે દિવ્ય યાનવિમાનની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના સોપન પ્રતિરૂપકથી આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવીને ઉત્તમ સીંહાસને યુવભિમુખ રહીને બેઠા. ત્યારપછી તે સૂયભિદેવના ઝooo સામાનિકો તે દિવ્ય યાનવિમાનને અનુપદક્ષિણા કરતા ઉત્તરના કિસોપનાપતિરૂપકને આરોધે છે, આરોહીને પ્રત્યેક-પ્રત્યેક પૂર્વે રાખેલ ભદ્રાસને બેઠા. બાકીના દેવો અને દેવીઓ તે દિવ્ય યાનવિમાન યાવતુ દક્ષિણી ગિસોપાનક પ્રતિરૂપકને રોકે છે, આરોહીને પ્રત્યેક પૂર્વે રાખેલ ભદ્રાસને બેઠા. ત્યારપછી તે સુભદેવ તે દિવ્ય યાનવિમાનમાં બેઠા પછી આગળ આઠઆઠ મંગલો અનમે ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ થાવ4 દર્પણ. રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ત્યારપછી પૂર્ણકળશ, શૃંગાર, ચામર સહિત દિવ્ય છv, પતાકા, ગગનતલને અતિ સુંદર આલોક દર્શનીય અને વાયુથી ફરફરતી એક ઘણી ઉંચી વિજય-વૈજયંતી પતાકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી તૈફૂરિનના દીપતાં નિમણ દંડવાળો, લટકdi કોરંટ પુષ્પની માલાથી સુશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચા વિમલ તપમ અને અનેક કિંકર દેવો દ્વારા વહન કરાઈ રહ્યું હતું. મણિરનોથી બનેલ વેલાથી શોભિત, બે પાદુકા યુક્ત પાદપીઠ સહિત ઉત્તમ સિંહાસન અનુક્રમે આગળ ચાલ્યું. ત્યારપછી વજન નિર્મિત વૃત્ત, લષ્ટ, સંસ્થિત, સુશ્લિષ્ટ, પરિધૃષ્ટ, પૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ અને બીજી ઘણી મનોરમ, નાની-મોટી અનેક પ્રકારની રંગબેરંગી પંચવણ દવાઓથી પરિમંડિત, વાયુ વેગથી ફઋતી વિજય વૈજયંતી પતાકા, છwાતિછમથી યુકત, આકાશ મંડલને સ્પર્શતો, ૧ooo યોજન ઊંચો, મોટો ઈન્દ્રધ્વજ અનુક્રમે ચાલ્યો. ત્યારપછી સુરપ વેશભૂષા કરીને સુસજ્જિત, સવલિંકાર ભૂષિત, મહાન સુભટ સમુદાયોને સાથે લઈને પાંચ સેનાપતિઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો-દેવીઓ પોત-પોતાની યોગ્ય, વિશિષ્ટ વેશભુષા અને વિશેષતાદર્શક પોત-પોતાના ચિહ્નોથી સજજ થઈને પોત-પોતાના પરિકર, નેપાદિથી આગળ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી સૂચભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સદ્ધિ યાવત રૂપથી સૂયભિદેવની આગળ, પાછળ, બંને બાજુએ અનુસરે છે. • વિવેચન-૧૬ - તy i ઈત્યાદિ. દિવ્ય-પ્રધાન, જિનેન્દ્ર-ભગવત્ વદ્ધમાન સ્વામીની અભિમુખ જવાને ઉચિત ઉત્તરવૈક્રિય રૂપને વિદુર્વે છે, વિક્ર્વીને સપરિવાર ચાર અગ્રમહિષી અને બે અનીકો ગંધર્વ અને નાટ્યની સાથે, તેમાં સહભાવ સ્વરસ્વામીભાવ સિવાય પણ જોવા મળે છે. જેમ સમાન ગુણ-વૈભવવાળા બે મિત્રો હોય છે. તેથી સ્વસ્વામીભાવ જણાવવા કહે છે - સમ્યક્ આરાધકભાવથી પરિવૃત્ત. તે દિવ્ય યાનવિમાનને પ્રદક્ષિણા કરતા • પૂર્વ તોરણથી પ્રદક્ષિણા કરીને પૂર્વના તોરણથી સ્વ સીંહાસન અનુકૂળ પ્રવેશે છે. પછી પ્રતિવિશિષ્ટરૂપ સોપાન વડે તે વિમાનમાં બેસે છે, બેસીને જે દેશમાં તે મણિપીઠિકાની ઉપર સિંહાસન છે ત્યાં સમીપે જાય છે, જઈને શ્રેષ્ઠ સિંહાસને જઈને પૂર્વાભિમુખ, સર્વ સેવક જનને ચમકારકારી ઉપવેશન સ્થિતિમાં બેઠો. પછી સુભદેવના ૪૦૦૦ સામાનિક દેવો તે દિવ્ય વિમાનને પ્રદક્ષિણા કરી, ઉત્તરના કિસોપાન પ્રતિરૂપક વડે આરોહે છે. પૂર્વે રાખેલ ભદ્રાસને બેસે છે. અત્યંતર પર્ષદાદિના દેવો-દેવીઓ દક્ષિણના કિસોપાન પ્રતિરૂપકથી ચડીને પોતાના ભદ્રાસને બેસે છે. પછી તે વિમાનની આગળ આઠ-આઠ મંગલો કહેવાનાર પાઠના ક્રમથી ચાલ્યા. તે આ રીતે - સ્વસ્તિક, પછી શ્રીવત્સ, પછી પૂર્ણ કળશ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy