SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭ આમલકલ્પા નગરી બહાર આઘ્યશાલવન ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહ અવગ્રહી સંયમ-તપથી આત્માને ભાવતા રહ્યા છે. • વિવેચન-૬ (ચાલુ), ૭ (અધુરુ) : મેષ - શ્રેય, ચત્તુ - નિશ્ચિત, મે - મને. ભગવન્ મહાવીરને કાયાથી વાંદવાને, મનથી નમવાને, સત્કારવાને, કુસુમાંજલિ મૂકીને પૂજવાને, સન્માનવાને - ઉચિત પ્રતિપતિ વડે આરાધવાને. કલ્યાણકારી, દૂરિત ઉપશમકારી, ત્રૈલોક્યાધિપતિત્વથી દેવ, સુપ્રશસ્ત મનોહેતુત્વથી ચૈત્ય, પર્યુપાસિતું-સેવવાને. એ હેતુથી - x - બુદ્ધિ વડે પરિભાવે છે, પછી આભિમુખ્યતાથી પ્રેષ્યકર્મમાં વ્યાપાર્યમાણત્વથી જીવતા તે અભિયોગિકને-સ્વકર્મકરોને બોલાવે છે, બોલાવીને તેમની સન્મુખ આમ કહ્યું – [9] - સુગમ છે. દેવાનુપ્રિય-ઋજુ, પ્રાજ્ઞ. • સૂત્ર-૭ (અધુરેથી) : હે દેવાનુપ્રિય ! તું જા, જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકા નગરીમાં આમશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પદક્ષિણા કર. કરીને વંદન-નમસ્કાર કર. પછી પોત-પોતાના નામ ગૌત્ર કહો. કહીને 33 ભગવંતની ચોતરફ યોજન પરિમંડલમાં જે કંઈ તૃણ-પત્ર-કાષ્ઠ-કાંકરા-અશુચિઅચોક્ષ-પૂતિક-રભિગંધ, તે બધાંને એકઠું કરી-કરીને એકાંતમાં ફેંકો, ફેંકીનેઅતિ જળ નહીં અતિ માટી નહીં તે રીતે પ્રવિલ વર્ષાથી રજ-ધૂળનો નાશ કરી, દિવ્ય સુગંધી ગંધોદક વર્ષા વરસાવીને તે સ્થાન નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટરજ, ઉપશાંત રજ, શાંત રજૂ કરો, કરીને ત્યાં સર્વત્ર એક હાથ ઉંચાઈ પ્રમાણ રામકતા જલજ અને સ્થલજ પંચવર્ણી સુગંધી પુષ્પોની પ્રચુર પરિમાણમાં વૃત નીરો-પાખડી ઉપર રહે તેમ વર્ષા કરો. પછી કાળો અગર, પવર કુરુક, તુરુષ્ક ધૂપના મધમધાટથી ગંધ ઉવેખી અભિરામ, સુગંધવર ગંધિત ગંધવર્ણીભૂત, દિવ્ય સુરવર અભિગમન યોગ્ય કરો, કરાવો, જલ્દીથી મારી આજ્ઞા પાછી સોંપો. • વિવેચન-૭ (ચાલુ) : જ્યાં ભગવત્ વિચરે છે, ત્યાં હે દેવાનુપ્રિય ! તું જા, જંબૂદ્વીપમાં યાવત્ આમશાલવન ચૈત્યમાં ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કર. - ૪ - કરીને વંદન કર, નમન કર. પછી પોતપોતાના ગોત્ર-અન્વર્ય, તેનાથી યુક્ત નામ - ૪ - કહે, કહીને ભગવંત મહાવીરની ચારે દિશા-વિદિશામાં પરિમંડલથી યોજન પ્રમાણ જે ક્ષેત્ર, તેમાં જે તૃણ, લાકડાના ટુકડા, લીંમડા-પીપળાના પાનનો કચરો-તૃણ ધૂળ આદિના પુંજરૂપ છે તે. કેવા પ્રકારનો ? અશુચિયુક્ત, અપવિત્ર, કુથિત, દુર્ગંધી, તેને સંવર્તક વાયુ વિક્ર્વીને ખસેડીને યોજન પરિમંડલ ક્ષેત્રથી બહારના દેશમાં લઈજા. પછી જે રીતે વધુ પાણી કે માટી ન થાય, તે રીતે સુગંધી જળ વરસાવી. કેવું જળ ? દિવ્ય સુગંધી યુક્ત, પ્રકર્ષથી જે રીતે રેણુ સ્થગિત થાય તેટલાં જ ઉત્કર્ષથી. પ્રવિલ સ્પર્શન ઘન ભાવમાં કાદવનો સંભવ છે, મંદસ્પર્શનમાં ધૂળની સ્થગિતતાનો અભાવ છે. - ૪ - તેથી શ્વણતર રજ કે રેણુ તેનો વિનાશ થાય. આવા 17/3 ૩૪ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સુરભિગંધોદને વર્ષાવીને યોજન પરિમંડલ ક્ષેત્રને... ... રજ રહિત કરો. નિહત રજને ઉડવાનું અસંભવ છે. તે ક્ષણ માત્ર ઉત્થાનના અભાવે સંભવે છે, તેથી સર્વથા અદૃશ્મીભૂત રજ કરો, વાયુ વડે ઉડાડી યોજન માત્ર ક્ષેત્રથી દૂરથી ધૂળને દૂર કરી દો. આ જ વાત એકાર્થિક શબ્દથી કહે છે – ઉપશાંત રજ અને પ્રશાંતરજ કરો. કરીને કુસુમજાત, જાનૂ ઉત્સેધ પ્રમાણમાત્ર સામાન્યથી સર્વત્ર યોજન પરિમંડલ ક્ષેત્રમાં વર્ષા વર્ષાવો. - X - આવી ફૂલ કેવા? જલજ, સ્થલજ, - પદ્મ અને વિચકિલાદિ. દીપતા, અતિપ્રચૂર. - વૃંતથી અધોવ રહેનારા અને પત્રથી ઉપરના સ્થાને રહેતા. પંચવર્ષી. કુસુમ વર્ષા વરસાવીને પછી યોજન પરિમંડલ ક્ષેત્ર પ્રધાન, સુરવર અભિગમન યોગ્ય કરો. કેવી રીતે? કાળો અગરુ, પ્રધાન કુંદ્ગુરુષ્ક, તુરુષ્ઠની ધૂપની જે મધમધતી ગંધ, અહીં-તહીં પ્રસરતી, તેનાથી રમણીય તથા શોભનગંધ અને શ્રેષ્ઠ ગંધયુક્ત કરો. તેથી જ ગંધવર્તિભૂત સૌરભ્યના અતિશયથી ગંધ-ગુટિકાકાર કરો. બીજા પાસે પણ કરાવો. કરી-કરાવીને જલ્દીથી ચચોક્ત કાર્ય સંપાદનથી સફળ કરીને મને નિવેદન કરો. • સૂત્ર-૮ - ત્યારે તે આભિયોગિક દેવોને સૂયભિદેવે આ પ્રમાણે કહેતા અતિ હર્ષિત યાવત્ હૃદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ‘તહતિ' કહી આજ્ઞા વાનને વિનયથી સ્વીકારે છે. એ પ્રમાણે - x - સ્વીકારીને ઈશાનખૂણામાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે, થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે તે આ પ્રમાણે – રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભા, પુદ્ગલ, સૌગંધિક, જ્યોતિસ, અંજનપુલક, અંજન-રત્ન-જાત્યરૂપ, અંક, સ્ફટિક, ષ્ટિ રત્નોના યથા ભાદર પુદ્ગલ અલગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલો એકઠા કરે છે. કરીને ફરી પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને ઉત્તર વૈક્રિય રૂપને વિર્તે છે, વિકુર્તીને તે ઉત્કૃષ્ટ-પ્રશત-વરિત-ચપલ-ચંડ-જય કરનારી-શિઘ્ર-ઉસ્ફૂય-દિવ્ય દેવગતિથી અસંખ્યાતા તિર્છા દ્વીપસમુદ્રની વચ્ચોવચથી જતાં-જતાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીના મશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીર પાસે આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને કહે છે હે ભગવન્ ! અમે સૂયભિદેવના આભિયોગિક દેવો આપને વંદન-નમન-સત્કાર-સન્માન કરીએ છીએ. કલ્યાણ-મંગલ-ચૈત્ય-દૈવત એવા આપની પર્યાપાસના કરીએ છીએ. - • વિવેચન-૮ : તે આભિયોગિક દેવો સૂર્યાભદેવ વડે આમ કહેતા અતીવ હષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમનવાળો, પરમ સૌમનકિ હર્ષના વશથી વિસ્તરેલ હૃદયી થયા. બંને હાથની પરસ્પર આંગળીને મેળવી સંપૂટરૂપપણે જે એકત્ર મીલન, તે અંજલિ, તેને
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy