SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૦ સવિચારી, એકત્વવિતર્ક અવિચારી, સૂક્ષ્મક્રિય પતિપાતી, સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે – વિવેક, વ્યુત્સર્ગ, અવ્યથા, અસંમોહ. શુકલધ્યાનના ચાર આલંબનો છે – ક્ષાંતિ, મુક્તિ, આવ, માર્દવ. શુક્લ ધ્યાનની ચાર અનુપેક્ષાઓ છે – અપાયાનુપેક્ષા, અશુભાનુપેક્ષા, અનંતવૃત્તિતાનુપેક્ષા, વિપરિણામાનુપેક્ષા. આ ધ્યાન કહ્યું. • વિવેચન-૨૦ (અધુરેથી) : પૃથકત્વ-એક દ્રવ્યાશ્રિતનું ઉત્પાદાદ પર્યાય ભેદથી વિતર્ક-વિકલ્પ, પૂર્વગત શ્રુતના આલંબનથી વિવિધ નય અનુસરણ લક્ષણ જેમાં છે તે પૃથકત્વ વિતર્ક. વિચાર-અર્થથી શબ્દ, શબ્દથી અર્થમાં મન વગેરે યોગોમાંથી કોઈથી કોઈમાં વિચરણ, તે સવિચારી. --- ૧૨૩ એકત્વ-અભેદથી ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના આલંબનથી, વિતર્ક-પૂર્વગત શ્રુત આશ્રીને શબ્દ કે અર્થરૂપ જેને છે તે એકત્વ વિતર્ક તથા શબ્દ અને અર્થ કે અર્થ અને શબ્દનો વિચાર આમાં નથી તથા મન વગેરેમાંથી કોઈ એકથી બીજે જેમાં નથી, તે અવિચારી [અર્થાત્ શબ્દ, અર્થ, મન, વચન, કાયામાં સંક્રમણ કરતો નથી.] સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી-નિરુદ્ધવચન-મન યોગપણું છતાં અર્ધ નિરુદ્ધ કાય યોગપણાથી જેમાં સૂક્ષ્મ ક્રિયા છે તે અને પ્રવર્હુમાન પરિણામત્વથી અપ્રતિપતનશીલ હોવાથી અપ્રતિપાતી છે. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવલીને જ હોય છે. સમુચ્છિન્નક્રિય-અનિવૃત્તિ ઃ- સમુચ્છિન્ન એટલે કાયિકી આદિ ક્ષીણ ક્રિયા, શૈલેશીકરણમાં નિરુદ્ધયોગત્વથી જેમાં હોય છે તે તથા અનિવર્તિ-અવ્યાવર્તન સ્વભાવ. આત્મપદેશમાં કંપન બંધ હોય છે. વિવેક-દેહથી આત્માનું અને આત્માથી સર્વ સંયોગનું વિવેચન-બુદ્ધિ વડે પૃથક્કરણ... વ્યુત્સર્ગ-નિસંગપણે દેહ અને ઉપધિનો ત્યાગ... અવ્યથા-દેવાદિ ઉપસર્ગ જનિત ભય કે ચલન તે વ્યથા, તેનો અભાવ... અસંમોહ-દેવાદિકૃતમાયા જનિતના સૂક્ષ્મ પદાર્થ વિષયના, સંમોહ-મૂઢતા વડે નિષેધ તે અસંમોહ. અવાયાણુપ્તેહા-પાવ-પ્રાણાતિપાતાદિ આશ્રવદ્વાર જન્ય અનર્થોની અનુપ્રેક્ષાઅનુચિંતન... અસુભાણુોહા-સંસારના અશુભત્વનું અનુચિંતન... અનંતપરિવર્તતાનુપેક્ષા-ભવપરંપરાની અનંતવૃત્તિતાનું અનુચિંતન.. વિપરિણામાણુોહા-વસ્તુના પ્રતિક્ષણ વિવિધ પરિણામગમનનું અનુચિંતન. • સૂત્ર-૨૦ (અધુરેથી) : તે વ્યુત્સર્ગ શું છે? બે ભેદે છે - દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ તે દ્રવ્ય વ્યુત્સર્ગ ચાર ભેદે છે શરીર, ગણ, ઉપધિ અને ભોજનપાનનો વ્યુત્સર્ગ [ત્યાગ]. તે દ્રવ્ય વ્યુત્સર્ગ છે. - તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? ત્રણ ભેદે છે વ્યુત્સર્ગ, કર્મ વ્યુત્સ, તે કષાય વ્યુત્સર્ગ શું છે . કષાય વ્યુત્સર્ગ, સંસાર ? ચાર ભેદે છે – ક્રોધ-માન - ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ માયા-લોભ કષાયત્યાગ... તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે :- નૈરયિકતિર્યંચ-દેવ-મનુષ્ય સંસાર ત્યાગ... તે કર્મ વ્યુત્સર્ગ શું છે ? આઠ ભેદે છે ઃજ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુ-નામ-ગોત્ર-અંતરાય કર્મ ૧૨૮ વ્યુત્સર્ગ - ૪ - • વિવેચન-૨૦ (અધુરેથી) : સંસાર વ્યુત્સર્ગ-નસ્કાયુ આદિના હેતુ મિથ્યાર્દષ્ટિત્પાદિનો ત્યાગ. કર્મ વ્યુત્સર્ગજ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુ જ્ઞાનપ્રત્યનીકતાદિનો ત્યાગ. • સૂત્ર-૨૧ (અધુરુ) : તે કાળે, તે સમયે શ્રમણ ભગતન મહાવીરના ઘણાં અણગાર ભગવંતો હતા, તેમાંના કેટલાક “આચારધર યાવત્ “વિપાકશ્રુત”ધર હતા. તેઓ ત્યાં-ત્યાં તે-તે સ્થાને એક-એક સમૂહના રૂપમાં, સમૂહના એક-એક ભાગના રૂપમાં તથા છૂટકર રૂપમાં વિભક્ત થઈને રહેલા હતા. કેટલાંક વાચના આપતા હતા, કેટલાંક પ્રતિસ્પૃચ્છા કરતા હતા. કેટલાંક અનુપેક્ષા કરતા હતા. કેટલાંક આક્ષેપણી-વિક્ષેપણી સંવેગની-નિર્વેદની ચાર ભેદે કથાઓ કહેતા હતા. કેટલાંક ઉર્ધ્વજાનુ-અધઃશિર ધ્યાનકોષ્ઠોપગત સંયમ-તપથી આત્માને ભાવતા હતા. • વિવેચન-૨૧ (અધુરુ) : - ૪ - તત્ત્વ સત્ય - ઉધાનાદિમાં, દ્િ - તેના અંશને કહે છે – રેશે શે - અવગ્રહ ભાગમાં, અહીં વીપ્સા (દ્વિરુક્તિ) આધાર બાહુલ્યથી સાધુ બાહુલ્ય પ્રતિપાદનાર્થે છે. ક્ચ્છ - એક આચાર્યનો પરિવાર. ગચ્છ-ગચ્છ વડે તે ગચ્છાÐિ, વાચના આપે છે તે જોડવું. - ૪ - ગુલ્મ-ગચ્છનો એક ભાગ, ઉપાધ્યાય અધિષ્ઠિત, ફ-લઘુતર ગચ્છદેશ-ગણાવચ્છેદક અધિષ્ઠિત. વાયંતિ-સૂત્ર વાચના આપે છે. પડિપુચ્છંતિ-સૂત્રાર્થ પૂછે છે. પરિયëતિ-સૂત્રાર્યની પરાવર્તના કરે છે. અણુપ્તેહંતિ-સૂત્રાર્થને ચિંતવે છે - - અવણી-શ્રોતાને મોહથી દૂર કરી તત્વ પ્રત્યે આકૃષ્ટ કરનારી કયા.. વિવણી-શ્રોતાને કુમાર્ગથી વિમુખ કરનારી.. સંવેગણી-શ્રોતાને મોક્ષ સુખની અભિલાષા કરાવનારી. નિર્વેદની-શ્રોતાને સંસારથી નિર્વેદ કરાવનારી કથા. - - ૩′′નાનૂ અત્તેસિન - શુદ્ધ પૃથ્વી આસન વર્જીને ઔગ્રહિક નિષધાના અભાવે ઉટુક આસન થઈને - x - જેના ઉર્ધ્વ જાનુ છે તે. અને અધોમુખ-ઉંચે કે તિર્કી દૃષ્ટિ ન રાખીને. આળોટ્ટોવાય - ધ્યાનરૂપ જે કોષ્ઠ, તેને સ્વીકારેલ તથા ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશવાથી સંવૃત્ત ઈન્દ્રિય અને મનોવૃત્તિરૂપ ધાન્ય. - X - • સૂત્ર-૨૧ (અધુરેથી) : [તે અણગારો] સંસારભયથી ઉદ્વિગ્ન, ભીત, જન્મ-જરા-મરણથી જનિત ગંભીર દુઃખરૂપ પ્રસુભિત પ્રચુર જળથી ભરેલ, સંયોગ-વિયોગરૂપ લહેરો, ચિંતારૂપ પ્રસંગોથી પ્રસારિત, વધ-બંધરૂપ વિશાળ, વિપુલ કલ્લોલ, કરુણ-વિલપિત-લોભ કલકલ કરતી ધ્વનિયુક્ત, અવમાનના રૂપ ફીણ, તીવ્ર ખીંસના-નિરંતર અનુભૂત
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy