SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૮ ૧૧૯ -સૂત્ર-૧૮ : તે ભગવંતોને આવા વિહારથી વિચરતા આ આવા પ્રકારે અત્યંતર-બાહ્ય તપ ઉપધાન હોય છે. તે આ પ્રમાણે - છ ભેદે અત્યંતર અને છ ભેદે બાહ્ય. • વિવેચન-૧૮ : હવે બીજા પ્રકારે સાધુનું વર્ણન કહે છે - તેમિ ળ થી ભાવવિડસને સુધી અનશનાદિ તપો ભેદ પ્રતિપાદન સુગમ છે જ. બીજી વાચનામાં સંયમ યાત્રા માત્રાર્થે ભોજન ગ્રહણ તે “યાત્રામાત્રાવૃત્તિ’” છે. અધિકૃત્ વાચનામાં અત્યંતર-શરીરની અંદર જ તાપનથી સમ્યક્ દૃષ્ટિ વડે જ તપ, તેના વડે પ્રતીયમાનત્વથી. શરીરની બહાર જ તપાવવાથી મિથ્યાર્દષ્ટિ વડે તપણે પ્રતીયમાનત્વથી. - સૂત્ર-૧૯ (અધુરુ) : તે બાહ્યતપ શું છે ? બાહ્યતપ છ ભેટે છે. તે આ રીતે - અનશન, ઊનોદરિકા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ પ્રતિસંલિનતા. તે અનશન શું છે? બે ભેદે છે - ઇસ્કિ, યાવત્કથિક. તે ઇન્વકિ શું છે ? અનેકવિધ છે ચતુર્થભક્ત, છટ્ઠભક્ત, અક્રમભક્ત, દશમભકત, બારાભક્ત, ચૌદશભક્ત, સૌલશભક્ત, અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, બેમાસિકભકત યાવત્ છમાસિકભક્ત. તે યાવત્કથિત શું છે ? બે ભેટે છે - પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન. તે પદયોપગમન શું છે? બે ભેદે છે - વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ, તે નિયમા પતિકર્મ છે. તે પાદપોપગમન છે. તે ભક્તપ્રત્યા ત્યાખ્યાન શું છે? બે ભેટે છે – વ્યાઘાતિમ, નિાિતિમ. તે નિયમા પ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કહ્યું, તે અનશન કહ્યું. • વિવેચન-૧૯ (અધુરુ) : અનશન - ભોજન નિવૃત્તિ. જે આ કરવા સમર્થ નથી તો શું કરવું ? ઊણોદરી - ઉદરને ઉભું રાખવું, ઉપલક્ષણથી અલ્પ ઉપધિપણું, તેમાં અશક્યને જે કરવાનું છે તે કહે છે, ભિક્ષાચર્યા – વૃત્તિ સંક્ષેપ. તેમાં પણ અશક્ત એ શું કરવું ? રસપરિત્યાગ. તેમાં ૫ણ અશક્તને શું કરવું ? કાયક્લેશ, તેમાં પણ અશક્ત શું કરે ? પ્રતિસંલિનતા. ઈવરિક-અલ્પકાલિક-એક ઉપવાસાદિથી છ માસ પર્યન્ત. ચાવત્કયિક-જેટલી આ કથા - આ મનુષ્ય છે એમ વ્યપદેશરૂપ, - ૪ - ચાવત્કયિક-ચાવજીવિક. વૃક્ષની જેમ ઉપગમન-ચલિત થયા વિના રહેવું તે પાદપોપગમન. વ્યાઘાતવત્ - સિંહ, દાવાનલાદિથી અભિભૂત જે સ્વીકારાય તે. નિર્વ્યાઘાતિમ-વ્યાઘાતરહિત. • સૂત્ર-૧૯ (અધુરેથી) : તે ઊનોદરિકા શું છે? બે ભેદે છે - દ્રવ્ય ઉનોદરિકા અને ભાવ ઉનોદરિકા. તે દ્રવ્ય ઉનોદરિકા શું છે ? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય ઉનોદરિકા અને ભક્ત-પાન દ્રવ્ય ઉનોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય ઉનોદરિકા શું છે ? ત્રણ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ભેદે છે – એક વસ્ત્ર, એક પાત્ર, એક મનોનુકૂલ નિર્દોષ ઉપકરણ રાખવું. આ ઉપકરણ દ્રવ્ય ઉનોદર્શિકા છે. ૧૨૦ તે ભોજન-પાન દ્રવ્ય ઉનોદરિકા શું છે ? અનેક ભેદે છે - કુકડીના આઠ ઠંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતા અલ્પાહાર, બાર કુકડી ઠંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરાતં અપાઈઉનોદસ્કિા, સોળ કુકડી ઇંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતાં બે ભાગ પ્રાપ્ત ઉનોદરિકા, ચોવીશ કુકડી ઇંડા પ્રમાણ માત્ર કોળીયા આહાર કરતાં પ્રાપ્ત ઉનોદસ્કિા, ટુકડીના ઇંડા પ્રમાણ એકત્રીશ કોળીયા આહાર કરતાં કંઈક ન્યૂન ઉનોદરી. અને ટુકડીના ઇંડા પ્રમાણ બત્રીશ કોળીયા આહાર કરતાં પ્રમાણ પ્રાપ્ત. આનાથી એક કોળીયો ઓછો આહાર કરનાર શ્રમણનિર્ણન્ય પ્રકામરસભોજી કહેવાતા નથી. તે ભક્તપાન દ્રવ્ય ઉણોદરી કહી. દ્રવ્યોણદરી કહી. તે ભાવ ઉણોદરી શું છે ? અનેકવિધ છે - અલ્પક્રોધ, અલ્પમાન, અલ્પમાયા, અલ્પલોભ, અપશબ્દ, અDiy. - X-X - તે ભિક્ષાાં શું છે ? અનેકવિધ છે દ્રવ્યાભિગ્રહ ચરક, ક્ષેત્રાભિગ્રહ ચક, કાલાભિગ્રહ યક, ભાવાભિગ્રહ ચક, ઉક્ષિપ્ત ચક, નિક્ષિપ્ત ચરક, ઉતિનિક્ષિપ્ત ચક, નિતિઉપ્તિ ચક, વર્તિય્યમાન ચક, સંહિયમાન ચરક, ઉપનીત ચરક, અપનીત ચારક, ઉપનીત અપનીત ચરક, પનીત ઉપનીત ચક, સંદૃષ્ટ ચક, અસંસૃષ્ટ ચક, તાત સંસૃષ્ટ ચક, અજ્ઞાત ચરક, મૌન ચક, દટલાભિક, અદૃષ્ટલાકિ, દૃષ્ટ લાત્મિક, અસ્પૃષ્ટ લાત્મિક, ભિક્ષાલાભિક, અભિક્ષાલાત્મિક, અગ્લાયક, ઉપનિહિત, પરિમિત-પિંડપાતિક, શુદ્વૈષણિક, સંખ્યાદત્તિક. આ ભિક્ષાચર્યા કહી. • વિવેચન-૧૯ (અધુરેથી) * ચિયત-પ્રીતિકર કે વ્યક્ત દોષ વડે જે ઉપકરણ-વસ્ત્ર, પાત્ર સિવાયના. - x - - અલ્પાહાર-બત્રીશ કોળીયાની અપેક્ષાથી આઠનું અલ્પપણું છે, અર્ધ-બત્રીશનું અડધું તે સોળ, તે બારના સમીપવર્તીપણાથી ‘બાર’ એ ઉપાદ્ધ ઉણોદરી કહી. દ્વિભાગ ઉનોદરિકા-બત્રીશનો અર્ધ ભાગ, તેથી સોળ કોળીયાને દ્વિભાગ ઉનોદરી કહે છે. ચોવીશ કોળીયા તે બીશનો બીજા અડધાના મધ્યભાગને પ્રાપ્તપણાથી તે પ્રાપ્ત ઉનોદરી કહેવાય છે અથવા બત્રીશના ત્રણ ભાગને પ્રાપ્ત અને ચોથા ભાગને અપ્રાપ્તત્વથી. એકત્રીશ એ બત્રીશથી એક જ ન્યૂન હોવાથી કિંચન્સૂન ઉણોદરી કહી. બીશ કવલથી પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ બત્રીશ કોળીયા પ્રમાણથી એકાદ કોળીયો [ન્યૂન લેતા પણ [સાધુ પ્રકામ રસભોજી-અત્યર્થ અન્નભોક્તા કહેવાતો નથી. અપ્પતર્ - અાકલહ, કલહ એટલે ક્રોધ કાર્ય. અઝંઝ-અવિધમાન કલહ વિશેષ, અલ્પ શબ્દ અભાવ વચન અર્થમાં પણ હોય. દ્રવ્યાભિગ્રહ ચરક - દ્રવ્યને આશ્રીને અભિગ્રહથી ચરે છે - ભિક્ષાર્થે ભ્રમણ કરે છે જે દ્રવ્યાશ્રિત અભિગ્રહને સેવે છે, તે દ્રવ્યાભિગ્રહચક.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy