SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૯ અહીં ભિક્ષાચર્યામાં જે દ્રવ્યાભિગ્રહચરક કહ્યા, તે અધર્મી-ધર્મીના ભેદની વિવક્ષા રહિત છે. દ્રવ્યાભિગ્રહ-લેપકૃતાદિ દ્રવ્યવિષય, ક્ષેત્રાભિગ્રહ-સ્વગામ, પરગામાદિ વિષય, કાલાભિગ્રહ-પૂર્વાદિ વિષયક, ભાવાભિગ્રહ - ગાવું, હસવું આદિ પ્રવૃત્ત પુરુષાદિ વિષયક, ઉક્ષિત-પોતાના માટે રસોઈના વાસણમાંથી કાઢેલ, તે માટે અભિગ્રહ લઈ, તેની ગવેષણાને માટે જાય તે ઉક્ષિપ્ત ચક. આ પ્રમાણે આગળ પણ જાણવું. નિપ્તિ-રસોઈના વાસણમાંથી ન કાઢેલ. ઉત્થિતનિક્ષિપ્ત-રસોઈના વાસણમાંથી કાઢીને તેમાં જ કે બીજા સ્થાને મૂકેલ અથવા ઉપ્તિ અને નિક્ષિપ્તને જે ચરે છે તે. નિક્ષિપ્ત ઉપ્તિચરક - ભોજન પાત્રમાં નાંખીને પોતાને માટે કાઢેલ તે જ નિક્ષિતોક્ષિપ્ત. ૧૨૧ વર્તિમાન ચરક - પરિવષ્યમાન ચરક. સાહરિમાન ચરક - જે ભાત આદિને શીતલ કરવાને વસ્ત્રાદિમાં વિસ્તારિને તેને ફરી વાસણમાં નાંખતા સંહરાયુ કહેવાય. ઉપનીત-કોઈ વડે ક્યાંક રખાયેલ. અ૫નીત-દૈયદ્રવ્ય મધ્યેથી અપસારિને અન્યત્ર સ્થાપિત. ઉપનીત અપનીત-લાવીને રાખ્યા પછી તે વસ્તુને બીજા સ્થાને સ્થાપેલ અથવા ઉપનીત અને અ૫નીતની જે ગવેષણા કરે તે અથવા દેનારે વર્ણવેલા ગુણ - નિરાકૃત ગુણ જેમાં એકાદ ગુણથી વર્ણિત અને બીજા ગુણની અપેક્ષાએ દૂષિત, જેમકે - અહો શીતળ જળ કેવળ ક્ષાર છે. અપનીતોપનીત - ક્ષાર છે પણ શીતલ છે. સંસૃષ્ટ-ખડેલા હાથ આદિ વડે દેવાતું. અસંસૃષ્ટ-ઉક્તથી વિપરીત. તજ્જાતસંસૃષ્ટ-તજ્જાત દેય દ્રવ્ય અવિરોધી વડે જે સંસૃષ્ટ હાથ આદિ વડે દેવાતુ. અજ્ઞાતસ્વાજન્યાદિ ભાવ દેખાડ્યા વિના, - ૪ - દૃષ્ટલાભિક-દેખાતો કે દેખેલો આહાર લેવો અથવા પૂર્વે જોયેલ દાતાના હાથે ભિક્ષા ગ્રહણ કરવી. અદૃષ્ટલાભિક-પહેલા ન જોયેલ આહાર અથવા પૂર્વે ન જોયેલ દાતા દ્વારા અપાતો આહાર ગ્રહણ કરવો. પૃષ્ટલાભિક-પૂછ્યા પછી જ - હે સાધુ ! તમને શું આપીએ ? ઈત્યાદિ પ્રશ્ન પૂછી જે લાભ જેને થાય તે. અષ્ટલાભિક-ઉક્તથી વિપરીત. ભિક્ષાલાભિક-ભિક્ષા સર્દેશ ભિક્ષા માંગીને લાવેલ તુચ્છ આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા અથવા દાતા જે ભિક્ષામાં અથવા માંગીને લાવલે હોય તેમાંથી અથવા તેના દ્વારા તૈયાર કરેલ ભોજનમાંથી આહાર લેવો તે. અભિક્ષાલાભિક-ભિક્ષાલાભથી વિપરિત. અન્નગ્લાયક-ભોજન વિના ગ્લાની પામે તે. તે અભિગ્રહ વિશેષથી સવારમાં જ દોષી અન્ન વાપરે છે. ઉપનિહિત-જે કોઈ નજીકમાં રહેલ હોય તેની ગવેષણા કરે તે. પરિમિતપિંડપાતિક-સિમિત અર્ધ પોષણાદિ લાભ જેને થાય તે. શુદ્વૈષણા-શંકાદિ દોષ રહિતતા અથવા વ્યંજનાદિ રહિત શુદ્ધ ભાત આદિની ગવેષણા જેમાં હોય તે. સંખ્યાદત્તિક-સંખ્યા પ્રધાન દત્તિઓ જેમાં છે તે. દત્તિ-એક ક્ષેપ ભિક્ષારૂપ. • સૂત્ર-૧૯ (અધુરેથી) : તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે - નિર્વિકૃતિક, પ્રણીત રસ પરિત્યાગ, આયંબિલ, આયમસિભોજી, અસાહાર, વિરસાહાર, તાહાર, પ્રાંતાહાર, રક્ષાહાર. આ સપરિત્યાગ કહ્યો. ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ તે કાયક્લેશ શું છે? અનેકવિધ છે – સ્થાનસ્થિતિક, સ્થાનાતિગ ઉત્ક્રુટુકાસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયક, લકુડસાઇ, આતાપક, અપાવૃતક, અકડુક, અનિષ્ઠીવક, સર્વ ગાત્ર પરિકર્મ-વિભૂષા વિમુક્ત. તે કાયકલેશ કહ્યો. ૧૨૨ તે પ્રતિસંલીનતા શું છે ? ચાર ભેદે છે – ઈન્દ્રિય પ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગ, વિવિક્તશયણાસનોવતા. • વિવેચન-૧૯ (અધુરેથી) : નિર્વિકૃતિક-ધી આદિ વિગઈ રહિત, પ્રણીતરસ - ઘી, દૂધ આદિના બિંદુ ઝરતા હોય તે. આયંબિલ-ચોખા, મગ આદિ. આયામ સિત્યભોઈ-ઓસામણ અને તેમાં રહેલ અન્નકણ. અરસાહાર-હિંગ આદિથી ન સંસ્કારેલ આહાર વિસાહારસરહિત, જૂના ધાન્ય-ઓદનાદિ. અંતાહાર-જઘન્યધાન્ય, વાલ આદિ. પંતાહારપ્રકર્ષથી અંત્ય, વાલ આદિ જ ખાધા પછી વધેલ હોય તે અથવા પષિત [પડી રહેલ] નૃાધાર - સૂક્ષ, ક્યાંક તુચ્છાહાર પાઠ છે. તુચ્છ-અલ્પ અને અસાર. ઢાળ િ- કાયોત્સર્ગ વડે સ્થિતિ જેની છે તે. પાઠાંતરથી ટાળાય - સ્થાનાતિગ, કાયોત્સર્ગ કરવો. - ૪ - • પત્તિમાર્ફ - પ્રતિમાસિકી આદિ, વીરાસણિય સિંહાસને બેસીને જમીને પગ રાખીને પગ રાખીને પછી સીંહાસન લઈ લેતા જે સ્થિતિ આવે તે. નેસઅિ-કુલા વડે જમીન ઉપર બેસનાર. દંડાયતિક-દંડની જેમ આયામવાળો. લખંડ-વાંકુ લાકડું, તેની જેમ સુનાર તે લગંડશાયી, તેનું મસ્તક કે પીઠ ભૂમિમાં રહે છે. આયાવય-શીત આદિ વડે દેહને સંતાપે છે તે. આતાપના ત્રણ પ્રકારે છે - નિષ્પન્નની ઉત્કૃષ્ટ, અનિષ્પન્નની મધ્યમા, ઉધ્ધસ્થિતની જઘન્ય, નિષ્પન્નતાપના ત્રણ ભેદે - અધોમુખ સુવે, પડખે સુવે, ચત્તો સુવે. અનિષ્પન્નાતાપના ત્રણ ભેદે - ગોદોહિક, ઉત્કૃટુક આસન, પદ્માસન. ઉર્ધ્વસ્થાનાતાપના પણ ત્રણ ભેદે - હાથ ઉંચા કરવા, એક પગે રહેવું, સમ પગે ઉભવું. પ્રાવૃતક-પાવરણ રહિત. - ૪ - ક્યાંક “ધૂયકસમંસુલોમ” પાઠ છે. તેમાં યુત - નિષ્પતિકર્મતાથી ત્યજેલ માથાના, દાઢી-મુંછ આદિના વાળ. શું કહેવા માંગે છે ? સર્વગાત્ર વિભૂષા રહિત. • સૂત્ર-૧૯ (અધુરેથી) : તે ઈન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે - શ્રોપ્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. ચક્ષુરિન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે ચક્ષુરિન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગ-દ્વેષ નિગ્રહ. પ્રાણેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે પ્રાણેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થોમાં રાગદ્વેષ નિગ્રહ, જિકેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે જિલેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગદ્વેષ નિગ્રહ, સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ કે સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત અર્થમાં રાગદ્વેષ નિગ્રહ. આ ઈન્દ્રિય પ્રતિસંલીનતા કહી. તે કષાય પ્રતિસંલીનતા શું છે ? ચાર ભેદે છે – (૧) ક્રોધના (૨) માનના (૩) માયાના (૪) લોભના ઉદયનો નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધ
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy