SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨ ક ચિરમ્-ચિરકાલ, આદિ-નિવેશ, બનેલું. તેથી જ પૂર્વ પુરુષ-અતીત મનુષ્યો વડે પ્રાપ્ત-ઉપાદેયપણે પ્રકાશિત હતું. પોરાણ-ઘણા કાળનું હોવાથી પ્રાચીન. શબ્દ પ્રસિદ્ધિ, તેની હોવાથી શબ્દિત, વિત્ત-દ્રવ્ય, તે જેની હોવાથી વિત્તિક અથવા આશ્રિત લોકોને વૃત્તિ દેનારુ. કીર્તિત-લોકો દ્વારા કીર્તિત અથવા કીર્તિ દેનાર. નાવ - ન્યાયનિર્ણાયકત્વથી ન્યાય અથવા જ્ઞાન-લોકોએ તેના પ્રાસાદથી જ્ઞાત સામર્થ્ય અનુભવેલ. સપડાગાઈપડાગમંડિત-પતાકા અને પતાકાને અતિક્રમતી પતાકાથી અતિપતાકા, તેના વડે મંડિત. સલોમહત્વ-રોમમય પ્રમાજનક યુક્ત. કચવેયયિ-વેદિકા રચેલ લાઈસ-જેની ભૂમિ છાણ આદિથી લેપિત છે તે, ઉલ્લોઈય-ચુનાદિ વડે સંમાર્જેલ દીવાલો યુક્ત. તે બંને વડે મહિતપૂજિત. ગોશીર્ષ-સસક્તચંદન, દર્દ-હથેળી વડે પાંચે અંગુલી સહિત થાપા મારેલ. ઉપયિત-નિવેશિત, ચંદનકળશ-માંગલ્ય ઘડા. ચંદનઘટ અને સારી રીતે કરેલ તોરણ ચુક્ત દ્વારનો દેશભાગ હતો. આસક્ત-ભૂમિમાં સંબદ્ધ, ઉત્સક્ત-પરિસંબદ્ધ, વિપુલ-વિસ્તીર્ણ, વૃત-વર્તુળ, વગ્યારિય-લટકતી, માલ્યદામકલાપ-પુષ્પમાળારામૂહ. પંચવર્ણી સરસ સુરભિ વડે મુક્તક્ષિપ્ત પુષ્પપુંજલક્ષણ ઉપચા-પૂજા વડે યુક્ત. કાળો અગરુ આદિ ધૂપની જે મધમધતી ગંધ, ઉદ્ધૃત-ઉદ્ભૂત, તેના વડે અભિરામ. તેમાં દુરુક-ચીડા, તુઝુક-સિલ્પક. સુગંધી એવું જે પ્રવર વાસ (ચૂર્ણ) તેની ગંધ યુક્ત. ગંધવર્ણીભૂત-સૌમ્યના અતિશયથી ગંધદ્રવ્યગુટિકારૂપ [તે પૂર્ણભદ્ર ચૈત્ય હતું] નકન‰૦ આદિ પૂર્વવત્, ભુયગ-ભોગી અથવા ભોજક-તેના પુજારી, માગધભાટ. ઘણાં લોકો-નગરના અને જાનપદ-જનપદના લોકોમાં વિશ્રુતકીર્તિક-ખ્યાતિ પ્રસિદ્ધ છે તેવા. બહુજનસ્ય આહુસ્સ-દેવાને. આહ્વનીય-સંપદાનભૂત. પાહુણિજ્યપ્રકર્ષથી આહ્લનીય. ચંદન-ગંધ આદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમંસણીય, પુષ્પ વડે પૂજનીય, વસ્ત્ર વડે સત્કારણિય, બહુમાનવિષયપણાથી સન્માનનીય, નાળ આદિ-કલ્યાણ આદિ બુદ્ધિ વડે વિનયથી પર્યુપાસનીય, કલ્યાણઅર્થહેતુ, મંગલ-અનર્થ પ્રતિહત હેતુ, દૈવત-દેવ, ચૈત્ય-ઈષ્ટ દેવતા પ્રતિમા, દિવેદિવ્ય, પ્રધાન. સત્ય-સત્ય આદેશત્વથી, - ૪ - સત્યસેવં-સેવાના સફળ કરવાથી, સન્નિહિત પાડિહે-દેવતાએ પ્રાતિહાર્ય કરેલ. યાગ-પૂજા વિશેષ, બ્રાહ્મણ પ્રસિદ્ધ, તેના હજાર ભાગ - અંશને સ્વીકારે છે. યાગ-પૂજ વિશેષ, ભાગ-વિંશતિ ભાગ આદિ, દાય-સામાન્ય દાનાનિ. - X - • સૂત્ર-૩ (અધુરુ) 1 તે પૂર્ણભદ્ર ચૈત્ય, એક મોટા વનખંડથી ચોતરફથી ઘેરાયેલ હતું. તે વનખંડ કૃષ્ણ-કૃષ્ણાવભાસ, નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીતશીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તિત-તિવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણછાય, નીલનીલછાય, હરિત-હતિછાય, શીત-શીતછાય, સ્નિગ્ધ-સ્નિગ્ધછાય, તિવ-તિવછાય, ગહન અને સઘન છાયાથી યુક્ત, રમ્ય અને મહામેઘ નિકુટુંબ ભૂત હતું. ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૩ (અધુરુ) : મળ્યો - સર્વે દિશામાં, સમાત્-વિદિશામાં. કિણ્ઠકાળો વર્ણ, કિચ્હાવભાસકાળી પ્રભા, કાળા જેવી લાગે તે કૃષ્ણાવભાસ. એ પ્રમાણે નીલ-નીલોભાસ આદિ જાણવું. તેમાં નીલ-મયૂરની ડોક જેવું હરિત-પોપટના પુચ્છ જેવું, સૌર્ - શીત, સ્પર્શની અપેક્ષાઓ. - ૪ - ણિદ્ધ-સ્નિગ્ધ, રૂક્ષ નહીં. તિત્વ-વર્ણાદિ ગુણના પ્રકર્ષથી તીવ્ર. કિàકિણ્ઠચ્છાય-કૃષ્ણ શબ્દ અને કૃષ્ણચ્છાય આનું વિશેષણ છે, તેથી પુનરુક્તતા નથી. તેથી કહે છે – કૃષ્ણ એવો કૃષ્ણચ્છાય. છાયા-સૂર્યથી આવરણજન્ય વસ્તુ વિશેષ. ઘણકડિય-કડિચ્છાય એટલે અન્યોન્ય શાળાના પ્રવેશથી ઘણી નિરંતર છાયા. મહા મેશ નિષુદ્રંદ્રભૂવ - મહામેઘના વૃંદ સમાન. • સૂત્ર-૩ (અધુરેથી) - તે વૃક્ષો ઉત્તમ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજવાળા હતા. તે વૃક્ષો અનુક્રમે સુજાત, સુંદર, ધૃતભાવ પરિણત હતા. તે એક સ્કંધ, અનેક શાખા, અનેક શાખા-પ્રશાખાના વિસ્તારવાળા હતા. તેના સઘન, વિસ્તૃત, બદ્ધ સ્કંધો અનેક મનુષ્ય દ્વારા ફેલાયેલ ભુજાઓથી પણ ગૃહીત થઈ શકતા ન હતા. તેના પાંદડા છિદ્ર રહિત, સઘન, અધોમુખ, ઉપદ્રવરહિત હતા. તેના પીળા પાન ઝરી ગયા હતા. નવા-લીલા-ચમકતા પાનની સઘનતાથી ત્યાં અંધારુ અને ગહનતા દેખાતી હતી. નવા-તણપાન, કોમલ-ઉજ્જ્વલહલતા એવા કિસલય, સુકુમાલ પ્રવાલ વડે શોભિત, ઉત્તમ કુરગ્ર શિખરથી શોભિત હતા. તે નિત્ય કુસુમિત, નિત્ય માયિત, નિત્ય લવચિક, નિત્ય સ્તબકીય, નિત્ય ગુલયિત, નિત્ય ગોÐિક, નિત્ય યમલિક, નિત્ય જુવલિક, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત-માયિત-લવકીય-તબકીય-ગુલયિત-ગોસ્ટિકયમલિક-યુવલિક-વિનમિત-૫રણમિત-સુવિભકત-પિંડ મંજરી અવતંસક ધારણ કરેલ હતા. પોપટ, મોર, મેના કોયલ, કોહંગક, શ્રૃંગાસ, કોંડલક, જીવં-જીવક, નંદીમુખ, કપિલ, પિંગલાંક્ષ, કાદંડ, ચક્રવાક, કલહંસ, સારસ આદિ અનેક પક્ષી ગણ યુગલ દ્વારા કરાતા શબ્દોના ઉન્નત અને મધુર સ્વાલાપ વડે ગુંતિ અને સુરમ્ય હતા. મદમાતા ભ્રમરો તથા ભ્રમરીઓના સમૂહ તથા મકરંદના લોભથી અન્યાન્ય સ્થાનોથી આવેલ વિવિધ જાતિના ભ્રમરની ગુનગુનાહટ વડે તે સ્થાન ગુંજાયમાન હતું. તે વૃક્ષ અંદરથી ફળ-ફુલ વડે અને બહારથી પાન વડે ઢંકાયેલ હતું. પત્ર અને પુષ્પો વડે ઉચ્છન્ન અને પ્રતિવલિચ્છન્ન હતું. તેના ફળ સ્વાદુ, નિરોગી, અર્કટક હતા. વિવિધ ગુચ્છ-ગુલ્મ અને ઉત્તમ મંડપથી શોભિત હતું. વિચિત્રશુભ ધ્વજા યુક્ત હતું. વાપી-પુષ્કરિણી અને દીર્લિકામાં ઝરોખાવાળા સુંદર ભવન બનેલા હતા.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy