SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સૂત્ર-૧ દીધિકા-સારણી, વપિણી-ક્યારી, આ બધાંની જે રમ્યતાદિ, તેનાથી ચુકત. * * * નંદનવન-મેર પર્વતનું બીજું વન, તેની પ્રભા જેવી પ્રભાવી યુક્ત, એવી તે નગરી. સૂગ-૧ (અધુરેથી) : તે ઉંચી, વિપુલ, ગંભીર ખાઈથી યુક્ત હતી. ચંદ્ર, ગદા, મુકુંઢી, અવરોધ, શતદિન, ધન દ્વારા યુગલ વડે તે નગરી દુwવેશ્ય હતી. ધનુષ જેવા કુટિલ, વાંકા પ્રકારથી વીટાયેલ હતી. પ્રાકાર ઉપર ગોળ કપિશિખકોની ચિ-સંસ્થિતશોભતી હતી. અલક, ચરિકા, ગોપુરતોરણ, ઉid-સુવિભકત-રાજમાર્ગ, નિપુણ શિલ્પાચાર્ય નિર્મિત & અલા અને ઈન્દ્રકિalી સુકd હતી. • વિવેચન-૧ (અધુરેથી) : ઉદ્વિદ્ધ-ઉદd, વિપુલ-વિસ્તીર્ણ, ગંભીર, મધ્ય ભાગ પ્રાપ્ત થતો ન હોય, ખાતઉપસ્થી વિરતીર્ણ, ખાઈથી યુકત હતી. ચક-રશ્ય કે અરઘરનું અંગ, ગદા-પ્રહરણ વિશેષ, મુલુંટી-એક પ્રહરણ, અવરોધ-પ્રતોલિ, બારણાની અંદરનું પ્રાકાર સંભવે છે. શતતિમહા યષ્ટિ કે મહાશિલા, જે ઉપરચી પાડવાથી સો પુરુષોને મારી નાંખે છે. યમલ-સમાના સંસ્થિત એવા છે જે કપાટ-દ્વાર, ધન- નિછિદ્ર. તેથી પ્રવેશ દુકર બને. ધનુકુટિલકટિલ ધનુષ, તેનાથી પણ વક એવા પ્રકારથી પરિક્ષિd cતા વર્તુળાકાર કપિશીર્ષક વડે સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવત્ શોભતી એવી. અટ્ટાલક-પ્રાકાની ઉપર રહેલ આશ્રય વિરોષ. ચણ્યિા-આઠ હાથ પ્રમાણ નગર પ્રાકારનો અંતરાલ માર્ગ, દ્વાર-પ્રાકાર દ્વારિકા, ગોપુર-નગના દ્વાર, તોરણ, ઉજ્ઞતગુણવંત અને ઉચ્ચ, સુવિભક્ત-જેનો રાજમાર્ગ વિવિત છે તે. છેયાયરિય-નિપુણ આચાર્ય-શિષી વડે ચિત, દૃઢ-બળવાન, પરિધઆગળીયો, ઈન્દ્રનીલ-ગોપુરના કમાડ ઉપરના ભાલા. • સૂત્ર-૧ (અધુરેથી) : હાટ, વણિક ક્ષેત્ર, શિવલીના આવાસોથી સુવિધા પૂર્ણ હતી. શૃંગાટક, મિક, ચતુક, ચત્વર, વાસણ આદિની દુકાનો, વિવિધ વસ્તુઓથી સુશોભિત અને સુરમ્ય હતી. રાજ સવારી નીકળતી રહેવાથી રાજમાર્ગે ભીડ રહેતી હતી. અનેક શ્રેષ્ઠ ઘોડા, મત્ત હાથી, સમૂહ, શીબિકા, ચંદમાનિકા, યાન, યુગ્મથી આકીર્ણ હતી. ખીલેલા કમળોના વડે શોભિત જળાશય, શ્વેત શ્રેષ્ઠ ભવનોથી સુશોભિત, નિર્નિમેષ નેત્રો વડે પ્રેક્ષણિય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી. • વિવેચન-૧ (અધુરેથી) : વિપણી-વણિક પથ, હાટ માર્ગ, વણિજ-વાણિજ્યનું ક્ષેત્ર-સ્થાન, શિલી-કુંભકાર આદિ તેમના વડે ભાત. તેથી જ લોકોનું પ્રયોજન સિદ્ધ થવાથી લોકોને સુખકારી હોવાથી નિવૃતસુખા. બીજી વાસનામાં “છે'ને બદલે “છેય’ શબ્દ છે. તેમાં છેક શિલ્પી વડે વ્યાપ્ત અર્થ કર્યો. શૃંગાટક-ત્રિકોણ સ્થાન, ત્રિક-જ્યાં ત્રણ માર્ગો મળે છે તે, ચતુક-ચાર માર્ગો મળે છે તે, ચવર-ઘણાં માર્ગોવાળું સ્થાન, પણિત-ભાંડ, વાસણ-કરીયાણું, આપણ-હાટ, વિવિધ વસ્તુ - અનેક દ્રવ્યો, આ બધાંથી પરિમંડિત, બીજી પ્રતમાં આટલા શબ્દો વધારે છે :- ચતુર્મુખ-ચતુહરિ દેવકુલાદિ, મહાપારાજમાર્ગ, પંચ-સામાન્ય માર્ગ. આ શૃંગાટક આદિમાં ભાંડની દુકાનો અથવા વિવિધ વેશ વડે લોકોથી પરિમંડિત. નસ્પતિ-રાજા, પ્રવિકીર્ણ-ગમનાગમનથી વ્યાપ્ત, મહિપતિપથ-રાજમાર્ગ અથવા રાજા વડે બીજા રાજાની પ્રભા નિરસ્ત કરાયેલ છે તેવી, અથવા રાજા વડે રાજપમાં જ્યાં વિસ્તારાઈ છે તે. અનેક ઉત્તમ અશ્વ, મuહાથી, ચ સમૂહ, શિબિકા, સ્કંદમાનિકા, સાન અને યુગ્ય વડે આડીર્ણ-વ્યાપ્ત અથવા અનેક ઉત્તમ અશાદિ જેમાં વ્યાપ્ત છે અને ગુણવાનું યાન આદિ જેમાં છે તે. તેમાં શિબિકા એટલે કુટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, ચંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, યાન-ગાડા આદિ, યુગ્યગોલ્લ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ અને વેદિકા વડે શોભતી જંપાન. વિમુકુલ-વિકસેલ કમલ, તાજી નલિની-પાિની વડે શોભિત જળ જ્યાં છે તે. પાંડુર-સુધા ધવલ, વરભવન-પ્રાસાદ, સારી રીતે નિત્ય મહિતા-પૂજિત છે. સૌભાગ્યના અતિશયથી અનિમેષ નયન વડે પ્રેક્ષણીય. પ્રાસાદય-ચિત્તને પ્રસન્ન કરનારી, દરિસણિજ્જ - જેને જોતાં ચક્ષુ થાકતા નથી, અભિરૂપ-મનોજ્ઞ રૂપ, પડિરૂપ-જોનારને મનમાં વસી જાય તેવી. • સૂત્ર-૨ : તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં પૂભિ નામક ચૈત્ય હતું. તે ચીકાલીન હતું. પૂર્વપુરષ કથિત પ્રાચીન, શદિત, વૃત્તિક, કિર્તિત, ફાત, છવજવંટ પતાકા સહિત, પતાકાતિપતાકાથી મંડિત, મોરપીંછીયુકત, વેદિકાકૃત, ગોબરાદિથી લિપ્ત ભૂમિવાળું હતું ત્યાં ગોષિ-સરસા ચંદનના પાંચે આંગળી અને હથેળી સહિત થાપા હતા. ત્યાં ચંદન કળશો અને ચંદન ચર્ચિત ઘટ હતાં. તેના દ્વારા દેશભાગ તોરણોથી સજાવેલા હતા. જમીનથી ઉપર સુધીના ભાગને સ્પર્શતી મોટી-મોટી, ગોળ અને લાંબી અનેક પુષ્પમાળાઓ હતી. સરસ-સુગંધી પંચવણ છુપોનો ટેસ્ટ કરાયેલ હતો. કાળો અગરુ પ્રવર કુદર૭, તુરક, ધૂપના મધમઘાટથી તે ઉત્કૃષ્ટ ગંધવાળું અને રમણીય લાગતું હતું. ઉત્તમ સુગંધી ગંધથી ગંધિત અને ગંધાવ ભૂત [એવું તે ચૈત્ય લાગતું હતું. તે ચૈત્ય નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વેલંબક, લવક, કથક, લાસક, આખ્યાયક, લેખ, મંખ, તુણઈલ્સ, તુંકાવીણિક, ભોજક અને માગધથી યુકત હતું. બહુજન જાનપદમાં તેની કિત ફેલાઈ હતી. ઘણાં ઉદર યુરો માટે તે આહનીય, પ્રહણીય, અનીય, વંદનીય, નર્મસણીય, પૂજનીય, સકારણીય, સન્માનનિય, કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ, વિનયપૂર્વક યુપાસનીય, દિવ્ય, સત્ય, સત્યોપાય, સપ્રિહિત પ્રાતિહાર્ય, હજારો પ્રકારની પ્રજાને પ્રાપ્ત હતું. ઘણાં લોકો ત્યાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચના કરતા હda. • વિવેચન-૨ :તે ચંપાનગરીમાં ઉત્તરપૂર્વ દિભાગમાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય-વ્યંતરાયન હતું.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy