SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/૩૧ ૬૩ અશનાદિ ઘણી મિત્ર, જ્ઞાતિ યાવત્ સ્ત્રીઓ સાથે આવાદતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે વિચાર્યું. વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજવલ્યમાન્ થતાં સાગરદત્ત પાસે આવીને આમ કહ્યું – તે માતાઓ ધન્ય છે યાવત્ દોહદ પૂર્ણ કરે છે તો હું પણ યાવત્ તેમ ઈચ્છું છું. ત્યારે સાગરદત્ત સાર્થવાહે ગંગદત્તાને આ વાત માટે અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા સાગરદત્તની અનુજ્ઞા પામવાથી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તે વિપુલ અશનાદિ અને સુરા આદિ તથા ઘણાં પુષ્પાદિ એકઠા કરાવે છે. પછી સાવત્ નાન કરી, બલિકર્મ કરી ઉભરદત્તના યક્ષાયતને યાવત્ ધૂપ ઉવેખી, પુષ્કરિણીએ જાય છે. પછી તે મિત્ર યાવત્ મહિલાઓ ગંગદત્તા સાર્થવાહીને સવલિંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી ગંગદત્તા તે મિત્ર, જ્ઞાતિ બીજી પણ ઘણી નગર સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિ અને સુરાને આવાદતા દોહદને પૂર્ણ કરે છે, કરીને જે દિશામાંથી આવેલી તે દિશામાં પાછી જાય છે. તે ગંગદત્તા પ્રશસ્ત દોહદવાળી થઈને ગર્ભને સુખે સુખે વહન કરે છે. પછી તેણી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપે છે. સ્થિતિપતિતા કરે છે યાવત્ જે કારણે આ બાળક ઉબરદત્ત યક્ષની માનતાથી પ્રાપ્ત થયો, તેથી આ બાળકનું ઉંબરદત્ત નામ થાઓ. પછી તે ઉંબરદત્ત બાળક પાંચ ધાત્રી વડે ગ્રહણ થઈ ઉછરે છે. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહ “વિજયમિત્ર”ની જેમ યાવત્ મરણ સમયે મરણ પામ્યો. ગંગદત્તા પણ મરણ પામી, ઉંબરદત્ત ઉત્ઝિતકની માફક ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ત્યારપછી ઉંબરદત્તને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગતકો ઉત્પન્ન થયા. તે આ - શ્વાસ, કાસ યાવત્ કોટ. ત્યારે તે ઉંબરદત્ત સોળ રોગાતાંકથી અભિભૂત થઈને સડેલા હાથવાળો આદિ થઈને યાવત્ વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચે આ પ્રમાણે ઉંબરદત્ત તેના જૂના-પુરાણા સંચિત કર્મોને યાવત્ અનુભવતો રહે છે. ભગવન્ ! તે ઉંબરદત્ત મરણ સમયે મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! ઉંબરદત્ત ૭ર-વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મરણ પામી આ રત્નપભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પૂર્વવત્. પછી હસ્તિનાપુરમાં કુકડા રૂપે જન્મશે. ગોષ્ઠી દ્વારા વધ પામી પૂર્વવત્ હસ્તિનાપુરમાં શ્રેષ્ઠી કુળમાં ઉપજશે. બોધ પામી, દીક્ષા લઈ સૌધર્મ કરે જઈ, મહાવિદેહે જન્મી, દીક્ષા લઈ સિદ્ધ થશે. - વિવેચન-૩૧ : સાતમાં અધ્યયનનો ઉલ્લેપ કહેવો. જ્જ- ખરજવાળો. દોઉયરિય-જલોદસ્કિ, ભગંદલિય-ભગંદરવાળો, સોગિલ-સોજાવાળો. થિવિથિવિંત-આ અનુકરણ શબ્દ છે. વામુ વ્રણ મુખમાં કીડાઓ વડે ઉપર પીડા કરાતો. લાલ-લાળના તંતુ, - x - અભિક્ષણ-વારંવાર. કટ્ટ-કલેશહેતુક, કલુણ-કરુણોત્પાદક, વિસર-વિરૂપની, કૂચમાણ-અવ્યક્ત શબ્દ કરતો. બાકી બધું ૬૪ વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ પહેલા અધ્યયનવત્. " x " પાડ-પાડલિમંડ નગરથી. પડિણ-નીકળે છે, ભગવંત મહાવીર પાસે જાય છે, ઈર્યાપથિકી પ્રતિક્રમે છે, ભોજનપાન આલોચે છે, દેખાડે છે. - ૪ - બિલમાં સર્પ પ્રવેશે તેની જેમ રસરહિતપણે આહાર કરે છે. આયુર્વેદ-વૈધકશાસ્ત્ર, કુમારભિચ્ચ-બાળકોના પોષણમાં સારું શાસ્ત્ર - ૪ - તન્નિમિત્ત વ્યાધિ ઉપશમનાર્થે. સલાગ-શલાકા કર્મ, તેનું પ્રતિપાદક તંત્ર, તે ઉર્ધ્વગત જંતુના રોગોના શ્રવણ-વદનાદિ રોગના ઉપશમનાર્થે. સલ્લહત્ત-શલ્યને હણીને ઉદ્ધરવું તેનું પ્રતિપાદક શાસ્ત્ર કાય તિગિછ-જવરાદિ રોગ ગ્રસ્ત શરીરની ચિકિત્સા, મધ્યાંગમાં રહેલા જ્વર, અતીસારાદિના શમન માટેનું તંત્ર, જંગોલ-વિષઘાત ક્રિયા નામક, સર્પ કે કીડા આદિથી ડસેલના વિનાશાર્થે વિવિધ વિષ સંયોગ શમાવવા. ભાવેજ ભૂતોના નિગ્રહ માટેની વિધા, દેવ-અસુર-ગંધર્વાદિથી પીડિત ચિત્તની શાંતિકર્મ, બલિકરણાદિ વડે ગ્રહોનું ઉપશમન. રસાયણ-અમૃત રસની પ્રાપ્તિ, આયુ-મેઘાકર અને રોગના અપહરણ માટેનું તંત્ર. વાજીકરણ-શુક્રની વૃદ્ધિ વડે ઘોડા જેવો કરવો તેનું - x - શાસ્ત્ર. સિવહત્ય-આરોગ્યકર હા. સુહત્ય-પ્રશસ્તાકર કે સુખહેતુ હસ્ત. લઘુહત્ય-દક્ષહા. રાજા, ઈશ્વર ચાવી તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી. દુબલ-કૃશ, હીનબલ, ગિલાણ-ક્ષીણ હર્ષને શોકજનિત પીડા, વાહિય-વ્યાધિ, ચિરસ્થાયી કુષ્ઠ આદિ અથવા ઉષ્ણ આદિ વડે અભિભૂત. તેથી રોગિક-સંજાત ચિરસ્થાયી જ્વરાદિ દોષ. આવું કોને હોય ? સનાય-સ્વામીવાળા, અણાહ-સ્વામી વગરના, સમણ-ગૈકિાદિ, ભિકખાગ-તે સિવાયના, કરોડિક-કાપાલિક, આઉર-ચિકિત્સા ન થયેલ. - X - નિયગકુચ્છિસંભૂત-પોતાના સંતાનો. - ૪ - ૪ - ૪ - પુન્ન-પુત્યરહિત, અક્ચપુન્ન-અવિહિતપુન્ય અથવા અપુન્ન-અપૂર્ણ મનોરથમાથી. એત્તો-આવી બાળ ચેષ્ટાઓ. - ૪ - કલ્લં॰ યાવત્ શબ્દથી રાત્રિ વીત્યા પછી પ્રભાત થતાં, વિકસિત જે પદ્મ અને કમળ જેવા કોમળ, નયનનો ઉન્મેષ થતો, લાલ પ્રભાવાળો સૂર્ય તેજ વડે જાજ્વલ્યમાન થતો. x - યાગ-પૂજા કે યાત્રા, દાય-દાન, ભાય-લાભનો અંશ, અયનિહિદેવનો ભંડાર, અણુવક઼િસ્ટામિ-વૃદ્ધિ પમાડીશ. ઓવાઈય-માનતા. ઉવાઈણિત્તએ-યાચના કરવાને, માનતા માનવાને. કૌતુક-મથી, પુંડ્રકાદિ. મંગલ-દહીં, ચોખા આદિ. ઉલ્લભીની, પટ-પ્રાવરણ, સાટક-વસ્ત્ર. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૭-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy