SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ૧//૩૧ ભગવન્! નિશે હું છના પારણે યાવતુ ભ્રમ કરતા પાડલસંડ નગરે પહોંચ્યો, પહોંચીને પાડલીઝંડના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો, ત્યાં મેં એક ખરજ આદિના વ્યાધિવાળm મુરને જોયો ચાતુ ભિક્ષાથી તે આજીવિકા કરતો હતો. બીજ છઠ્ઠના પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તે જ પુરષને યાવતુ આજીવિકા કરતો રહેલો જોઈને વિચાર આવ્યો. પ્રમાણે પૂર્વભવ પૂછતા, ભગવંતે ઉત્તર આપ્યો હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નામે નગર હતું. તે વિજયપુર નગરે કનકરથ નામે જ હતો. તે કનક રાજાને ધનવંતરી નામે વૈધ હતો. તે અષ્ટાંગ આયુર્વેદનો પાઠક હતો. તે આ પ્રમાણે - કુમારભૃત્ય, શાલાક્ય, શલ્મહત્ય, કાયચિકિત્સા, જંગોલ, ભૂતવિધા, રસાયણ, વાજીકરણ. તે વૈધ શિવા -સુખહd-GUહસ્ત હતો. ત્યારપછી તે ધનવંતરી વૈધ વિજયપુરમાં કનકરથ રાજાને, અંતઃપુરને, બીજી પણ ઘણાં રાજ, ઈશ્વર યાવતુ સાર્થવાહનતે તથા બીજા પણ દુર્બળ, પ્લાન, વ્યાધિત, રોગીને તથ્ય અનાથ અને સનાથને, શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુકકારોટિક-કાપાલિકને આ સર્વે આતુરોમાં કેટલાંકને મચ્છ-માંસનો ઉપદેશ આપતો. કેટલાંકને કાચબાનું માંસ, એ પ્રમાણે ગ્રાહ-મગર-સુમાર-બકરા-ઘેટા-રોઝસુવ-હરણ-સસલા-ગાય-ભેંસનું માંસ ખાવાનો, કેટલાંકને તિતર-વર્તક-કલાપકપોત-કુકડા-મયુરના માસનો, બીજી પણ ઘણાં જલચસ્થલચ-ખેચર આદિના માંરાને ખાવાનો ઉપદેશ આપતો હતો. ધનવંતરી વૈધ પણ તે ઘણાં મત્સ્ય યાવતું મોરના માંસને અને ઘણાં જલચરલય-ખેચરની માંસને સેકીને, તળીને, ભુજીને સુરા આદિ સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારપછી તે ધનવંતરી વૈધ આવા અશુભ કર્મોથી ઘણાં પાપકમને ઉપાર્જિત કરી ૩ર૦૦ વર્ષનું પરમ આયુ પાળીને કાળ માસે કાળ કરી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો. ત્યારે ગંગદત્તા, જે જાતનિા હતી. તેના બાળકો જન્મતાં જ મરણ પામતા હતા. ત્યારે તે ગંગદત્તા સાથનાહીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ-સમયે કુટુંબ ચિંતાથી જાગતી હતી. ત્યારે આવો વિચાર ઉug થયો. નિશે હું સાગરદd સાર્થવાહ સાથે ઘણાં વર્ષોથી ઉદાર માનુષી કામભોગો ભોગવતી વિચર છું પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, પુન્યવાન છે, કૃતાકૃતલક્ષણ છે, તે માતાઓના જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે, હું માનું છું કે જે માતાઓના પોતાની કુક્ષિણી ઉત્પન્ન થયેલા બાળકો સ્તનદુધ લુક, મધુર વચન બોલતા, મમ્ન કરતા, સ્તનમૂળ કx દેશ ભાગે સકતા, મુધ હોય, વળી કોમળ કમળની ઉપમાવાળા હાથ વડે તેને ગ્રહણ કરી ખોળામાં બેસાડે છે ત્યારે તે બાળકો મધુર ઉલ્લાપને આપે છે, મંજુલ શબ્દો બોલે છે. [પણ] હું ધન્ય-અયુચ-અકૃત પુન્ય છું. આમાંનું કંઈ પણ ન પામી. મારે માટે શ્રેયકર છે કે યાવતું સૂર્ય જાળવલ્યમાન થતાં સાગરદત્ત સાવિાહને પૂછીને ઘણાં પુષ્પ-વા-ગંધ-માળા-અલંકાર લઈને, ઘણાં મિત્રજ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજન મહિલાઓ સાથે પાડલસંs નગરથી નીકળીને બહાર ઉભરદd યક્ષના યક્ષાયતને જઈશ. જઈને ત્યાં ઉંબરદસ્ત યાની મહા& "ારન કરીને, ઢીંચણને પૃdી પર રાખી, પગે પડી આવી માનતા કરું - હે દેવાનુપિય ! જે હું કોઈ બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો હું તમારા યાગ, દાન, ભાગ અને અક્ષયનિધિમાં વૃદ્ધિ કરીશ. એમ કરીને મારે માનતા માનવી તે કલ્યાણકારક છે, આ પ્રમાણે વિચારી, બીજે દિવસે યાવત્ સૂર્ય જાળવવ્યમાન થયો ત્યારે સાગરદત્ત સાર્થવાહ પાસે આવી. આવીને સાગરદd સાવાને આ પ્રમાણે કહ્યું નિશે હે દેવાનુપિય! હું તમારી સાથે ભોગ ભોગવું છું ચાવતુ એક બાળક ન પામી. હે દેવાનુપિય ! તમારી આજ્ઞા પામીને યાવત [ઉંબરદત્ત યક્ષની માનતા માનવાને ઈચ્છું છું. ત્યારે સાગરદd ગંગદત્તાને કહ્યું - હે દેવાનુપિયા! મારો પણ આ જ મનોરથ છે, તું કયા ઉપાયથી પુત્ર કે પુત્રીને જન્મ આપીશ ? ગંગદત્તાને અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા, સાગરદત્ત સાર્થવાહની અનુજ્ઞા પામીને ઘણાં પુષ આદિ લઈ યાવત મહિલાઓ સાથે પોતાના ઘેરથી નીકળી, નીકળીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળી. નીકળીને પુષ્કરિણીએ આવી. આવીને પુષ્કરિણીના કિનારે ઘણાં પુણા--ગંધ-માલા-અલંકાર લાવીને પુષ્કરિણીમાં ઉતરી, ઉતરીને જળનાન કર્યું. કરીને જલકીડા કરતી, સ્નાન કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીના પટશાટકને પહેરીને પુષ્કરિણીમાંથી બહાર આવી. તે પુષ્પાદિ લઈને ઉંબરદસ્ત યજ્ઞના યજ્ઞાયતને આવી, આવીને ઉંબરદસ્ત યાને જોતાં જ પ્રણામ ક, કરીને મોરપીંછી વડે પ્રમાર્જન કર્યું, કરીને જળધાર વડે સ્નાન કરાવ્યું. કરાવીને બારીક વા વડે ગાત્રયષ્ટિને લુંછી, પછી યક્ષને શ્વેત વસ્ત્ર પહેરાવ્યા. મહાહ પુણા-વા-માળા-ગંધ-પૂણ રોહણ કર્યું કરીને ધૂપ ઉવેખ્યો. ઢીંચણથી પગે પડીને આમ કહ્યું - દેવાનુપિય! જે હું બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો યાવત માનતા માની, માનીને જે દિશામાંથી આવેલી, તે દિશામાં પાછી ગઈ. ત્યારપછી તે ધનવંતરી વૈધનો જીવ તે નરકોમાંથી અનંતર ઉદ્ધતીને આ જ જંબુદ્વીપમાં પાડલસંડ નગરમાં ગંગદત્તાની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ગંગદત્તાને ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે જે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને ઘણી સ્ત્રીઓ સાથે ચાવતુ પરીવરીને તે વિપુલ આશનાદિ અને સુરાને તથા પુષ્પ આદિને ચાવતું ગ્રહણ કરીને ડેસમંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણી જાય છે. જઈને પુષ્કરિણીમાં ઉતરે છે, નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી, તે વિપુલ
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy