SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૬/૩૦ અવસરે મૃત્યુ પામી, રતનપભા પૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થશે, સર્વ સંસાર તે પ્રમાણે પૂર્વવત કહેવો. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમારથી વધ કરાઈને ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જન્મી, પછી દીક્ષા લઈ, સૌધર્મકથે જઈને, પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ • x • સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત થઈ સર્વે દુ:ખોનો અંત કરશે.. હે જંબૂ! નિક્ષેપ કહેવો તેમ હું કહું છું. • વિવેચન-૩૦ : અંતર - અવસર, fછ - અા પરિવારવ, વિરહ-વિજનવ, નિક્ષેપ - નિગમન. • x • fષ • ભગવંત સમીપે આ વ્યતિકર જાણીને હું કહું છું. [iftવ%િ ofમ કહે છે, કથામાં નંદિષેણ નામ છે.) મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ છે અધ્યયન-ઉંબરદત્ત” છે. – X - X - X - X - X - X – સૂમ-૩૧ - સાતમાં આધ્યયનનો ઉલ્લેપ કહેવો... હે જંબૂ! તે કાળે, તે સમયે પાડલખંડ નગર હતું. ત્યાં વનખંડ નામે ઉધાન હતું, ઉંબરદત્તનું યક્ષાયતન હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. ત્યાં પાડલસંડ નગરમાં સાગરા નામે ઋદ્ધિમાન સાર્થવાહ હતો, તેની પત્ની ગંગદત્તા હતી. તે સાગરદનો પુત્ર અને ગંગદત્તાનો આત્મજ ઉબરદત્ત નો અહીન યાવતુ પાંચેન્દ્રિય શરીરી પુત્ર હતો. તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા, યાવત્ પદિા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત પSલસંડ નગરે આવ્યા. પાડલસંડ નગરના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યા. ત્યાં એક પુરુષને જોયો, તેને ખરજ, કોઢ, જલોદર, ભગંદર, અર્થ, કામ અને શ્વાસનો રોગ હતો. સોળ ચડેલ હતા • તેના મુખ, હાથ, પગ સોજાવાળા હતા. તેના હાથ અને પગની આંગળી, તથા કાન-નાક સડી ગયા હતા. તેના શરીરમાંથી સી અને હ વહેતા હતા. તેના શરીરમાં ઘણાં વણો હતા. તે ઘણોના મુખમાં કીડા ખદબદતા હતા. તેનાથી પીડાતો હતો. તેમાંથી પર અને લોહી વહેતા હતા. તેના નાક-કાનમાંથી રસી નીકળતા હતા. તે વારંવાર પર-લોહી - કૃમિના કોગળાનું વમન કરતો હતો. તે કષ્ટકારક, કરુણા ઉપજાવે તેવા, નીરસ શબ્દને બોલતો હતો, માર્ગમાં માખીઓનો મોટો સમૂહ તેને અનુસરતો હતો, કેશનો સમૂહ ફૂટેલો હોવાથી તેના મસ્તકપરના કેશો અત્યંત વિખરાયેલો હતો. તેણે ખંડિત-ફાટેલ વટ પહેરેલું હતું, તેના હાથમાં કુટેલ હીબર અને કુટલો ઘડો હતો, આ રીતે તે પુરુષ ઘેર-ઘેર દેહબલીએ કરીને આજીવિકા કરતો ફરતો હતો, તેને [ગૌતમસ્વામીએ જોયો. ત્યારે ગૌતમસ્વામી ઉચ્ચ-નીચ યાવતું ભ્રમણ કરે છે યથાપયતિ ગ્રહણ કરે છે. પાડલીમંડની નીકળીને ભગવંત મહાવીર પાસે આવી, ભોજન-પાના દેખાશ, ભગવંતની અનુજ્ઞા પામીને યાવત બિલમાં સાપ જાય તેમ આહાર કી સંયમ-તાપથી આત્માને ભાવતા રહ્યા. પછી તે ગૌતમસ્વામી બીજા છ તપના પારણે પહેલી પોરસીમાં સઝાય કરી યાવતું પાડલિસંડ નગરના દક્ષિણ દ્વારેથી પ્રવેશ્યા. તે જ પણ જોયો કે જે અરજ આદિનો રૉગી હતો, ઈત્યાદિ સર્વે પૂર્વવત્ યાવ4 સંયમ અને તપથી વિચરે છે. ત્યારપછી ગૌતમસ્વામી ત્રીજી વખત છૐના પારણે પૂર્વવત્ યાવતુ પશ્ચિમ દ્વારથી પ્રવેશતા તે જ ખરાદિ વ્યાધિવાળા પુરુષને જોયો. ચોથ છઠ્ઠને પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તેને જ જઈને ગૌતમસ્વામીને આવો વિચાર ઉત્પન્ન થયો કે અહો આ પુરણ પોતાના પૂર્વના જૂના ઉપાર્જન કરેલા કર્મોનું ફળ ભોગવે છે ચાવત્ કહ્યું
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy