SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/૧/૬૬૦ દ્મ શતક-૧૬ નર્મ — * — * — ૧૨૧ ૦ ૧૫માં શતકની વ્યાખ્યા કરી. તેમાં એકેન્દ્રિયોમાં ગોશાળાના જીવના અનેક વખત જન્મ-મરણ કહ્યા. અહીં પણ જીવના જન્મમરણાદિ કહે છે. એ સંબંધથી આવેલ આ શતકની ઉદ્દેશક સૂચક ગાયા – • સૂત્ર-૬૬૦ ઃ અધિકરણી, જરા, કર્મ, યાવતીય, ગંગદત્ત, સ્વપ્ન, ઉપયોગ, લોક, બલિ, અવધિ, દ્વીપ, ઉદધિ, દિશા, સ્તનિત આ ૧૪-ઉદ્દેશા છે. • વિવેચન-૬૬૦ : (૧) અધિકરણી - લોઢા આદિને કૂટવાની એરણ, લોઢાનું ઉપકરણ વિશેષ, તે વગેરે પદાર્થ વિશેષિત અર્થ-વિષયનો ઉદ્દેશક તે અધિકરણી. (૨) જરા-જરા આદિ અર્થ વિષયત્વથી, (૩) કર્મ-કર્મપ્રકૃતિ આદિ અર્થ વિષયપણાથી, (૪) જાવઈય-આ આદિ શબ્દથી ઉપલક્ષિત ઉદ્દેશો. (૫) ગંગદત્ત - આ દેવ વક્તવ્યતા પ્રતિબદ્ધ. (૬) સ્વપ્ન-સંબંધી મીમાંસા, (૭) ઉ૫યોગ-ઉપયોગાર્થ પ્રતિપાદકત્વથી (૮) લોક-લોકસ્વરૂપ વિષયક, (૯) બલિબલિ સંબંધી પદાર્થ જણાવતો. (૧૦) અવધિ-અવધિ જ્ઞાનની પ્રરૂપણાર્યત્વથી. (૧૧) દ્વીપ-દ્વીપકુમાર વક્તવ્યતા, (૧૨) ઉદધિ-ઉદધિકુમાર વિષયક, (૧૩) દિશા-દિશાકુમાર વિષયક, (૧૪) નીત-સ્તનીત કુમાર વિષયક. છે શતક-૧૬, ઉદ્દેશો-૧-“અધિકરણી” છે — x — x — x - ૪ - ૪ — x - • સૂત્ર-૬૬૧,૬૬૨ [૬૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ પપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! શું અધિકરણમાં વાયુકાય ઉત્પન્ન થાય છે ? હા, થાય છે. ભગવન્ ! શું તે સ્પર્શીને મરે છે કે સ્પર્યા વિના મરે છે? ગૌતમ ! સ્પર્શીને મરે છે, સ્પર્યા વિના નહીં. - - ભગવન્ ! તે સશરીરી નીકળે છે કે અશરીરી નીકળે છે ? એ પ્રમાણે જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્ શરીરહિત થઈને તો નથી. [૬૬] ભગવન્ ! અંગારકાકિામાં અગ્નિકાય કેટલો કાળ રહે છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિદિવસ. ત્યાં બીજા વાયુકાયિક જીવ પણ ઉત્પન્ન થાય છે. કેમકે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતાં નથી. • વિવેચન-૬૬૧,૬૬૨ ઃ -- પહેલા ઉદ્દેશાની પ્રસ્તાવનાર્થે કહે છે - - ૪ - અજ્ઞિ અધિકરણમાં વાયુકાય વ્યુત્ક્રમે છે - લોઢાના ઘણના ઘાતથી ઉત્પન્ન થાય છે. આ આક્રાંત સંભવત્વથી પહેલાં અચેતનપણે ઉત્પન્ન થવા છતાં પણ પછી સચેતન થઈ જાય છે, તેમ સંભવે છે. ઉત્પન્ન થઈને મરે છે, તેથી પ્રશ્ન કરતાં કહે છે મે તે આદિ. — ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સ્પર્શીને સ્વકાય શસ્ત્રાદિ વડે સશરીર કલેવથી નીકળે છે, કાર્યણાદિ અપેક્ષાથી કહ્યું, પણ ઔદાકિાદિ અપેક્ષાથી તે અશરીરી છે. ૧૨૨ અગ્નિના સહચરપણાથી વાયુ, વાયુ સૂત્ર પછી અગ્નિ સૂત્ર કહે છે – ડુંગળાનારિયા - અંગારાને કરે છે, તે અંગારકારિકા, અગ્નિની સગડી, તેમાં માત્ર અગ્નિકાય નથી હોતો, બીજો વાયુકાય પણ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે જ્યાં અગ્નિ ત્યાં વાયુ” - ૪ - અગ્નિ અધિકારથી આ કહે છે – - • સૂત્ર-૬૬૩ : ભગવન્ ! લોઢું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોટાને સાણસી વડે ઉંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઉંચુ-નીચું કરે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચે ક્રિયાઓથી ધૃષ્ટ થાય છે. જે જીવોનું શરીર લોઢું બનેલ છે, લોઢાની ભઠ્ઠી-સાણસી બની છે, અંગારા બનેલ છે, અંગાર કફ઼િણિ, ધમણ બની છે, તે બધાં જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ સ્પષ્ટ થાય છે. ભગવન્! લોહભટ્ટીમાંથી, લોઢાને, લોહાણસી વડે પકડીને એરણ પર રાખતા અને ઉપાડતા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે? ગૌતમ! જ્યાં સુધી લોહ ભઠ્ઠીમાંથી લોઢાને સાણસી વડે પકડીને યાવત્ રાખે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાથી પૃષ્ટ થાય છે. જે જીવોના શરીરથી લોઢું-સાણસી-ઘણ-હથોડો-ઐરણ-ઐરણનું લાકડું બનેલ છે, ઉદકદ્રોણી બની છે, અધિકરણ શાળા બની છે, તે બધાં જીવો કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. • વિવેચન-૬૬૩ : અર્થ - લોઢું, અવજોદ્ગતિ - લોઢા તપાવવાની ભટ્ટી, ાિ-બિદ્ ઉોપતો કે પ્રક્ષેપતો. ગંગાનાળિ - અંગારા કાઢવાની લોઢાની છડી. મત્યુ ધમણ, આ બધાં પદાર્થોના મૂળ જીવને પાંચ ક્રિયા લાગે – થર્મોઢું- ઘણ, લોઢાને કુટવાના પ્રયોજનથી બનેલ લોઢાનું લુહારાદિનું ઉપકરણ વિશેષ. મુઠ્ઠિ - નાનો ઘણ, અરિડોડિ - જે લાકડામાં અધિકરણી રખાય છે તે. કોળિ - પાણીનું વાસણ જેમાં તપેલ લોઢું શીતળ કરવાને નખાય છે. અદિરળમાતા - લોહારશાળા. પૂર્વે ક્રિયા પ્રરૂપી, તેમાં અધિકરણિકી છે, તે અધિકરણથી હોય છે, તેથી તે બંનેના નિરૂપણાર્થે કહે છે – • સૂત્ર-૬૬૪,૬૬૫ : [૬૬૪] ભગવન્ ! જીવ, અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! જીવ, અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. - - ભગવન્ ! આમ કેમ કહો છો - x ? ગૌતમ ! અવિરતિને શ્રીને તે બંને કહેલ છે. ભગવન્ ! નૈરયિક, શું અધિકરણી કે આધિકરણ છે ? ગૌતમ ! અધિકરણી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy