SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/૧/૬૬૪,૬૬૫ ૧૨૩ પણ છે, અધિકરણ પણ છે. એ પ્રમાણે જેમ જીવમાં કહ્યું તેમ નૈરયિકમાં પણ કહેવું, એ પ્રમાણે નિરંતર યાવત વૈમાનિક કહેવું. ભગવાન ! જીવ, શું સાધિકરણી છે કે નિરાધિકરણી ? ગૌતમ સાધિકરણી છે, નિરાધિકરણી નથી. આમ કેમ કહ્યું પ્રપ્ત. ગૌતમ / અવિરતિને આપીને. કહ્યું ચાવતું નિરાધિકરણી નથી. ચાવત વૈમાનિક આમ કહેવું. ભગવાન ! શું જીવ, આત્માધિકરણી છે, પરાધિકરણી છે, તદુભયાધિકરણી છે ? ગૌતમા તે ત્રણે છે. ભગવન! એમ કેમ કહો છો કે યાવત તદુભયાધિકરણી પણ છે. ગૌતમ / અવિરતિને આશ્રીને તે પ્રમાણે કશું યાવત તદુભયાધિકરણી પણ છે, ચાવતું વૈમાનિક. ભગવન્! શું જીવોના અધિકરણ આત્મપયોગથી થાય છે, પરપયોગથી થાય છે કે તદુભયપયોગથી થાય છે ? ગૌતમ! આ ત્રણે છે. - - ભગવાન ! ઓમ કેમ કહો છો ? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તેથી કહ્યું કે ચાવવું તદુભય પ્રયોગથી થાય છે. યાવત વૈમાનિક. ૬િ૬૫] ભગવનું શરીર કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે - ઔદારિક યાવત્ કામણ. • - ભગવન! ઈન્દ્રિયો કેટલી કહી છે ? ગૌતમ ! પાંચ. તે આ - શ્રોએન્દ્રિય યાવતુ સ્પીન્દ્રિય. ભગવન! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ. તે આ - મનોયોગ, વચનયોગ, કાયયોગ. • - ભગવન્! દારિક શરીર માંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ! બંને છે. ભગવન ! એમ કેમ કહો છો કે બંને છે ? ગૌતમ અવિરતિને આશીને યાવતુ અધિકરણ પણ છે. ભગવનપૃથ્વીકાયિક, ઔદારિક શરીર માંધતા અધિકરણી છે કે અધિકરણ 7 પૂર્વવતું. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેતું. એ રીતે વૈક્રિયશરીરમાં પણ જાણવું. વિશેષ એ કે . જેને જે શરીર હોય, તે તેને કહેવું. આહારક શરીર બાંધતો જીવ અધિકરણી છે? પ્રશ્ન. ગૌતમ અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. - - એમ કેમ કહ્યું? ગૌતમાં પ્રમાદને આશ્રીને એમ કહ્યું કે ચાવતુ અધિકરણ પણ છે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. તૈજસ શરીર, ઔદારિકવ4 જાણવું. વિશેષ એ કે - સર્વે જીવોને કહેવા. કામણ શરીર પણ એ પ્રમાણે છે.. ભગવન્! શ્રોમેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ છે ? એ પ્રમાણે જેમ ઔદારિક શરીર કહ્યું તેમ શ્રોત્રેન્દ્રિય પણ કહેવું. વિશેષ એ કે - જેને શ્રોએન્દ્રિય હોય, તેને કહેવી. એ પ્રમાણે ચા-ઘાણ-જીભ-સ્પર્શનેન્દ્રિય પણ કહેવી. વિશેષ એ કે - જેને જે ઈન્દ્રિય હોય, તેને તે પ્રકારે કહેવું.. ભગવના મનોયોગને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ? એ પ્રમાણે જેમ શ્રોએન્દ્રિયમાં કહ્યું તેમ બધું કહેવું. વચનયોગ એ પ્રમાણે જ છે. વિશેષ એ છે . એકેન્દ્રિયોને વવા. એ પ્રમાણે કાયયોગ પણ કહેવો. વિશેષ એ કે ૧૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સર્વે જીવોને વૈમાનિક સુધી કહે. ભગવના તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૬૪,૬૫ - મffજ વિ - અધિકરણ એટલે દુર્ગતિ નિમિત્ત. વસ્તુ વિવક્ષાથી શરીર, ઈન્દ્રિયો તથા બાહ્ય હળ, ગાડુ આદિ પરિગ્રહ જેને હોય તે અધિકરણી. દારા - શરીરાદિ અધિકરણ વડે કંઈક વ્યતિતિપણાથી અધિકરણ જીવે. આ બંને જીવને અવિરતિને આશ્રીને કહ્યા છે, તેથી જે વિરતિવાળા છે, તે મને શરીરાદિ ભાવ છતાં પણ અધિકરણી નથી, અધિકરણ પણ નથી. આ જ કથન ૨૪-દંડકને આશ્રીને બતાવે છે - નૈરયિકાદિ અધિકરણી જીવ પૂર્વે કહ્યા છે, તે દૂરવર્તી હોવા છતાં અધિકરણ વડે કહે છે. જેમકે ગોમાન. તેથી અહીં પૂછે છે - જીવ, સાધિકરણી આદિ. શરીરાદિ સહિત વર્તે તે સાધિકરણી, સંસારી જીવને શરીર, ઈન્દ્રિયરૂપ અધિકરણ સર્વદા સાથે હોવાથી આમ કહ્યું. શાદિ અધિકરણ અપેક્ષાએ વસ્વામી ભાવના અવિરતિરૂપ સહવર્તીપણાથી જીવ સાધિકરણ કહેવાય. પરંતુ સંયતોને શરીરાદિ હોવા છતાં અવિરતિના અભાવથી આધિકરણિત્વ નથી. નિધવાર - જેમાંથી અધિકરણ ચાલ્યું ગયું છે તે. -x- તે હોતું નથી. અવિરતિને અધિકરણરૂપે અદૂરવર્તિત્વથી કહ્યું. અથવા પુત્ર, મિત્રાદિ વડે વર્તે છે, તે આધિકરણી. કોઈક જીવને ગાદિના અભાવે પણ, તે વિષયક વિરતિના અભાવથી સાધિકરણવ જાણવું. તેથી નિરધિકરણી નથી એમ મંતવ્ય છે. - - - અધિકરણ અધિકારથી કહે છે - અધિકરણી કૃષિ આદિવાળો આત્મ અધિકરણી છે. (શંકા) જેને કૃષિ આદિ નથી, તે કઈ રીતે અધિકરણી છે ? અવિરતિ અપેક્ષાએ. પfor for બીજાના અધિકરણમાં પ્રવર્તનથી અધિકરણી છે. તદુપયાનિરખિ - આત્મા અને પર બંને તે તદુભય, તેથી અધિકરણી જે છે તે. હવે અધિકરણની જ હેતુ પ્રપણાર્થે કહે છે - Garvi આદિ. ગgણકા - આત્માના પ્રયોગ-મન વગેરે વ્યાપારથી નિપાદિત જે છે તે. એ પ્રમાણે બીજા બંને કહેવા. (શંકા) જેને વચનાદિ પરપ્રવર્તન વસ્તુ નથી. તેને કઈ રીતે પરપ્રયોગ નિવર્તિતાદિ થાય? આ આશંકા નિવારવા કહે છે - અવિરતિની અપેક્ષાએ ત્રણે પણ હોય, તેમ વિચારવું. હવે શરીરીને ઈન્દ્રિય અને યોગના નિષ્પાદનમાં જીવાદિનું અધિકરણવમાં સૂત્રમાં કહ્યું. * * * * * આ આલાવો પૃથ્વીકાયિક સૂત્રમાં સમસ્ત કહેવો. • x - જે જીવ પદને જે હોય તે કહેવો. તેમાં નારક-દેવોને, વાયુને, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને તે હોય છે, તેમ જાણવું. THથgrખ્ય • આ આહાક શરીર સંયમીને જ હોય, તેમાં અવિરતિના અભાવ છતાં પણ પ્રમાદથી અધિકરણીવ જાણવું. તે મનુષ્યને જ હોય છે - x - શ્રોબેન્દ્રિય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનાને હોય. હું શતક-૧૬, ઉદ્દેશા-૨-“જરા” છે. – X - X - X - X - X - X • જીવોનું અધિકરણ કહ્યું. તેમાં જ જરા, શોકાદિ ધર્મ અહીં કહે છે -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy