SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૪be ભગવન / સંવૃત્ત અણગારને અવીચીપંથમાં રહીને આગળના રૂપોને જોતા ચાવતુ શું તેને ઐયપથિકી ક્રિયા લાગે? પૃચ્છા. ગૌતમ! તેને ઐયપિથિકી કિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવતુ ! એમ કેમ કહ્યું? જેમ શતકછે, ઉદેશા-૧-માં કહ્યું. તેમ સૂબાનુસાર આચરણ કરતા, તેથી યાવતું તેને સાંપરાવિક ન લાગે. • વિવેચન-૪૩૭ : સંવૃત્તને સામાન્યથી પ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વાર સંવયુક્તને વીચીપંથમાં રહીને, થfષ એટલે સંપયોગ, તે બે છે, તેથી અહીં વીચિ શબ્દથી (૧) કષાયો અને જીવોનો સંબંધ કહેવો. વીયિમાન એટલે કષાયવાળો. અથવા (૨) વિવ૬ પૃથભાવે એ વયનથી જે યયાખ્યાત સંયમથી પૃથક્ થઈ કષાયોદય માર્ગમાં છે તે. અથવા (3) જે રણાદિ વિકલ્પોના વિચિંતન પથમાં છે અથવા (૪) જે સ્થિતિમાં સરાવતા હોવાથી વિરૂપા ક્રિયા છે, તે વિકૃતિ માર્ગમાં છે પંથ એટલે માર્ગ, ઉવવFTHTUTH - અવકાંક્ષતા અથવા અપેક્ષા કરતો, પથિના ગ્રહણથી ઉપલક્ષણવથી અન્યત્ર પણ આધારમાં રહીને, જાણવું. ઇર્યાપયિકા ક્રિયા કરતો નથી. કેવળ યોગપ્રત્યયા કર્મબંધ ક્રિયા થતી નથી કેમકે તે કષાયયુક્ત છે. જેને ક્રોધ, માન, માયા, લોભ છે - અહીં અતિદેશથી આ પ્રમાણે જાણવું - જેના ક્રોધાદિ લુચ્છિન્ન છે, તેને ઐપિથિકી ક્રિયા હોય છે. જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન ન હોય તેને સાંપરાયિકી ક્રિયા હોય છે. સૂત્રાનુસાર વર્તનારને પરિકી ક્રિયા હોય, સૂત્રથી વિરુદ્ધ વર્તનારને સાંપરાયિકી કિયા હોય. વ્યાખ્યા પૂર્વવતું. - સંવૃત્તને ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર છે. તેમાં ‘અવીચિ' એટલે અવીચિવાળો - અાકષાયસંબંધવાળો. અથવા યથાસંખ્યાત સંયમથી અપૃથક, અથવા રણવિકલ્પ ભાવને ન ચિંતવતો કે અવિકૃતિવાળો જેમ હોય. -- ક્રિયા કહી. ક્રિયાવાનુને યોનિ પ્રાપ્તિ થાય, તેથી યોનિ - • સૂત્ર-૪૩૮,૪૭૯ - [૪૮] ભગવન / યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ. કણ ભેદ. તે આ - શીતા, ઉષ્ણા, શીતોષu. એ પ્રમાણે યોનિપદ આખું કહેવું. [૪૯] ભગવત્ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - શીતા, ઉણા, શીતોષ્ણા. એ પ્રમાણે વેદનાપદ સંપૂર્ણ કહેવું યાવત્ ભગવદ્ ! નૈરયિકો શું દુ:ખ વેદના છે ? સુખ વેદના વેદ ? આદુ:ખ-સુખ વેદના છે ? ગૌતમ ! દુ:ખ, સુખ, દુઃખસુખ ત્રણે વેદના વેદે છે. વિવેચન-૪૩૮,૪૩૯ : અહીં નિ એટલે - જેમાં તૈજસ, કામણ શરીરવાળા જીવ, દારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય તે યોનિ. તે ત્રણ ભેદે કહી- શીત એટલે શીતસ્પર્શવાળી, ઉણસ્પર્શવાળી, દ્વિસ્વભાવ યુક્ત. એ પ્રમાણે ૧oo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રજ્ઞાપનાનું નવમું યોનિ પદ આખું કહેવું. તે આ - ભગવ! નૈરયિકોની શું શીત યોનિ, ઉષ્ણ યોનિ કે શીતોષ્ણ યોનિ હોય છે ? ગૌતમાં શીત પણ છે, ઉષ્ણ પણ છે, પણ શીતોષ્ણ નથી. અહીં એમ કહે છે – પહેલી ત્રણ નરક પૃથ્વીમાં શીત, ચોથીમાં કેટલાંક નકાવાસોમાં નાકોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તે શીત પરિણત છે, તેમાં શીત યોનિ છે, કેટલુંક ક્ષેત્ર ઉણ સ્પર્શ પરિણત છે, તેની ઉણ યોનિ છે. પણ તથાસ્વભાવત્વથી મધ્યમસ્વભાવા યોનિશીતોષ્ણ યોનિ નથી. શીતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહથી પ્રાયઃ આ પ્રમાણે - સર્વે દેવો અને ગર્ભવ્યુત્પત્તિકોને શીતોષ્ણ યોનિ છે, ઉણા યોનિ તેજસ્કાયમાં અને ત્રીજી નરકોમાં છે. તથા યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - સચિત્ત, અચિત, મિશ્ર, ઇત્યાદિ. સરિતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહગાથા – પ્રાયે - દેવ અને નારકોની અચિત યોનિ છે, ગર્ભવાસમાં મિશ્ર, બાકીનાની સચિત્ત છે. જો કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ નિકાસ સંભવમાં નારક-દેવોનું જે ઉપપાત ત્રિ છે, તેમાં કેટલાંક જીવોનું ગ્રહણ નથી, તેથી અયિત યોનિ છે. ગર્ભવાસ યોનિ મિશ્રા છે. શુક - લોહીના પુદ્ગલોના અયિત ગર્ભાશયના સચેતન ભાવથી, બાકીના - પૃથ્વી આદિ, સમૂછનજ અને મનુષ્યાદિનાં ઉપપાત ફોગમાં જીવે પરિગૃહિત, અપરિગૃહિત, ઉભયરૂપે ઉત્પત્તિથી ત્રણ પ્રકારે યોનિ છે. ભગવત્ ! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - સંવૃત યોનિ, વિવૃત્ત યોનિ, સંવૃત-વિવૃત યોનિ. તેની સંગ્રહ ગાયા - એકેન્દ્રિય, નાક અને દેવોની સંવૃત્ત યોનિ છે, વિકસેન્દ્રિયોની વિસ્તૃત અને ગર્ભમાં સંવૃત-વિવૃત. એકેન્દ્રિયોને તથા સ્વભાવવથી સંવૃત્તા યોનિ, નાકોને પણ સંવૃતા, કેમકે નચ્છના નિકુટો, સંવૃત ગવાક્ષ સમાન છે, તેમાં જન્મીને તેઓ વર્ધમાન થઈને, શીત કે ઉણ નિકુટમાં પડે છે. દેવોને પણ સંવૃત જ છે, કેમકે દેવ શયનીયમાં દૂષ્યાંતરિતે ગુલના અસંખ્યાત ભાગ માગ અવગાહનાથી દેવ ઉત્પન્ન થાય છે. ભગવત્ ! યોનિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – કૂર્મોન્નત, શંખાવર્ત, વંશીપત્રા ઈત્યાદિ. સંગ્રહગાયા - કૂર્મોન્નત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ, બલદેવ અને બાકીના લોકો બાકી યોનિમાં થાય છે. સ્ત્રી રનની યોનિ સંખાવત્ત જાણવી, તેમાં ઉત્પન્ન થનાર ગર્ભ નિયમા વિનાશ પામે. અનંતર યોનિ કહી, યોનિવાળાને વેદના હોય, તેથી તે કહે છે - વેદના પદ એ પ્રજ્ઞાપનાનું ૩૫ મું પદ છે. તેને થોડું દશવિ છે – ભગવનું નૈરયિક શું શીત વેદના વેદે છે ? પ્રશ્ન. ગૌતમ ! શીત વેદના વેદે. ઉણ વેદના વેદે, શીતોષ્ણ વેદના ન દે. એ પ્રમાણે અસુર આદિ, વૈમાનિક સુધી કહેવા. વેદના ચાર ભેદે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. તેમાં પુદ્ગલ દ્રવ્ય સંબંધથી દ્રવ્ય વેદના, નારકાદિ ક્ષેત્ર સંબંધથી ક્ષેત્ર વેદના. નાકાદિ કાળ સંબંધથી કાળ વેદના, શોક-ક્રોધાદિ ભાવથી ભાવવેદના.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy