SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વેદના ત્રણ ભેદે - શારીરિક, માનસિક, શારી-માનસિક. બધાં સંસારી ત્રણે ભેદે પણ છે. સમનસ્કાને ત્રણે ભેદે છે, અસંજ્ઞીને શારીકિ છે. તથા વેદના ત્રણ ભેદે છે શાતા, અશાતા, શાતા-અશાતા. બધાં સંસારીને ત્રણે ભેદે હોય. વેદના ત્રણ ભેદે – દુઃખા, સુખા, અદુઃખાસુખા. બધાંને ત્રણે ભેદે – શાતા-અશાતા અને સુખ-દુઃખમાં આટલું વિશેષ છે સાતા, અશાતા અનુક્રમથી ઉદયમાં આવતા વેદનીયકર્મ પુદ્ગલના અનુભવ રૂપે છે. સુખ-દુઃખ એ બીજાથી ઉદીરાતા વેદનીયના અનુભવરૂપે છે. - વેદના બે ભેદે ૧૦|-|૨/૪૭૮,૪૭૯ - અશ્રુગમિકા, ઉપક્રમિકા. જાતે જસ્વીકારી વેદાય, તે આન્યુપગમિકી, જેમ સાધુ કેશવુંચન, આતાપનાદિ વેદે છે. ઔપક્રમિકી, તે ઉદયમાં આવેલ-જ્વરાદિ વેદના અથવા જેમાં ઉદીરણા કરીને ઉદયમાં લાવેલી વેદનાનો અનુભવ કરાય છે. બીજી વેદના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે, બાકીનાને ઔપક્રમિકી હોય છે. - વેદના બે ભેદે છે – નિદા અને અનિદા, નિદા-વિવેક સહિત વેદાય તે, વિપરીત તે અનિદા. સંજ્ઞીને બંને પ્રકારે છે, અસંજ્ઞિને અનિદા વેદના છે. અહીં પ્રજ્ઞાપનાની દ્વાર ગાથા છે – સીતા, દ્રવ્ય, શારીરી, શાતા, દુઃખા, આબ્યુયગમિકી, ઔપક્રમિકી, નિદા, અનિદા વેદના જાણવી. - X - – વેદનાના પ્રસ્તાવથી વેદનાના હેતુભૂત પ્રતિમાને કહે છે - • સૂત્ર-૪૮૦,૪૮૧ : [૪૮૦] ભગવત્ માસિકી ભિક્ષુપતિમા સ્વીકારેલ અનગારને નિત્ય કાયાને વોસિરાવીને, દેહ ત્યાગીને એ પ્રમાણે માસિકી ભિક્ષુ પ્રતિમા સંપૂર્ણ કહેવી. યાવત્ દશાશ્રુતસ્કંધ મુજબ યાવત્ આરાધિતા હોય છે. [૪૮] કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તેને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે, તો તેને આરાધના નથી, જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાનને સેવીને, તેને એમ થાય કે જો શ્રાવક પણ કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપન્નિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકુ? એમ વિચારી તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે, તો તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આરાધના છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. ૧૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ • વિવેચન-૪૮૦,૪૮૧ : જેનું પરિમાણ એક માસ છે, તે માસિકી. તે ભિક્ષુ પ્રતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ, સ્નાનાદિ પરિકર્મ વર્જનથી કાયાને વોસિરાવીને અને વધ, બંધ આદિના નિવારણથી દેહનો ત્યાગ કરીને અથવા દેહને ધર્મના સાધનરૂપે પ્રધાનતાથી માનીને (વર્તે). એ પ્રમાણે માસિકી ભિક્ષુપ્રતિમા વડે જે કોઈ પરીષહ ઉપસર્ગ-દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકના ઉપજે, તેને સમ્યક્ પ્રકારે સહે, ખમે, તિતિક્ષે, અધ્યાસિત કરે. તેમાં સ્થાનથી સહે, ક્રોધાદિ અભાવે ખમે, દૈન્યતા અભાવે તિતિક્ષે, અથવા મન આદિ વડે સહે. આરાધિતા થાય છે. હવે આરાધના જે રીતે થાય, જે રીતે ન થાય, તે દેખાડે છે. - ૪ - અકૃત્યસ્થાનને સેવનાર થાય છે. - X - વ્યંતર નિકાય વિશેષ અણપત્રિત્વ દેવત્વને પણ ન પામે. શતક-૧૦, ઉદ્દેશો-૩-“આત્મઋદ્ધિ” છે — x — * — * - x — x —— બીજા ઉદ્દેશાને અંતે દેવત્વ કહ્યું, અહીં દેવ સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૮૨ : - રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! દેવ, આત્મઋદ્ધિ વડે યાવત્ ચાર, પાંચ દેવાવાસાંતરોનું ઉલ્લંઘન કરે છે, અને પછી બીજી ઋદ્ધિથી ઉલ્લંઘન કરે છે ? હા, ગૌતમ ! તેમ છે. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. વિશેષ આ - તે અસુકુમારોના આવાસો ઉલ્લંઘે છે, બાકી પૂર્વવત્. એ પ્રમાણે આ ક્રમથી યાવત્ નિતકુમાર કહેવા. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક યાવત્ તેનાથી આગળ બીજી ઋદ્ધિથી જાય છે. ભગવન્! ઋદ્ધિક દેવ મહાઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચ થઈને જઈ શકે? ના, તે અર્થ યોગ્ય નથી. ભગતના સમઋદ્ધિક દેવ સમઋદ્ધિક દેવની વચ્ચોવચથી જઈ શકે? ના, આ અર્થ સમર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવના તે વિમોહિત કરીને જાય કે અતિમોહિત કરીને જાય? ગૌતમ! વિમોહિત કરીને જવા સમર્થ છે, વિમોહિત્ત કર્યા સિવાય નહીં તે શું પૂર્વે વિમોહિત કરી પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે? ગૌતમ! પૂર્વે વિમોહિત કરી પછી જાય, પરંતુ પહેલા જઈને, પછી વિમોહિત્ત ન કરે. ઋદ્ધિક દેવની વચોવચથી જઈ શકે ? હા, જઈ શકે, ભગવન્ ! તે વિમોહિત કરીને કે વિમોહિત કર્યા વિના જવાને સમર્થ છે ? ગૌતમ ! વિમોહિત કરીને અને ન કરીને, બંને રીતે સમર્થ છે, ભગવન્ ! તે પૂર્વે વિમોહિત કરી, પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત કરે ? મહાઋદ્ધિક દેવ, ભગવન્ !
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy