SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૮/૪૨૫ ૨૦૧ • વિવેચન-૪૨૧ જંબુદ્વીપમાં, પૂરે - જોવાના સ્થાનની અપેક્ષાએ વ્યવહિત દેશે, મૂÒ - નીકટ, જોનારની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે, દ્રષ્ટા પણ સ્વરૂપથી ઘણાં હજાર યોજન દૂર રહેલા સૂર્યને ઉગમતો કે અસ્ત પામતો જુએ છે. નીકટ છે, તેમ માને છે. તેના સ્થાને હોવા છતાં, તેમ માનતા નથી. મધ્ય એટલે મધ્યાહ્ન, મધ્યમ એટલે ગગનનો અંતર્વિભાગ, ગગન કે દિવસનો મધ્ય અંત, તે જે મુહૂર્તમાં હોય તે મધ્યાંતિક, તેવું જે મુહૂર્ત તે મધ્યાન્તિક મુહૂર્ત. તે નીકટ દેશમાં હોવા છતાં જોનારના સ્થાનની અપેક્ષાએ દૂ-વ્યવહિત દેશે દ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે. જોનાર મધ્યાહે ઉદય-અસ્તના દર્શનની અપેક્ષાએ સૂર્યને નીકટ જુએ છે. સૂર્ય ભૂમિથી ૮૦૦ યોજને રહેલો હોવા છતાં તેમ છે. વળી ઉદય-અસ્ત સમયે (તેને દૂર છે) તેમ માને છે. સમભૂતલ અપેક્ષા સર્વત્ર ૮૦૦ યોજન જ છે. લેશ્યા-તેજના પ્રતિઘાતથી તે દેશથી દૂરતર માને છે, કેમકે લેશ્યા પ્રતિઘાતથી જ સુખદૅશ્યપણાથી દૂર રહેલ હોવા છતાં સૂર્ય સ્વરૂપ વડે નજીક હોય તેમ પ્રતીત થાય છે. તેજના અભિતાપથી મધ્યાહે સૂર્ય નીકટ હોવા છતાં તેજવાળો જણાય છે, તેજના પ્રતાપથી દુર્દશ્યત્વથી નીકટ હોવા છતાં દૂર છે, તેવી પ્રતીતિ જન્મે છે. અતીતક્ષેત્રના અતિક્રાંતત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી. વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનાગત ક્ષેત્રમાં જતો નથી. અહીં જે આકાશખંડને સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે, તેને ક્ષેત્ર કહેવાય છે. ઓખામંતિ - થોડો ઉધોત કરે છે. પુટ્ટુ - તેજથી દૃષ્ટ કરે. નવ નિયમાં વ્રુિત્તિ - અહીં યાવત્ શબ્દથી આમ જાણવું. ભગવન્ ! શું તે અવગાઢને પ્રકાશે છે કે અનવાઢને ? ગૌતમ ! અવગાઢને પ્રકાશે છે, અનવગાઢને નહીં. ભગવન્ ! તે કેટલી દિશાને પ્રકાશે છે ? ઇત્યાદિ. મુન્નોવૃતિ - અતિ ઉધોતીત કરે છે. તત્તિ - ઉષ્ણ કિરણો વડે તપાવે છે. મામંતિ - શોભે છે. શિષ્યના હિતને માટે ઉતાર્થ બીજી રીતે કહે છે - 'નવું કૃત્યાવિ - અવભાસન આદિ ક્રિયા થાય છે. પુટ્ટુ - તેજ વડે સ્પર્શે છે. - * - પોતપોતાના વિમાનની ઉપર સો યોજન પ્રમાણ તાપક્ષેત્રને ઉંચે ચપાવે છે. નીચે ૧૮૦૦ યોજનને તપાવે છે. તેમાં સૂર્યથી ૮૦૦ યોજન ભૂતલ અને ભૂતલથી ૧૦૦૦ યોજન નીચે અધોગ્રામ હોય છે, તેને યાવત્ ઉદ્યોતન કરવાથી (૧૮૦૦ કહ્યા.) પીવાનીસ આદિ, સર્વોત્કૃષ્ટ દિવસે ચક્ષુના સ્પર્શની અપેક્ષાએ તીર્ઝા ક્ષેત્રમાં આ ઉદ્યોત જાણવો. સૂર્ય વક્તવ્યતા કહી, હવતે સામાયથી જ્યોતિક કથન – મંતો ાં અંતે ! અહીં જીવાભિગમની સાક્ષી આપી છે, તે સૂત્ર આ પ્રમાણે છે – કોપપન્નક, વિમાનોપપત્રક, ચારોપપજ્ઞક, ચારસ્થિતિક, ગતિરતિક, ગતિસમાપન્નક? ગૌતમ ! તે દેવો ઉર્વોપપન્નક કે કલ્પોપ૫ન્નક નથી, વિમાનોપપન્નક, ચારો૫૫ન્નક છે. અર્થાત્ જ્યોતિપ્ ચક્ર ચરણોપલક્ષિત ક્ષેત્રો૫૫ન્ન છે. ૬ - જ્યોતિપ્ અવસ્થાન ક્ષેત્ર, નો - નથી ચારમાં સ્થિતિ જેની તે, તેથી જ ગતિરતિક છે, એ જ કારણે ગતિસમાપન્નક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ છે. ઇત્યાદિ. આ સૂત્ર ક્યાં સુધી કહેવું – “ઉત્કૃષ્ટ છ માસ સુધી.'' કહ્યું, ત્યાં સુધી કહેવું. આ પણ જાણવું ભગવન્ ! ઉપપાતથી ઈન્દ્રસ્થાનમાં કેટલા કાળનો વિરહ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. જેમ જીવાભિગમમાં કહ્યું. અહીં પણ એ પ્રમાણે છે, તેમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ એ દેવો, હે ભગવન્ ! ઉર્વોપાક ? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ઉત્તર આ છે તે દેવો ઉર્વોપપક કે કલ્પોપન્નક નથી ઈત્યાદિ પૂર્વવત્. - ૨૦૮ - - Ð શતક-૮, ઉદ્દેશ-૯-‘પ્રયોગબંધ' છે — x — x − x — x — x — ૦ ઉદ્દેશા-૮-માં જ્યોતિધ્ વક્તવ્યતા કહી, તે વૈશ્રસિકી છે, તેથી વૈશ્રસિક પ્રાયોગિક બંધ પ્રતિપાદિત કરવાને કહે છે – - સૂત્ર-૪૨૨,૪૨૩ 1 [૪રર] ભગવન્ ! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ! બંધ બે ભેદે કહ્યો છે. તે આ પ્રયોગબંધ, વીસસાબંધ. - [૪ર૩] વીસા બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેટે છે. તે આ – સાદિક વિસસાબંધ, અનાદિક વિસસાબંધ. - - ભગવન્ ! અનાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ ! ત્રણ પ્રકારે છે, તે આ – ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ, અધર્માસ્તિકાયનો અન્યોન્ય વિસસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ? ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો. એ પ્રમાણે આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો. ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કાળથી કેટલો હોય ? ગૌતમ ! સર્વકાળ. એ પ્રમાણે બાકી બંને જાણવા. ભગવન્ ! સાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! ત્રણ ભેદે કહ્યો છે. તે આ - બંધનપ્રત્યાયિક, ભાજપત્ય પરિણામપત્ય તે બંધનપત્યયિક શું છે ? પરમાણુ પુદ્ગલ દ્વિપદેશિક, ત્રિપદેશિક યાવત્ દશપદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પદેશિક, અનંતપદેશિક પુદ્ગલ સ્કંધોની, ભગવન્ ! વિમાત્રાએ સ્નિગ્ધતાથી, વિમાત્રાએ ઋક્ષતાથી, વિમાત્રાએ નિગ્ધતા - સૂક્ષતાથી બંધનપત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. તે ભાજન પ્રત્યાયિક શું છે ? ભાજન પ્રત્યયિક - જૂનો દારુ, જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજનપત્યયિક સાદિ વિસસા બંધ સમુત્પન્ન થાય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy