SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૯/૪૨૨,૪૨૩ તે પરિણામ પ્રત્યયિકત શું છે? જે વાદળ, આમ્રવૃક્ષનું શતક-૩-માં યાવત્ અમોઘનો પરિણામ પ્રયિક બંધ સમુત્પન્ન થાય. તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. - આ પરિણામ પ્રત્યયિક છે, આ સાદિક વિસસાબંધ છે, આ વિસસાબંધ છે. ૨૦૯ • વિવેચન-૪૨૨,૪૨૩ : અન્ય - પુદ્ગલાદિ વિષય સંબંધ. પોળ ઢંધ - જીવ વડે પ્રયોગ કૃત્. વિશ્ર્વમા બંધ - સ્વભાવ સંપન્ન, યથાસત્તિન્યાયને આશ્રીને કહે છે – વિસસા આદિ. ધર્માસ્તિકાય - પ્રદેશોનો પરસ્પર જે અનાદિક વિસસાબંધ, તે તથા બાકીના ભેદમાં પણ જાણવું. રેમબંધ - દેશથી, દેશ અપેક્ષાએ બંધ તે દેશબંધ. સંકલિત કડીની જેમ જાણવો. સબંધ - સાર્વથી, સર્વાત્મના બંધ, નીર ક્ષીરવત્ ધર્માસ્તિકાયના પ્રદેશોના પરસ્પર સંસ્પર્શથી રહેલ હોવાથી દેશબંધ જ છે, સર્વબંધ નથી. તેમાં એક પ્રદેશનો બીજા પ્રદેશ સાથે સર્વથા બંધમાં અન્યોન્ય અન્તર્ભાવથી એક પ્રદેશત્વ જ થાય, અસંખ્યપ્રદેશત્વ નહીં. સવ્વનું - સર્વકાળ. સાદિક વિસસા બંધ. જેના વડે બંધાય તે બંધન - વિવક્ષિત સ્નિગ્ધતાદિક ગુણ, તે જ હેતુ જેમાં છે, તે. એ રીતે ભાજન પ્રત્યય અને પરિણામ પ્રત્યય જાણવો. વિશેષ આ કે – ભાજન એટલે આધાર, પરિણામ એટલે રૂપાંતર ગમન. પરમાણુ પુદ્ગલ એટલે પરમાણુ જ. જેની માત્રા વિષમ છે, તે વિમાત્રા, એવી જે સ્નિગ્ધતા, તે વિમાત્રસ્નિગ્ધતા, તેના વડે. એ પ્રમાણે બીજા બે પદ જાણવા. આ પ્રમાણે કહેલ છે કે - – સમ સ્નિગ્ધતાથી પણ બંધ ન થાય, સમ ઋક્ષતાથી પણ બંધ ન થાય. વિમાત્રાએ સ્નિગ્ધ અને ઋક્ષતાથી કંધોનો બંધ થાય. તેનો અર્થ વૃત્તિકાર આ રીતે લખ છે – સમગુણ સ્નિગ્ધનો સમગુણ સ્નિગ્ધ સાથે બે આદિ પરમાણુ વડે બંધ થતો નથી, સમગુણ રૃક્ષનો સમગુણ રૃક્ષ સાથે પણ નહીં. જો વિષમ માત્રા હોય તો બંધ થાય છે. વિષમ માત્રા નિરૂપણાર્થે કહે છે – સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બે થી વધુ પરમાણુ વડે, રૃક્ષનો સૂક્ષ સાથે બે થી વધુ પરમાણુ વડે, સ્નિગ્ધનો રૃક્ષ સાથે બંધ જઘન્ય વર્જીત વિષમ કે સમમાં થાય. બંધનનો - બંધન પ્રત્યય - હેતુ ઉક્ત વિમાત્રા સ્નિગ્ધતાદિ લક્ષણ બંધન જ, વિવક્ષિત સ્નેહાદિ પ્રત્યય બંધન. અહીં બંધન-પ્રત્યયથી સામાન્ય વિમાત્રા સ્નિગ્ધતયા ઇત્યાદિ તેના ભેદ છે. અસંપ્લેન નાન - અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ. ખુન્નસુરે - જૂના દારુમાં ત્યાની ભવન લક્ષણ બંધ છે, જૂના ગોળ અને જૂના ચોખામાં પિંડીભવન લક્ષણ બંધ છે. • સૂત્ર-૪૨૪ - તે પ્રયોગબંધ શું છે ? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ – અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત, સાદિ સપસિત તેમાં જે અનાદિ અપતિસિત છે, તે જીવના આઠ મધ્યપદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ 10/14 ... ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદ છે. તેમાં જે સાદિ પતિસિત છે તે સિદ્ધોને હોય છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે ચાર ભેદે છે, તે આ – આલાપન બંધ, અલ્લિકાપન બંધ, શરીરબંધ, શરીર પ્રયોગ બંધ. તે આલાપન બંધ શું છે ? જે તૃણનો, કાષ્ઠનો, પાંદડાનો, પલાલનો, વેલનો ભાર છે તેને વેલલતા, છાલ, વસ્ત્ર, રજ્જુ, વેલ, કુશ અને ડાભ આદિથી બાંધવાથી આલાપનબંધ સમુત્પન્ન થાય છે. આ બંધ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંધ્યેયકાળ સુધી રહે છે. ૨૧૦ તે આલીનબંધ શું છે? આલીન બંધ ચાર ભેદે છે. તે આ — શ્લેસણા બંધ, ઉચા બંધ, સમુચ્ચય બંધ અને સંહનાં બંધ. તેàાણા બંધ શું છે ? જે ભીંતોનો, કુદ્ધિઓનો, સ્તંભોનો, પ્રાસાદાનો, કાષ્ઠોનો, ચર્મોનો, ઘડોનો, વસ્ત્રોનો, ચટાઈઓનો ચૂડા, કાદવ શ્લેષ, લાખ, મીણ આદિ શ્લેષણ દ્રવ્યોથી બંધ સંપન્ન થાય છે તે શ્લેષણા બંધ. જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ. તે ઉચ્ચ બંધ શું છે ? જે તૃણ, કાષ્ઠ, પત્ર, તુસ, ભુરસા, છાણ કે કચરાનો ઢગલો, તેનો ઉંચા ઢગલારૂપથી જે બંધ સંપન્ન થાય તે. જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ હોય છે. તે સમુચ્ચય બંધ શું છે ? જે કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીકિા, ગુંજાલિકા, સર, સરપંક્તિ, સરસર પંક્તિ, બિલપંક્તિ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઈ, પરિખા, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણસ્થાન, લયન, આપણ, શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ત્વર, ચતુર્મુખ, મહાપથ આદિના ચૂના, કાદવ ગ્લેશ સમુચ્ચયથી જે બંધ, તે સમુચ્ચયબંધ છે. જે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળનો છે. તે સમુચ્ચયબંધ છે. તે સંહનન બંધ શું છે? સંહનન બંધ બે ભેદે કહ્યો છે - દેશ સંહનન બંધ, સર્વ સંહાનિ બંધ. તે દેશ સંહના બંધ શું છે? જે શકટ, સ્થ, યાન, યુગ્ય, મિલ્લિ, ચિત્તિ, સીય, સ્કંદમાનીય, લોટી, લોટીની ડાઈ, કડછો, આસન, શયન, સ્તંભ, ભાંડ-માત્ર ઉપકરણાદિ વડે દેશ સંહનન બંધ ઉત્પન્ન થાય છે. તે જઘન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંતકાળ હોય છે. તે આ દેશ સંહનન બંધ છે. તે સર્વ સંહનન બંધ શું છે ? તે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જવું તે. તે સર્વ સંહનન બંધ કહ્યો, તે આલીન બંધ કહ્યો. તે શરીરબંધ શું છે? શરીર બંધ બે ભેદે છે. તે આ – પૂર્વ પ્રયોગ પ્રત્યયિક, પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક. તે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શું છે? જે કારણે સમુદ્દાત કરતા નૈરયિક જીવ અને સંસારસ્થ સર્વે જીવોને ત્યાં ત્યાં જીવ પ્રદેશોનો જે બંધ સંપન્ન થાય છે, તે પૂર્વપયોગ પ્રત્યયિક બંધ કહેવાય છે. આ છે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ. તે પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યય શું છે ? જે કેવલી સમુદ્દાત દ્વારા સમૃદ્ઘાત
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy