SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૮/૪૧૬ થી ૪૨૦ શય્યામાં વર્તે, ત્યારે બંને અવિરુદ્ધ છે. તત્વથી ચર્ચાની અસમાપ્તિને આશ્રીને આ આશ્રય કરાયો છે. તો ષડ્વિધ બંધક કઈ રીતે કહે છે – જે સમયે ચર્ચા પરીષહ વેદે, ત્યારે શય્યા પરીષહ ન વેદે આદિ. અહીં કહે છે – પવિધ બંધક, મોહનીયના અવિધમાન કલ્પપણાથી છે, સર્વત્ર ઉત્સુકતા અભાવે શય્યા કાળે શય્યામાં જ વર્ષે પણ બાદરરાગવત્ ઉત્સુકતાથી વિહાર પરિણામ વિચ્છેદ કર્યા વિના ચર્ચામાં વર્તતો નથી. તેથી તેની અપેક્ષાએ તેથી તે પરસ્પર વિરુદ્ધ છે. - ૪ - ષવિધ બંધકને આયુ અને મોહનીય વર્ષનાર બંધકને અર્થાત્ સૂક્ષ્મ સંપરાયવાળાને, આમ કહે છે · સૂક્ષ્મ લોભાણુવાળાને વેદનાથી સરાગ, અનુત્પન્ન કેવળપણાથી છદ્મસ્યને આઠ મોહનીયનો અસંભવ હોવાથી બાવીશમાંના બીજા ૧૪ પરીષહો છે. (શંકા) સૂક્ષ્મસં૫રાય ગુણઠાણે ૧૪ જ કહેવાથી મોહનીયથી સંભવતા આઠનો અસંભવ કહ્યો છે. તેના સામર્થ્યથી અનિવૃત્તિ બાદર સંપરાયને મોહનીયના સંભવતા આઠનો સંભવ પ્રાપ્ત છે. આ કઈ રીતે યોજવું? – દર્શન સપ્તકના ઉપશમમાં બાદર કષાયના દર્શનમોહનીય ઉદયના અભાવથી દર્શન પરીષહના અભાવે સાતનો સંભવ છે, આઠનો નહીં. તેથી દર્શનમોહનીય સત્તા અપેક્ષાએ આ પણ ઈચ્છતા આઠનો જ, તેથી ઉપશમકત્વમાં સૂક્ષ્મ સંપરાયના પણ મોહનીય સત્તા સદ્ભાવથી તે બધાં જ પરીષહો કેમ ન સંભવે ? - x - ૨૦૫ અહીં કહે છે – જેથી દર્શન સપ્તક ઉપશમની ઉપર નપુંસક વેદાદિ ઉપશમ કાળે અનિવૃત્તિબાદ સંપરાય હોય છે, તે આવશ્યકાદિ સિવાયના ગ્રંથાંતર મતથી દર્શનત્રયના બૃહતિ ભાગે ઉપશાંતમાં છે, બાકીના અનુપશાંતે જ છે. નપુંસકવેદ તેની સાથે ઉપશમવાને ઉપક્રમે છે તેથી નપુંસક વેદોપશમ અવસરે અનિવૃત્તિ બાદર સંપરાયથી દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, સત્તાથી નહીં. તેથી તે નિમિત્તે દર્શનપરીષહ તેને છે. તેથી આઠ જ થાય. સૂક્ષ્મ સંપરાયને મોહ સત્તામાં પણ પરીષહ હેતુભૂત નથી. મોહનીયના સૂક્ષ્મ ઉદય હોવાથી મોહજન્ય પરીષહનો સંભવ નથી. કહ્યું છે કે – મોહનિમિત્ત આઠ પરીષહ બાદર સંપરાયમાં કઈ રીતે છે ? સૂક્ષ્મ સંપરાય અને ઔપશમિકમાં કેમ બધાં નથી ? દર્શન સપ્તક પરત જ બાદર છે - x તેથી તેમાં શું - ૪ - આઠ પરીષહો કહ્યા. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મોદય ન હોવાથી ત્યાં ન કહ્યા. જો કે સૂક્ષ્મ સંપરાયે સૂક્ષ્મ લોભ કિટ્ટિકાનો ઉદય છે, પણ તે પરીષહ હેતુ થતો નથી. - X - જો કદાચ કોઈને તે થાય, તો પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા કરી નથી. એકવિધ બંધક - એટલે વેદનીય બંધક. તે કોને છે ? ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળાને. ૧૪ કહ્યા છે, તેમાં ૧૨-વેદે છે કેમ કે શીત-ઉષ્ણ અને શય્યાચર્યા પર્યાયથી વેદન છે - પરિષહો કહ્યા, તેમાં ઉષ્ણ પરીષહનો હેતુ સૂર્ય હોવાથી હવે સૂર્યની વક્તવ્યતા – • સૂત્ર-૪૨૧ - ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર હોવા છતાં નીકટ ૨૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ દેખાય છે ? મધ્યાહ્ન મુહૂર્તે નજીક છતાં દૂર દેખાય છે ? અને અસ્ત થવાના મુહૂર્તો દૂર છતાં નજીક દેખાય છે ? હા, ગૌતમ ! જંબુદ્વીપમાં સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં યાવત્ અસ્ત સમયે - ૪ - નજીક દેખાય. ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના, મધ્યાહના અને અસ્ત થવાના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમ છે ? હા, ગૌતમ ! તેમજ છે. ભગવન્ ! જો જંબુદ્વીપમાં બંને સૂર્યો ઉગવાના, મધ્યાહના, અસ્તના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમાન હોય તો, એમ કેમ કહ્યું કે – જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના અને આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય ? ગૌતમ ! લેશ્યાના પ્રતિઘાતથી ઉગવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, મધ્યાહ્ન મુહૂર્તે નજીક હોવા છતાં વેશ્યાના અભિતાપથી દેખાય છે અને લેપ્રતિઘાતથી આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેથી આમ કહ્યું. ભગવન્ ! દ્વીપમાં બે સૂર્યો કયા અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનાગત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં જતા નથી, પણ પ્રત્યુતાન્ન ક્ષેત્રમાં જાય છે - - જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રને પ્રકાશે છે, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત નથી કરતા, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભગવન્ ! તે સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને? ગૌતમ ! પૃષ્ટને પ્રકાશે છે, અષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાને. ભગવન્ ! જંબૂદ્વીપમાં બે સૂર્વે શું અતીત ક્ષેત્રને ઉધોતીત કરે છે ? પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાને, જાણવું. • • ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરતો નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે. તે શું દૃષ્ટમાં ક્રિયા કરે કે પૃષ્ટમાં? ગૌતમ ! સૃષ્ટમાં ક્રિયા કરે, અસ્પૃષ્ટમાં નહીં યાવત્ નિયમા છ દિશામાં. ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો કેટલાં ઉંચા ક્ષેત્રને તપાવે છે, કેટલા અધો ક્ષેત્રને તપાવે છે, કેટલા તીંછાં ક્ષેત્રને તપાવે છે ? ગૌતમ ! ૧૦૦ યોજન ઉર્ધ્વ ક્ષેત્રને તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ક્ષેત્રને તપાવે છે, ૪૭૨૬૩-૨૧/૬૦ યોજન તીંછાં ક્ષેત્રને તપાવે છે. ભગવન્ ! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ દેવ છે, હે ભગવન્ ! તે દેવો, શું ઉર્વોપપક છે ? જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ બધું સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ છ માસ. ભગવના માનુષોત્તર પર્વતની બહાર બધું જીવાભિગમ અનુસાર કહેવું. યાવત્ હે ભગવના ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપાતથી વિરહિત કહ્યું છે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy