SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/-/૧/૧૬૦ સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન આદિ તથા મોટા પુત્રને પૂછીને મેળે જ કાષ્ઠપત્ર ગ્રહણ કરી, મુંડિત થઈ ‘પ્રાણામા' દીક્ષાએ દીક્ષિત થાઉં દીક્ષા લઈને હું આવો અભિગ્રહ સ્વીકારીશ કે – મને યાવજ્જીવ નિરંતર છટ્ઠ-છઠ્ઠના તોકર્મથી, ઉંચા હાથ રાખી, સૂર્ય અભિમુખ રહી આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચારીશ. છટ્ઠના પારણે આતાપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પત્ર લઈ તામલિપ્તી નગરીના ઉંરા-નીરા-મધ્યમ કુળોમાં ગૃહસમાદાન ભિક્ષાચર્યાએ ફરીશ. શુદ્ધોદન ગ્રહણ કરી, તેને ૨૧-વખત પાણીથી ધોઈ, પછી આહાર કરીશ. એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવત્ સૂર્ય ઝળહળતો થયા પછી આપમેળે કાષ્ઠપાત્ર કરાવીને, વિપુલ અશનાદિ તૈયાર કરાવી પછી નાન-બલિકર્મ-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યા, પ્રવેશ યોગ્ય શુદ્ધ, મંગલ, ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્ય આભરણથી શરીર અલંકૃત કર્યું. ભોજન વેળાએ ભોજનમંડપમાં સારા આસને બેઠો. ૧૮૫ ત્યારપછી મિત્ર, જ્ઞાતિજન આદિ સાથે તે વિપુલ અશન આદિ આસ્વાદો, વિવાદતો, પરપર ખવડાવતો - ખાતો વિચરે છે તે જમ્યો, પછી કોગળા કર્યા, ચોખ્ખો થયો, પરમ શુદ્ધ થયો. તે મિત્ર વત્ પરિજનને વિપુલ અશનાદિથી, પુણ્ય-વસ્ત્ર-ગંધ-માળા-અલંકારથી સત્કારાદિ કર્યા. તે મિત્ર, જ્ઞાતિ આદિ આગળ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્રાદિ અને મોટા પુત્રને પૂછને, મુંડ થઈને ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા લીધી. લઈને આવો અભિગ્રહ કર્યો કે જાવજીવ નિરંતર છટ્ઠછઠ્ઠુ તપ કરવો. બાહાઓ ઉંચી રાખી, સૂર્યાભિમુખ થઈ, આતપના ભૂમિમાં આતાપના લેતા વિચરવું. છટ્ઠના પારણે આપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પત્ર લઈ, તમલિપ્તીમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કૂળોમાં ગૃહમુદાન ભિક્ષાયથિી ફરે છે. શુદ્ધ ઓદનને લે છે. ૨૧-વખત પાણીથી ધુએ છે. પછી તેનો આહાર કરે છે. ભગવન્ ! તેને “પાણામા' જ્ગ્યા કેમ કહી ? ગૌતમ ! પ્રાણામાં પ્રવજ્યા લીધી હોય તે જેને જ્યાં જો તેને ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આિ કોટ્ટડિરિયા, રાજા યાવત્ સાર્થવાહને, કાગડો-કુતરો-ચાંડાલને, ઉંચાને જોઈને ઉચ્ચ અને નીચાને જોઈને નીય પ્રણામ કરે છે. જેને જ્યાં જુએ તેને ત્યાં પ્રણામ કરે. તેથી પાણામા પ્રવ્રજ્યા કહી. • વિવેચન-૧૬૦ :- અધુરુ રાયપોણીય સૂત્રમાં સૂર્યભિદેવની વક્તવ્યતા મુજબ અહીં ઈશાનેન્દ્રની વક્તવ્યતા કહેવી. - ૪ - ૪ - સુધર્માસભામાં ઈશાન સિંહાસને બેસીને ૮૦,૦૦૦ સામાનિકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, ૩,૨૦,૦૦૦ આત્મ રક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીથી પવિરેલ, મોટા અખંડ નાટકો આદિના શબ્દો વડે દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. જંબુદ્વીપને અવધિજ્ઞાન વડે જોતા ઈશાનેન્દ્ર ભગવંતને રાજગૃહમાં જોયા. જોઈને સસંભ્ર માનસાથી ઉભો થયો, ઉઠીને સાત-આઠ પગલાં તીર્થંકર અભિમુખ ૧૮૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગયો. પછી કપાળમાં કમળના ડોડાની જેમ હાથ જોડી ભગવંત મહાવીરને વાંધા, વાંદીને અભિયોગિક દેવોને બોલાવ્યા. તેઓને કહ્યું કે – હે દેવો ! રાજગૃહ નગરે જઈને ભગવંતને વાંદો એક યોજન મંડલ ક્ષેત્ર સાફ કરો. કરીને મને જણાવો. તેઓએ પણ તેમ કર્યુ. પછી પદાતિસૈન્યના અધિપતિ દેવને બોલાવીને કહ્યું – ઓ ! દેવોના પ્રિય ! ઈશાનાવતંસક વિમાનમાં ઘંટ વગાડી ઘોષણા કરો કે – ઈશાનેન્દ્ર ભ મહાવીરના વંદનાર્થે જાય છે. તો તમે જલ્દીથી મહાઋદ્ધિ સહ તેની પાસે આવો. ત્યારે અનેક દેવો કુતૂહલાદિથી તેની પાસે આવ્યા. તે દેવોથી પરિવૃત લક્ષયોજન પ્રમાણ યાનવિમાને ઈશાનેન્દ્ર બેઠો. નંદીશ્વરદ્વીપે વિમાનને સંક્ષેપી રાજગૃહનગરે ગયો. ત્યાં ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વિમાનને જમીનથી ચાર આંગળ ઉંચુ રાખ્યુ. ભગવંત પાસે આવી ભગવંતને વાંદી, સેવવા લાગ્યા. પછી ધર્મ સાંભળીને કહ્યું – ભગવન્ ! તમે બધું જાણો છો જુઓ છો, માત્ર ગૌતમાદિ મહર્ષીઓને દિવ્ય નાટ્યવિધિ દેખાડવા ઈચ્છુ છું એમ કહીને દિવ્ય મંડપ વિકુર્યો. તેની મધ્યે મણિપીઠિકા, સિંહાસન કર્યા. પછી ભગવંતને નમીને સિંહાસને બેઠો. પછી તેની જમણી ભૂજામાંથી ૧૦૮ દેવકુમારો અને ડાબીમાંથી ૧૦૮ દેવકુમારી નીકળી. પછી વિવિધ વાધ, ગીતોના શબ્દથી જનમનને ખુશ કર્યુ. બગીશ પ્રકારની નાટ્યવિધિ દર્શાવી. અહીં યાવત્ શબ્દથી દિવ્ય દેવધુતિ, દેવપ્રભાવને સંકેલી લે છે. ક્ષણમાં તે એકલો થઈ ગયો. પછી પરિવાર સહિત ઈશાનેન્દ્રએ ભગવંત મહાવીરને વાંધા અને પાછો ગયો. શિખર આકૃતિવાળું ઘર તે કૂટાગાર શાળા, તેનું દૃષ્ટાંત. ગૌતમે ભગવંતને પૂછ્યું – ઈશાનેન્દ્રની દિવ્ય દેવઋદ્ધિ ક્યાં ગઈ ? ગૌતમ ! તેના શરીરમાં ગઈ. કઈ રીતે ? ગૌતમ ! જેમ કૂટાગાર શાળા હોય. તેની પાસે મોટો જનસમૂહ હોય. તે ખૂબ વરસાદ ચડેલો જાણે જોઈને કૂટાગાર શાળામાં પ્રવેશી જાય, તેમ ઈશાનેન્દ્રની ઋદ્ધિ પ્રવેશી. કયા કારણથી ? ખાન-પાન દઈને, અંત-પ્રાંતાદિ ખાઈને, તપ અને શુભધ્યાનાદિ કરીને, પડિલેહણાદિ આચરીને. - ૪ - પુન્ય ઉપાજ્યું. પૂર્વે કરેલા, તેથી જ જૂના, દાનાદિ સુઆયરણરૂપ, તપ વગેરેમાં પરાક્રમ કરીને, અર્થાવહ હોવાથી શુભ, અનર્થ ઉપશમન હેતુથી કલ્યાણરૂપ. આ જ વાતને કંઈક વિશેષથી કહે છે – વિપુલ-ગણિમાદિ ધન, કર્યેતનાદિ રત્નો, ચંદ્રકાંતાદિ મણિ, પરવાળા અથવા રાજપટ્ટાદિરૂપ શિલા અને પ્રવાલ, રક્તરત્નાદિ માણેક એવા પ્રધાનદ્રવ્ય વડે. નવા શુભ કર્મો મેળવ્યા વિના જૂનાના નાશની દરકાર વિના. મિત્રો, નાતીલા, ગોત્રજ, મોસાળીયા કે સાસરીયા, નોકરચાકર, આદર કરે છે, સ્વામીરૂપે જાણે છે • જેમાં વારંવાર પ્રણામ કરવાનો હોય તે પ્રાણામા. દાળ-શાક સિવાય માત્ર ચોખા. તેને ૨૧વાર ધોવા. - x - આપતો, ભોગવતો. જમીને ભોજનોત્તર કાળે, બેસવાના સ્થાને આવીને ચોકખા પાણીથી આચમન કર્યુ અને - ૪ - ચોક્ખો થયો. પરમચિભૂત થયો. જેને જે દેશ-કાળે જુએ, તેને ત્યાં પ્રણામ કરવા. તેમાં યમ - ઈન્દ્રાદિ, સુંવ કાર્તિકેય, રુદ્દ - મહાદેવ, સિવ - વ્યંતર વિશેષ, આકારવિશેષ ધર કે રુદ્રજ, -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy