SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 3/9/933 ૧૪૯ સમાધાન - સૂત્રને અવિશેષણત્વ હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું જોઈએ. જે કારણથી આ સૂત્રથી ત્રીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ઘાયુષ્યપણાએ કહેવામાં આવશે. સમાન હેતુથી કાર્ય વૈષમ્ય ન ઘટે. વળી - હે ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક, અનેષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પડિલાભતા શ્રાવક વડે શું કરાય છે? હે ગૌતમ! તેના વડે ઘણી જ નિર્જરા અને અલ્પ પાપકર્મ કરાય છે. આ પ્રમાણે ભગવતી સૂત્રના વચનથી ચોક્કસ થાય છે કે - આ ક્ષુલ્લક ભવ ગ્રહણરૂપ અલ્પાયુષ્યપણું નથી. સ્વલ્પ પાપ અને નિર્જરાના કારણભૂત અનુષ્ઠાનનું ફળ શુલકભવ ગ્રહણપણું ન સંભવે. કેમકે જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પણ તેવો પ્રસંગ આવશે. [શંકા] અપ્રાસુક દાનનું ફળ તમે કહેલ અલ્પાયુપણું થાય, પણ હિંસા અને જૂઠનું ફળ તો ક્ષુલ્લક ભવગ્રહણ જ થશે. [સમાધાન એવું નથી, કેમકે એક કાર્યમાં પ્રવર્તાવાપણું છે તેમજ અવિરુદ્ધપણું છે. [શંકા] મિથ્યાર્દષ્ટિ શ્રમણ - બ્રાહ્મણોને જે અપ્રાસુક દાનથી અલ્પાયુષત્વ નિરુચરિત જ ઘટી શકે છે, તો પ્રાણાતિપાત અને મૃષાવાદને કેમ વિચારવું? [સમાધાન] એવું નથી, સૂત્રમાં પ્રાસુક દાનના પણ અલ્પાયુષ્યવાળા ફલત્વનો અવિરોધ હોવાથી અપ્રાસુક વિશેષણનું નિરર્થકપણું થશે. ભગવતીજીમાં કહ્યું છે કે - હે ભંતે ! શ્રમણોપાસક વડે તથારૂપ - અસંયત, અવિસ્ત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાન પાપકર્મવાળાને પ્રાસુક અથવા અપ્રાસુક, એષણીય કે અનેષણીય અશન આદિ આહાર વડે પ્રતિલાભનારને શું થાય ? હે ગૌતમ ! એકાંતે પાપકર્મ થાય અને નિર્જરા કંઈપણ ન થાય. જે પાપકર્મનું કારણ છે તે જ અલ્પાયુત્વનું કારણ છે. [શંકા] પ્રાણાતિપાત, મૃષાવાદ, અપ્રાસુક દાન કર્તવ્યરૂપે થયા? [સમાધાન] ભલે થાય. ભૂમિકાની અપેક્ષાએ શો દોષ છે ? કેમકે કહ્યું છે કે - શાસ્ત્રમાં અધિકારીના વશથી ધર્મના સાધનની વ્યવસ્થા, તે ગુણ અને દોષમાં વ્યાધિની પ્રતિક્રિયા સમાન જાણવી. તથા ગૃહસ્થ પ્રત્યે જિનભવન કરાવવાનું ફળ આ પ્રમાણે છે - આ લોકમાં જિનભવનનું કરાવવું તે ભાવયજ્ઞ છે. સગૃહસ્થને જન્મનું આ ઉત્કૃષ્ટ ફળ છે. અભ્યુદય પરંપરાથી મોક્ષનું બીજ છે. કોઈ શંકા કરે કે - જિનપૂજામાં તો હિંસા થાય છે, તેનું સમાધાન કરે છે— જો કે જિનપૂજામાં કથંચિત્ કાયવધ થાય છે, તો પણ તે ગૃહસ્થને કૂવો ખોદવાના દૃષ્ટાંતે તે પરિશુદ્ધ છે. વળી અસત્ આરંભમાં જે હેતુથી પ્રવર્તેલા છે, તે કારણે ગૃહસ્થોને તે અસદારંભની નિવૃત્તિરૂપ ફળવાળી આ જિનપૂજા જાણવી એમ વિચારવું જોઈએ. દાનાધિકારમાં તો સંભળાય છે કે શ્રાવકો બે પ્રકારના છે - સંવિગ્નભાવિતો અને લુબ્ધકદૃષ્ટાંત ભાવિતો. કહ્યું છે કે શ્રાવકો બે ભેદે છે - (૧) સંવિગ્ન ભાવિત - સંવિગ્નમુનિ વડે સંસ્કાર પામેલ, (૨) લુબ્ધક દૃષ્ટાંતભાવિત - પાસસ્થાદિ વડે સંસ્કાર પામેલ. - x - લુબ્ધક દૃષ્ટાંત સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવિત જેમ તેમ દાન આપે છે, સંવિગ્નભાવિત ઉચિતપણે દાન આપે છે. તે આ પ્રમાણે - સામર્થ્ય છતાં અશુદ્ધ આહાર લેવામાં મુનિને અને દેનારને બંનેને અહિત થાય, તે જ અશુદ્ધ આહાર અસમપણામાં લેનાર સાધુને અને દેનાર શ્રાવકને બંનેને હિતકર છે. તથા ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત, કલ્પ્ય અન્નપાણી વગેરે દ્રવ્યોનું દાન, દેશ-કાલ-શ્રદ્ધા-સત્કારના ક્રમે આપે. ક્યાંક પાઠભેદ છે, ત્યાં પણ આ જ અર્થ છે. - X - X - અથવા પ્રતિતંભન સ્થાનકના બે વિશેષણ છે. તે આ રીતે - આધાકર્મ આદિ દોષથી પ્રાણીઓની હિંસા કરીને, જૂઠ બોલીને - જેમ અહો ! સાધુ ! આ અમારા માટે બનાવેલ ભોજનાદિ કલ્પનીય છે માટે તમારે શંકા ન કરવી. - ઇત્યાદિ બોલીને તે કારણથી પ્રતિલાભીને કર્મને બાંધે છે. અહીં બબ્બે પદના વિશેષણપણાએ અને એક પદના વિશેષ્યપણાથી ત્રણ સ્થાનકપણું જાણવું. આ સૂત્ર ગંભીર અર્થવાળું છે, તેથી બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે. અલ્પાયુકપણાનાં કારણો કહ્યા, હવે તેના વિપરિત દીર્ઘાયુષ્યના ત્રણ કારણો કહે છે - પૂર્વવત્ જાણવું. વિશેષ કહે છે - શુભ દીર્ઘાયુષ્યપણાએ જાણવું. પ્રાણાતિપાતની વિરતિ આદિ શુભ દીર્ઘાયુષ્યનું જ નિમિતપણું હોવાથી કહ્યું છે કે - મહાવ્રતો, અણુવ્રતો, બાલતપ, અકામનિર્જરા વડે જીવ દેવનું આયુષ્ય બાંધે છે, વળી જે સમ્યગ્દષ્ટિ જીવ છે, તે પણ દેવાયુને બાંધે છે. સ્વભાવથી અલ્પકષાયી, દાનત, શીલ સંયમ, મધ્યમગુણોયુક્ત જે જીવ તે મનુષ્યાયુને બાંધે છે. દેવ અને મનુષ્યાય શુભ છે. ભગવતીજીમાં કહ્યું છે - કે હે ભગવત્ તથારૂપ શ્રમણ-માહણને પ્રાસુક અને એષણીય આહાર આદિ વડે પ્રતિલાભનાર શ્રમણોપાસક વડે શું કરાય છે? હે ગૌતમ! એકાંતે નિર્જરા કરાય છે, પાપકર્મ બંધાતુ નથી. જે નિર્જરાનું કારણ, તે શુભ દીર્ઘાયુષ્યના કારણપણાએ મહાવ્રતવત્ વિરુદ્ધ નથી. ૧૫૦ હમણાં આયુષ્યના દીર્ધપણાના કારણો કહ્યા. તે દીર્ઘાયુષ્ય શુભ અને અશુભ બે પ્રકારનું છે. તેથી પહેલા અશુભાયુની દીર્ઘતાનાં કારણ કહે છે - તે પૂર્વવત્ જાણવું. વિશેષ એ કે - અશુભ દીર્ઘાયુષ્યપણા માટે - નાકાયુષ્ય માટે છે. તે આ પ્રમાણે - નકામુ પાપકૃતિરૂપ હોવાથી અશુભ છે અને નાસ્કાયુ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ હોવાથી અશુભદીર્ઘ છે. તેવા પ્રકારનું આયુ-જીવિત જે કર્મથી બંધાય તે અશુભ દીર્ઘાયુ. તેનો જે ભાવ તે અશુભ દીર્ઘાયુષ્યતા, તેના વડે. પ્રાણીઓને પ્રાણથી રહિત કરનાર હોય, જૂઠું બોલનાર હોય તથા સાધુની હેલનાદિ કરીને અશનાદિ વડે પ્રતિલાભનાર હોય છે. આ શબ્દાર્થ છે. હીલના-જાતિ વગેરેથી ઉઘાડા પાડવું, મનથી નિંદવું તે નિંદા, લોકસમક્ષ નિંદા તે ખિંસના, તેમની સમક્ષ નિંદા તે ગા, ઉભા ન થવું તે અપમાન. આ બધામાંથી
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy