SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૩૩ ૧૫૧ કોઈપણ એક પ્રકાર વડે સ્વરૂપથી અસુંદર અાદિ, આ કારણથી અહીતિ કરાવનાર છે, જે કે ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. કેમકે આયચંદનાની માફક મનોજ્ઞ ફળ હોય છે. ચંદનાએ સૂપડાના ખૂણામાં આપ્યા ત્યારે તેણીની લોઢાની બેડીઓ સુવર્ણમય ઝાંઝરરૂપ બની, માથાના કેશ પૂર્વવત્ થયા. પંચરત્નોની વૃષ્ટિ થઈ, ઇન્દ્રાદિએ સ્તુતિ કરી, પછી તેણીએ ચાસ્ત્રિ લીધું. મોક્ષે ગયા. અહીં ત્રીજા સૂત્રમાં અશનાદિ પ્રાસુક પાસુકાદિપણે વિશેષણ સહિત નથી, કેમકે હીલનાદિ કરનાને પાટુકાદિ વિશેષણના ફળ પ્રત્યે અકારણપણું હોય છે. મત્સર વડે ઉત્પન થયેલ હીલનાદિ વિશેષણોને જ મુખ્યપણાને અશુભ દીધયુષ્યરૂપ ફળનું કારણ પણું હોવાથી પ્રાણાતિપાત અને મૃષાવાદને વિશે દાન વિશેષણ પરૂપ વ્યાખ્યાન પણ યોગ્ય જ છે. • X - X - X ". પ્રાણાતિપાતાદિથી નરકાયું બંધાય છે, જે માટે કહ્યું છે - મિથ્યાદેષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવલોભી, શીલરહિત, પાપમતિ, રૌદ્રપરિણામી જીવ નરકાયુને બાંધે છે. હવે શુભ દીધયુષ્ય કહે છે– સૂકાઈ પૂર્વવતુ. વિશેષ એ કે - સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, વધ આદિથી સકાર કરીને, સન્માનીને, સમૃદ્ધિના હેતુભૂત હોવાથી સાધુ પણ કલ્યાણ સ્વરૂપ, મંગલ-વિદનક્ષયના યોગથી મંગલરૂપ, દેવતાની માફક દેવસ્વરૂપ, જિન વગેરે માફક ચૈત્ય સ્વરૂપ એવા શ્રમણ પ્રત્યે સેવા કરીને. અહીં પણ પાસુક અને અપાતુકપણાએ વિશેષણરહિત દાન છે. કેમકે આ સૂત્રનું પૂર્વસૂઝથી વિપર્યયપણું છે અને પૂર્વમૂત્રનું વિશેષણપણામાં પ્રવર્તવાપણું છે. પ્રાસુક-અપાયુકદાનને વિશે ફલ પ્રત્યે વિશેષ નથી, એમ સમજવું. કેમકે પૂર્વસૂત્રને વિશે પ્રાસુક-અપાયુકરૂપ દાનના વિશેષ ફલનું પ્રતિપાદન કરેલું છે • x • x -- પ્રાણનું અતિપાતન ગુપ્તિના સદ્ભાવમાં છે, તેથી ગુપ્તિ કહે છે• સૂત્ર-૧૩૪ - ગુતિઓ કણ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિ... સંયત મનુષ્યોને ત્રણ ગુપ્તિ કહી છે - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુતિ. ત્રણ ગુતિઓ કહી છે - મનઅગુતિ, વચનગુપ્તિ, કાયઅગુપ્તિ. એમ નાકોને યાવતુ અનિતકુમારોને, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને, અસંયત મનુષ્યોને, વ્યંતરોને, જ્યોતિકોને, વૈમાનિકોને હોય. ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વાનદંડ, કાયદંડ, નૈરયિકોને ત્રણ દંડ કહેલા છે . મનદંડ, વયનદંડ, કાયદંડ. વિકલેન્દ્રિય વજીને ચાવ4 વૈમાનિક. • વિવેચન-૧૩૪ - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગોપવવું તે ગુપ્તિ - કુશળ મન વગેરેના પ્રવર્ધનરૂપ અને અકુશલ મન વગેરેના નિવર્ધનરૂપ છે. કહ્યું છે ... મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ, સિદ્ધાંતના જાણનાર વડે પ્રવર્તનરૂપ અને નિવર્ધનરૂપ કહેવાયેલી છે ૧૫ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • x • તે માટે કહે છે - સમિત નિયમથી ગુપ્ત હોય, ગુપ્ત સમિત હોય કે ન પણ હોય અથવું ભજના જાણવી. કેમકે કુશલ વચનને બોલતો વચનગુપ્ત અને સમિત પણ હોય છે. આ ગુપ્તિ ચોવીશ દંડકમાં વિચારતાં મનુષ્યોને જ અને તેમાં પણ સંયતોને જ હોય. નારકાદિને ન હોય. • x - ગુપ્તિ કહી હવે તેથી વિપરીત અગુપ્તિ કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - ચોવીશ દંડકમાં અણુતિઓનો અતિદેશ કરેલ છે. સામાન્ય સૂત્રવતુ નારકાદિને ત્રણ અગુપ્તિ કહેવી. શેષ સુગમ. વિશેષ એ કે - અહીં એકેન્દ્રિય અને વિલેન્દ્રિય ન કહ્યા. કેમકે એકેન્દ્રિયાદિને યથાયોગ્ય વાણી, મનનો અભાવ છે. તથા સંયમનુષ્યોને પણ ન કહા, કેમકે તેઓને ગુપ્તિનું પ્રતિપાદન કરેલ છે, અગુપ્તિઓ પોતાને અને બીજઓને દંડરૂપ થાય છે. આ કારણથી હવે દંડનું નિરૂપણ કરતા કહે છે– ત્રણ દંડ ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - મન વડે પોતાને કે બીજાને દંડવું તે મનોદંડ અથવા જેના વડે દંડાય તે દંડ, મન એ જ દંડ તે મનોદંડ. એ રીતે વયનદંડ અને કાયદંડ પણ જાણવા. વિશેષ વિચારણામાં ચોવીશ દંડકને વિશે યાવતું વૈમાનિક પર્યન્તોનું સૂત્ર કહેવું. વિશેષ એ કે એક, બે, ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળાને છોડીને કહેવું. તેઓનો ત્રણ દંડ સંભવતા નથી કેમકે વચન અને મનનો અભાવ છે. દંડ ગહણીય છે, તેથી ગહ કહે છે • સત્ર-૧૩૫ : ગઈ ત્રણ ભેદે છે - કોઈ મનથી નહીં કરે છે, કોઈ વચનથી ગઈ કરે છે, કોઈ કાયાથી નહીં કરે છે . પાપકર્મો ન કરીને - અથવા • નહીં ત્રણ ભેદે છે– કોઈ દીર્ધકાળ નહીં કરે છે, કોઈ અલ્પકાળ નહીં કરે છે. કોઈ પાપકર્મથી પોતાને દૂર રાખવા માટે કાયાથી પાપ પ્રવૃત્તિ કરતા નથી. પ્રત્યાખ્યાન ત્રણ ભેટે કહેલ છે - કોઈ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. જેમ નહીં કહી તેમ પચ્ચખાણને વિશે પણ બે આલાવા કહેવા. વિવેચન-૧૩૫ : બંને સૂત્રના અર્થ કહેલા છે. વિશેષ એ કે - પોતાના કે બીજાના આત્મા સંબંધી દંડ પ્રત્યે ગુપ્સા કરે તે ગહ. ‘સ'કારનો આગમ હોવાથી કાયા વડે પણ એક જીવ પાપકર્મના હેતુભૂત ન કરવાપણે - હિંસાદિ ન કરવાથી, કાય વડે ગઈ, પાપકર્મની અપ્રવૃત્તિ વડે જ થાય છે, કહ્યું છે કે - પાપજુગુપ્સા યથાર્થ વિશુદ્ધ ચિત્ત વડે, નિરંતર પાપનો ખેદ કરવો, પાપ કરવું નહીં, પાપની વિચારણા કરવી નહીં. આ અનુક્રમ ભૂત-વર્તમાન-ભાવિ અપેક્ષાએ કહેલ છે. અથવા પાપકર્મોને ન કરવા માટે ત્રણ પ્રકારે પણ નહીં કરે છે અથવા પાપકર્મોની ગુસા કરે છે, શા માટે ? પાપ ન કરવા માટે. • હું પાપકર્મો ન કરું. દીર્ધકાળ પર્યન્ત. તથા કોઈ કાયા પ્રત્યે અટકાવે છે, કઈ રીતે? પાપકર્મોના કાર્યો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy